રાષ્ટ્રપતિ સચિવાલય
દિવાળીના પર્વ પર ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
प्रविष्टि तिथि:
30 OCT 2024 5:28PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મુએ તેમના સાથી નાગરિકોને દિવાળીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી છે.
એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “દિવાળીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
દિવાળી આનંદ અને ઉત્સાહનો તહેવાર છે. આ તહેવાર અજ્ઞાન પર જ્ઞાનની અને અનિષ્ટ પર ઈષ્ટની જીતનું પ્રતીક છે. ભારત અને વિદેશમાં વિવિધ સમુદાયો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ તહેવાર ઉજ્જવળ ભવિષ્યની આશા પણ જગાડે છે.
દિવાળીના શુભ અવસર પર આપણે આપણા અંતરાત્માને પ્રકાશિત કરવા જોઈએ, પ્રેમ અને કરુણાના ગુણો અપનાવવા જોઈએ અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ તહેવાર વંચિત અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો અને તેમની સાથે આપણી ખુશીઓ વહેંચવાનો પણ એક અવસર છે.
ચાલો આપણે ભારતના ભવ્ય વારસા પર ગર્વ કરીએ. ભલાઈમાં વિશ્વાસ સાથે, ચાલો આપણે પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવીએ અને સ્વસ્થ, સમૃદ્ધ અને જવાબદાર સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ.
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો:-
AP/GP/JD
(रिलीज़ आईडी: 2069707)
आगंतुक पटल : 118