ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પદ્મ પુરસ્કારો-2025 માટે નામાંકન 15મી સપ્ટેમ્બર, 2024 સુધી ખુલ્લું છે

Posted On: 12 SEP 2024 3:30PM by PIB Ahmedabad

પ્રજાસત્તાક દિવસ, 2025ના અવસરે જાહેર કરવામાં આવનાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકન/સુચનાઓ 01 મે 2024થી શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકન માટેની છેલ્લી તારીખ 15મી સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કારો માટેના નામાંકન/ભલામણો માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

નામાંકન/ભલામણોમાં ઉપરોક્ત પોર્ટલ પર ઉપલબ્ધ ફોર્મેટમાં ઉલ્લેખિત તમામ સંબંધિત વિગતો હોવી જોઈએ, જેમાં વર્ણનાત્મક સ્વરૂપમાં (મહત્તમ 800 શબ્દો) ઉદ્ધરણનો સમાવેશ થાય છે, જેમાં તેણીની/તેની ભલામણ કરાયેલ વ્યક્તિની સંબંધિત ક્ષેત્ર/ડિસિપ્લીનમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ/સેવા સ્પષ્ટપણે બહાર આવે છે. 

AP/GP/JD


(Release ID: 2054165) Visitor Counter : 77