પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 25મા કારગિલ વિજય દિવસ નિમિત્તે 26મી જુલાઈએ કારગિલની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી વ્યૂહાત્મક શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ કરશે

આ પ્રોજેક્ટ લેહને તમામ પ્રકારના વાતાવરણમાં કનેક્ટિવિટી પ્રદાન કરશે

પૂર્ણ થવા પર તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે

Posted On: 25 JUL 2024 10:28AM by PIB Ahmedabad

26મી જુલાઈ 2024ના રોજ 25માં કારગિલ વિજય દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સવારે 9:20 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુરોને શ્રદ્ધાંજલિ આપશે. પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ રીતે શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પ્રથમ વિસ્ફોટ પણ કરશે.

શિંકુન લા ટનલ પ્રોજેક્ટમાં 4.1 કિલોમીટર લાંબી ટ્વીન-ટ્યુબ ટનલનો સમાવેશ થાય છે જેનું નિર્માણ નિમૂ-પદુમ-દારચા રોડ પર પર લગભગ 15,800 ફૂટની ઊંચાઈએ કરવામાં આવશે, કે જેથી લેહને તમામ વાતાવરણમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકાય. એકવાર પૂર્ણ થયા પછી, તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. શિંકુન લા ટનલ માત્ર આપણા સશસ્ત્ર દળો અને સાધનોની ઝડપી અને કાર્યક્ષમ હિલચાલને સુનિશ્ચિત કરશે નહીં પરંતુ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2036668) Visitor Counter : 121