પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેરા તીરંદાજ હરવિન્દર સિંહને પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
04 SEP 2024 11:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પેરા તીરંદાજ હરવિન્દર સિંહને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ હરવિન્દર સિંઘના અસાધારણ પ્રદર્શનની પ્રશંસા કરી તથા તેમની સટીકતા, ફોકસ અને અતૂટ ભાવનાને પ્રકાશિત કરી.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“પેરા તીરંદાજીમાં ખૂબ જ વિશિષ્ટ ગોલ્ડ!
#Paralympics2024માં પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપનમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હરવિન્દર સિંહને અભિનંદન!
તેમની સટીકતા, ફોકસ અને અવિશ્વસનીય ભાવના ઉત્કૃષ્ટ છે. ભારત તેની સિદ્ધિથી ખૂબ જ ખુશ છે.
#Cheer4Bharat"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2052008)
Visitor Counter : 69
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam