ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ગૃહ મંત્રાલયે 14 પૂર પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી ₹5,858.60 કરોડની એડવાન્સ રકમ જાહેર કરી


મોદી સરકાર કુદરતી આફતોથી પ્રભાવિત રાજ્યોની સાથે ખભે ખભા મિલાવીને લોકોને પડતી હાડમારીને ઓછી કરી રહી છે

કેન્દ્ર સરકારે ગુજરાતને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી ₹600 કરોડ એડવાન્સ આપવાની મંજૂરી આપી

આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુરના પૂર પ્રભાવિત રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમો (IMCTs) ને નુકસાનના સ્થળ પર જ મૂલ્યાંકન માટે મોકલવામાં આવી હતી

તાજેતરમાં પૂરથી પ્રભાવિત બિહાર અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં નુકસાનનું સ્થળ પર મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં IMCTs મોકલવામાં આવશે

IMCTના મૂલ્યાંકન અહેવાલો પ્રાપ્ત થયા પછી, NDRF તરફથી વધારાની નાણાકીય સહાય, આપત્તિ અસરગ્રસ્ત રાજ્યોને, સ્થાપિત પ્રક્રિયા મુજબ મંજૂર કરવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ વર્ષ દરમિયાન 21 રાજ્યોને ₹14,958 કરોડથી વધુ રકમ જારી કરવામાં આવી છે

Posted On: 01 OCT 2024 6:46PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલય (MHA)એ 14 પૂર પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી કેન્દ્રીય હિસ્સા તરીકે 5858.60 કરોડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) તરફથી એડવાન્સ જાહેર કર્યા છે. જેમાં મહારાષ્ટ્રને 1492 કરોડ, આંધ્રપ્રદેશને 1036 કરોડ, આસામને 716 કરોડ, બિહારને 655.60 કરોડ, ગુજરાતને 600 કરોડ, હિમાચલ પ્રદેશને 189.20 કરોડ, કેરળને 145.60 કરોડ, મણિપુરને 50 કરોડ, , મિઝોરમને 21.60 કરોડ, નાગાલેન્ડને 19.20 કરોડ, સિક્કિમને 23.60 કરોડ, તેલંગાણાને 416.80 કરોડ, ત્રિપુરાને 25 અને પશ્ચિમ બંગાળને 468 કરોડનો સમાવેશ થાય છે, આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ મોદી સરકાર કુદરતી આફતોથી અસરગ્રસ્ત રાજ્યો સાથે ખભેખભો મિલાવીને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઊભી છે.

આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મણિપુર જેવા પૂરગ્રસ્ત રાજ્યોમાં આંતર-મંત્રાલય કેન્દ્રીય ટુકડીઓ (આઇએએમસીટી)ને નુકસાનીની સ્થળ પર જ આકારણી કરવા માટે મોકલવામાં આવી હતી.

વધુમાં, બિહાર અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં નુકસાનની ઓન--સ્પોટ આકારણી કરવા માટે ટૂંક સમયમાં આઈએમસીટી મોકલવામાં આવશે, જે તાજેતરમાં પૂરથી અસરગ્રસ્ત પણ થયા છે. આઈએમસીટીના આકારણી અહેવાલો પ્રાપ્ત થયા પછી એનડીઆરએફ તરફથી સ્થાપિત પ્રક્રિયા અનુસાર આપત્તિગ્રસ્ત રાજ્યોને વધારાની નાણાકીય સહાય મંજૂર કરવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ વર્ષ દરમિયાન 21 રાજ્યોને ₹14,958 કરોડથી વધુની રકમ રીલિઝ કરવામાં આવી છે. તેમાં એસડીઆરએફમાંથી 21 રાજ્યોને રૂ. 9044.80 કરોડ, એનડીઆરએફ પાસેથી 15 રાજ્યોને રૂ. 4528.66 કરોડ અને 11 રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ (એસડીએમએફ)માંથી રૂ. 1385.45 કરોડનો સમાવેશ થાય છે.
નાણાકીય સહાય ઉપરાંત કેન્દ્ર સરકારે તમામ અસરગ્રસ્ત રાજ્યોને એનડીઆરએફની જરૂરી ટીમો, આર્મી ટીમો અને હવાઈ દળની સહાયતા સહિત તમામ લોજિસ્ટિક સહાય પણ પ્રદાન કરી છે.

AP/GP/JD



(Release ID: 2060832) Visitor Counter : 46