ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની હાજરીમાં, આવતીકાલે નવી દિલ્હીમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (NLFT) અને ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ (ATTF)ના પ્રતિનિધિઓ વચ્ચે મોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવશે
ગૃહ મંત્રાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત પૂર્વોત્તરના વિકસિત વિઝનને પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી રહ્યું છે
પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે 12 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 3 ત્રિપુરા સાથે સંબંધિત છે.
મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે લગભગ 10 હજાર લોકોએ શસ્ત્રો છોડી દીધા અને મુખ્ય પ્રવાહમાં જોડાયા
Posted On:
03 SEP 2024 4:52PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ભારત સરકાર, ત્રિપુરા સરકાર અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા (એનએલએફટી) અને ઓલ ત્રિપુરા ટાઇગર ફોર્સ (એટીટીએફ)ના પ્રતિનિધિઓ વચ્ચે બુધવાર, 04 સપ્ટેમ્બર, 2024ના રોજ નવી દિલ્હીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાના છે. સમજૂતી કરાર પર હસ્તાક્ષર દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી પ્રોફેસર (ડૉ.) માણિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
ગૃહ મંત્રાલય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત પૂર્વોત્તરના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા માટે અવિરત પણે કામ કરી રહ્યું છે, જે ઉગ્રવાદ, હિંસા અને સંઘર્ષથી મુક્ત છે. પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં સરકારે પૂર્વોત્તરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે 12 મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી 3 ત્રિપુરા રાજ્ય સાથે સંબંધિત છે. મોદી સરકાર દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવાને કારણે, લગભગ 10 હજાર લોકો શસ્ત્રો છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે.
AP/GP/JD
(Release ID: 2051477)
Visitor Counter : 74
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Kannada