પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 10મી એશિયા પેસિફિક બધિર રમતો 2024માં ભારતીય ટુકડીના ઐતિહાસિક પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
10 DEC 2024 8:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુઆલાલંપુરમાં આયોજિત 10મી એશિયા પેસિફિક બધિર રમતો 2024માં ઐતિહાસિક પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
“કુઆલાલંપુરમાં આયોજિત 10મી એશિયા પેસિફિક ડેફ ગેમ્સ 2024માં ઐતિહાસિક પ્રદર્શન માટે આપણી ભારતીય ટુકડીને અભિનંદન! આપણા પ્રતિભાશાળી એથ્લેટ્સે અસાધારણ 55 મેડલ જીતીને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે, જે તેને રમતોમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે. આ અદ્ભુત પરાક્રમે સમગ્ર રાષ્ટ્રને, ખાસ કરીને રમતગમત પ્રત્યે જુસ્સા ધરાવતા લોકોને પ્રેરિત કર્યા છે.”
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2082992)
आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Telugu
,
Kannada
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Malayalam