પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ટીમને અભિનંદન આપ્યા

प्रविष्टि तिथि: 19 JAN 2025 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય મહિલા ટીમને પ્રથમ ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

પ્રથમ ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય મહિલા ટીમને અભિનંદન! આ ઐતિહાસિક વિજય તેમના અપ્રતિમ કૌશલ્ય, દ્રઢનિશ્ચય અને ટીમવર્કનું પરિણામ છે.

આ વિજયે ભારતની સૌથી જૂની પરંપરાગત રમતોમાંની એકને વધુ પ્રકાશિત કરી છે, જે દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. આ સિદ્ધિ આવનારા સમયમાં વધુ યુવાનો માટે આ રમતને આગળ વધારવાનો માર્ગ મોકળો કરે તેવી પ્રાર્થના.

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2094398) आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam