પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતમાં રામસર સાઇટ્સની વધેલી સંખ્યા પર ખુશી વ્યક્ત કરે છે

प्रविष्टि तिथि: 14 AUG 2024 9:47PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં રામસર સાઇટ્સની સંખ્યામાં વધારો થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે રામસર સંમેલન હેઠળ આ બે રાજ્યોમાંથી ત્રણ સ્થળોનો ઉમેરો કરવા બદલ તમિલનાડુ અને મધ્યપ્રદેશના લોકોની વધુ પ્રશંસા કરી છે.

કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું;

ભારત માટે ખરેખર આનંદનો પ્રસંગ છે કે અમારી રામસર સાઇટ્સની સંખ્યા વધી રહી છે, જે દર્શાવે છે કે અમે ટકાઉ વિકાસ તેમજ પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવા માટે અગ્રતા આપીએ છીએ. એમપી અને તમિલનાડુના લોકોને વિશેષ અભિનંદન.

અમે આવનારા સમયમાં પણ આવા પ્રયાસોમાં મોખરે રહીશું.”

AP/GP/JD


(रिलीज़ आईडी: 2045474) आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada