માહિતી અને પ્રસારણ મંત્રાલય
મહાકુંભ 2025: પ્રયાગરાજમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનું જ્ઞાનવર્ધક ડિજિટલ પ્રદર્શન
Posted On:
21 JAN 2025 8:11PM by PIB Ahmedabad
પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી માર્ગ પર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતનાં નવા ફોજદારી કાયદાઓ - ભારતીય ન્યાય સંહિતા, 2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ, 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 - ની વિગતવાર અને સમજવામાં સરળ ઝાંખી આકર્ષક ડિજિટલ પ્રદર્શન સાથે જાહેર કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આ પ્રદર્શનમાં એનામોર્ફિક દિવાલો, એલઇડી ટીવી સ્ક્રીન, એલઇડી દિવાલો અને હોલોગ્રાફિક સિલિન્ડર દ્વારા ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, નવી નીતિઓ, કાયદાઓ અને ભારતીય બંધારણ વિશે માહિતી આપવામાં આવી રહી છે. તે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો દ્વારા સમજાવે છે કે નવા કાયદાઓ ન્યાય અને વાજબીપણા પર આધારિત છે, જેમાં ન્યાય અને નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપવા માટે કાનૂની માળખામાં ટેકનોલોજીને સંકલિત કરવામાં આવી છે.
નવા કાયદાઓ ભારતની ન્યાય વ્યવસ્થાને વધારે પારદર્શક, કાર્યદક્ષ અને આધુનિક સમાજની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. આ ત્રણ નવા કાયદાઓ ભારતની ન્યાયિક વ્યવસ્થામાં ઐતિહાસિક પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે, જે સાયબર ક્રાઇમ અને સંગઠિત અપરાધ જેવા સમકાલીન પડકારોને પહોંચી વળવા માટે એક નવું માળખું પ્રસ્તુત કરે છે, જ્યારે પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરે છે.
AP/IJ/GP/JD
(Release ID: 2094963)
Visitor Counter : 46