પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમ ગતિશક્તિના 3 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ ભારત મંડપમ ખાતે અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી


પીએમ ગતિશક્તિએ ભારતની માળખાકીય વિકાસ યાત્રાને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 13 OCT 2024 9:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગતિશક્તિના 3 વર્ષ પૂર્ણ થવા પર ભારત મંડપમ ખાતે અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ટીપ્પણી કરી હતી કે પીએમ ગતિશક્તિએ ભારતની માળખાકીય વિકાસ યાત્રાને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"આજે, ગતિશક્તિએ ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી, ભારત મંડપમ ગયા અને અનુભૂતિ કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં મેં આ પહેલની પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કર્યો."

“PM ગતિશક્તિએ ભારતની માળખાકીય વિકાસ યાત્રાને વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને કોઈપણ સંભવિત પડકારને હળવો કરવામાં આવે તેની ખાતરી કરવા માટે તે અદ્ભુત રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.”

 

AP/GP/JD


(रिलीज़ आईडी: 2064565) आगंतुक पटल : 132
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam