પ્રધાનમંત્રીનું કાર્યાલય

પેરિસ ઓલિમ્પિક્સ: પ્રધાનમંત્રીએ ભારતીય દળને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 26 JUL 2024 10:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય દળને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

દરેક રમતવીરને ભારતનું ગૌરવ ગણાવતા શ્રી મોદીએ તેમને દર ચાર વર્ષે યોજાતી આંતરરાષ્ટ્રીય રમતગમતની 33મી આવૃત્તિમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"પેરિસ #olympics શરૂ થતાંની સાથે, ભારતીય દળને મારી શુભેચ્છાઓ. દરેક રમતવીર ભારતનું ગૌરવ છે. તેઓ બધા ચમકે અને ખેલદિલીની સાચી ભાવનાને મૂર્તિમંત કરે, તેમના અસાધારણ પ્રદર્શનથી અમને પ્રેરણા આપે. #Paris2024"

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2037827) Visitor Counter : 75