માહિતી અને પ્રસારણ મંત્રાલય
ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી આસિફા ઇન્ડિયા દ્વારા વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરવામાં આવ્યું
તમારી પ્રતિભા દર્શાવો: એનિમેશન અને ફિલ્મ પુરસ્કારો માટે 15 ડિસેમ્બર 2024 સુધી પ્રવેશ આમંત્રિત; વિજેતાઓને ઉદ્યોગના અગ્રણીઓ પાસેથી માર્ગદર્શન, માન્યતા અને નેટવર્કિંગની તકો પ્રાપ્ત થશે
Posted On:
29 NOV 2024 6:13PM by PIB Ahmedabad
એનિમેશનને પ્રોત્સાહન આપતી યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વૈશ્વિક એનજીઓ આસિફા ઇન્ડિયા, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એક્સઆરમાં અપવાદરૂપ સિદ્ધિઓની ઉજવણી કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સહયોગથી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સનું આયોજન કરી રહી છે, જે વૈશ્વિક મંચ પર ભારતના સર્જનાત્મક નેતૃત્વને મજબૂત કરે છે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ માટે પ્રવેશ 15 ડિસેમ્બર, 2024 સુધીમાં લઈ શકાશે. આ એવોર્ડ્સ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES) 2025માં પૂર્ણ થશે.
WAVES Awards of Excellence
વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટેના આ પુરસ્કારોમાં બેસ્ટ કેરેક્ટર એનિમેશન, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ શોર્ટ ફિલ્મ જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. વિજેતાઓને ઔદ્યોગિક અગ્રણીઓ પાસેથી માર્ગદર્શન મળશે સાથે નેટવર્કિંગની તકો પણ મળશે. તેમજ સરકારની 'ક્રિએટ ઇન ઇન્ડિયા' પહેલ સાથે સુસંગત ભારતની રચનાત્મક ક્રાંતિના ભાગરૂપે ઓળખ પ્રાપ્ત થશે.
આંતરરાષ્ટ્રીય એનિમેશન ડે ફેસ્ટિવલનું આયોજન ભારતનાં વિવિધ શહેરોમાં થઈ રહ્યું છે, જેનો ઉદ્દેશ નિર્માતાઓને આગામી વેવ્સ એવોર્ડ્સ ઑફ એક્સેલન્સમાં તેમની ભાગીદારી માટે પ્રેરિત કરવાનો છે. વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે આગામી સપ્તાહમાં પૂણે, ઇન્દોર, નાસિક, મુંબઇ, નોઇડા, બેંગલુરુ અને અન્ય કેટલાક સ્થળોમાં તેની ઉજવણી કરવામાં આવશે.
અગાઉ, આસિફા ઇન્ડિયાએ 16-17 નવેમ્બર, 2024 દરમિયાન હૈદરાબાદમાં એક સફળ આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસનું આયોજન કર્યું હતું અને 21 નવેમ્બરના રોજ ભોપાલ ડિઝાઇન ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો, જેથી આગામી વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સમાં તેમની ભાગીદારી માટે સર્જકોને પ્રેરણા મળી શકે.
હૈદરાબાદ IAD'24 દરમિયાન ઉદ્યોગના નિષ્ણાતો સાથે પેનલ ચર્ચા
1960માં ફ્રાંસની એનીસીમાં સ્થપાયેલી અને 24 વર્ષથી ભારતમાં સક્રિય રીતે સમુદાયનું નિર્માણ કરવા માટે આસિફા વર્કશોપ, સીજી મીટઅપ અને તેના ઇન્ટરનેશનલ એનિમેશન ડે (આઇએડી) ફેસ્ટિવલ જેવી ઇવેન્ટ મારફતે પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે તેના યોગદાન માટે પ્રસિદ્ધ છે, જે આ વર્ષે ભારતના 15 શહેરોમાં આયોજિત છે.
વેવ્સ એવોર્ડ્સ ઓફ એક્સેલન્સ 2025 સબમિટ કરવાની વિગતો:
અંતિમ તારીખ: 15 ડિસેમ્બર 2024
સબમિશન પોર્ટલ: https://filmfreeway.com/asifaiad
ઇન્ડિયા પાસ : india10281892
WAVES પાસકોડ: ASIFAIADINDIA25
મારિયા એલેના ગુટિયરેઝ, હૈદરાબાદ - આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ દરમિયાન આસિફા ઇન્ડિયાના પ્રમુખ સંજય ખીમેસરા દ્વારા ઓળખ આપવામાં આવી હતી
આગામી દિવસો માટે આસિફા ઇન્ડિયા આઇએડી શિડ્યુલ આ પ્રમાણે છે:
શહેર
|
તારીખ
|
બેંગલુરુ
|
6 ડિસેમ્બર 2024
|
મુંબઈ (એ.જી.આઈ.એફ.)
|
6 અને 7 ડિસેમ્બર 2024
|
પુણે
|
29 ડિસેમ્બર 2024
|
ઈન્દોર
|
14 ડિસેમ્બર 2024
|
નાસિક
|
3 જાન્યુઆરી 2025
|
બિલાસપુર
|
18 જાન્યુઆરી 2025
|
મોહાલી
|
24 જાન્યુઆરી 2025
|
કોલકાતા
|
31 જાન્યુઆરી 2025
|
AP/IJ/GP/JD
(Release ID: 2079255)
Visitor Counter : 11