પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ SSLV-D3ના સફળ પ્રક્ષેપણ બદલ ઈસરોને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
16 AUG 2024 1:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV)-D3ના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ કહ્યું કે ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહિત કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ! આ સિદ્ધિ માટે આપણાં વૈજ્ઞાનિકો અને ઉદ્યોગને અભિનંદન. તે ખૂબ જ આનંદની વાત છે કે ભારત પાસે હવે એક નવું પ્રક્ષેપણ વાહન છે. ખર્ચ-અસરકારક SSLV અવકાશ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને ખાનગી ઉદ્યોગોને પણ પ્રોત્સાહિત કરશે. @isro, @INSPACeIND, @NSIL_India અને સમગ્ર અવકાશ ઉદ્યોગને મારી શુભેચ્છાઓ.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2045906)
आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam