પ્રધાનમંત્રીનું કાર્યાલય
રશિયાના પ્રથમ ડેપ્યુટી પીએમ ડેનિસ મન્તુરોવે પીએમ મોદી સાથે મુલાકાત કરી
તેઓએ વેપાર અને આર્થિક સંબંધો, ઉર્જા, કનેક્ટિવિટી ક્ષેત્રે સહકાર વધારવા પર વિચારોનું આદાનપ્રદાન કર્યું
પ્રધાનમંત્રીએ હાલમાં જ મોસ્કો અને કઝાનની પોતાની યાત્રા અને રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની બેઠકો દરમિયાન લેવાયેલા નિર્ણયોના અમલીકરણ માટેના પ્રયાસોનું સ્વાગત કર્યું
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
11 NOV 2024 8:55PM by PIB Ahmedabad
રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ મન્તુરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
તેઓએ વેપાર અને આર્થિક સંબંધો, ઉર્જા, કનેક્ટિવિટી સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ પુતિન સાથેની તેમની તાજેતરની મુલાકાતો અને બેઠકો દરમિયાન લીધેલા નિર્ણયોના અમલીકરણ માટે બંને પક્ષોની ટીમો દ્વારા સતત અને સંયુક્ત પ્રયાસોનું સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને પોતાની ઉષ્માભરી શુભેચ્છાઓ આપી અને કહ્યું કે તેઓ તેમની સાથે સતત આદાનપ્રદાનની આશા રાખે છે.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2072609)
आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam