પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મનુ ભાકર અને સરબજોત સિંહને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
30 JUL 2024 1:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરો, મનુ ભાકર અને સરબજોત સિંહને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“અમારા શૂટર્સ અમને ગર્વ આપતા રહે છે!
@realmanubhaker અને સરબજોત સિંહને #Olympicsમાં 10m એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. આ બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમ વર્ક બતાવ્યું છે. ભારત અતિ આનંદિત છે.
મનુ માટે, આ તેણીનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેણીની સતત શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવે છે. #Cheer4Bharat"
AP/GP/JD
(Release ID: 2038948)
Visitor Counter : 76
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam