નાણા મંત્રાલય
કેન્દ્રીય બજેટ 2024-25ની મુખ્ય બાબતો
Posted On:
23 JUL 2024 1:17PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કર્યું હતું. બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છેઃ
ભાગ-એ
અંદાજપત્ર અંદાજો 2024-25:
-
- ઉધાર સિવાયની કુલ પ્રાપ્તિ: '32.07 લાખ કરોડ.
- કુલ ખર્ચઃ '48.21 લાખ કરોડ.
- ચોખ્ખી કર પ્રાપ્તિઃ '25.83 લાખ કરોડ.
- રાજકોષીય ખાધઃ જીડીપીના 4.9 ટકા.
- સરકારનું લક્ષ્ય આગામી વર્ષે ખાધ 4.5 ટકાથી ઓછી રાખવાનું છે.
- ફુગાવો સતત નીચો, સ્થિર રહ્યો છે અને 4 ટકાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે; મુખ્ય ફુગાવો (બિન-ખાદ્ય, બિન-ઇંધણ) 3.1 ટકા છે.
- બજેટમાં રોજગારી, કૌશલ્ય, એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રોજગાર અને કૌશલ્ય માટે પ્રધાનમંત્રીની પાંચ યોજનાઓનું પૅકેજ
- 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગારી, કૌશલ્ય અને અન્ય તકો માટે 5 યોજનાઓ અને પહેલનું પ્રધાનમંત્રીનું પૅકેજ.
- યોજના એ-ફર્સ્ટ ટાઈમર્સઃ ઇ.પી.એફ.ઓ.માં નોંધાયેલા પ્રથમ વખતના કર્મચારીઓને 3 હપ્તામાં 15,000 રૂપિયા સુધીનો એક મહિનાનો પગાર આપવામાં આવશે.
- યોજના બી-ઉત્પાદનમાં રોજગારીનું સર્જનઃ કર્મચારી અને નોકરીદાતા બંનેને રોજગારના પ્રથમ 4 વર્ષમાં તેમનાં ઇ.પી.એફ.ઓ. યોગદાનના સંદર્ભમાં સીધાં નિર્દિષ્ટ સ્તરે પ્રોત્સાહન આપવામાં આવશે.
- યોજના સી-નોકરીદાતાઓને સહાયઃ સરકાર દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓનાં ઈ.પી.એફ.ઓ. યોગદાન માટે 2 વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા સુધીની ભરપાઈ કરશે.
- કૌશલ્ય માટે નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના
- 5 વર્ષના સમયગાળામાં 20 લાખ યુવાનોને કુશળ બનાવવામાં આવશે.
- 1,000 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને હબ અને સ્પોક વ્યવસ્થામાં અપગ્રેડ કરવામાં આવશે.
- 5 વર્ષમાં 1 કરોડ યુવાનો માટે 500 ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશિપ માટેની નવી યોજના
'વિકસિત ભારત'ની દિશામાં બજેટની નવ પ્રાથમિકતાઓઃ
-
- કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
- રોજગાર અને કૌશલ્ય
- સમાવેશી માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
- ઉત્પાદન અને સેવાઓ
- શહેરી વિકાસ
- ઊર્જા સુરક્ષા
- માળખાગત સુવિધાઓ
- નવીનતા, સંશોધન અને વિકાસ અને
- આગામી પેઢીના સુધારા
પ્રાથમિકતા 1: કૃષિમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા
- કૃષિ અને આનુષંગિક ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી.
- ખેડૂતો દ્વારા ખેતી માટે 32 ખેત અને બાગાયત પાકોની 109 ઉચ્ચ ઊપજ આપતી અને આબોહવા-સ્થિતિસ્થાપક જાતો બહાર પાડવામાં આવશે.
- દેશભરમાં 1 કરોડ ખેડૂતોને આગામી 2 વર્ષમાં પ્રમાણપત્ર અને બ્રાન્ડિંગ સાથે કુદરતી ખેતીમાં સામેલ કરવામાં આવશે.
- કુદરતી ખેતી માટે 10,000 જરૂરિયાત આધારિત બાયો-ઇનપુટ સંસાધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.
- 3 વર્ષમાં ખેડૂતો અને તેમની જમીનને આવરી લેવા માટે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)નો અમલ કરવામાં આવશે.
પ્રાથમિકતા 2: રોજગાર અને કૌશલ્ય
- પ્રધાનમંત્રીનાં પૅકેજના ભાગરૂપે, 'રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન' માટેની 3 યોજનાઓનો અમલ કરવામાં આવશે-યોજના એ-ફર્સ્ટ ટાઈમર્સ; યોજના બી-ઉત્પાદનમાં રોજગારીનું સર્જન; યોજના સી-નોકરીદાતાઓને ટેકો.
- કાર્યબળમાં મહિલાઓની વધુ સહભાગિતાને સરળ બનાવવા માટે,
- કામ કરતી મહિલાઓનાં છાત્રાલયો અને ધર્મશાળાઓની સ્થાપના ઔદ્યોગિક સહયોગથી કરવામાં આવશે
- મહિલા-વિશિષ્ટ કૌશલ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે
- મહિલા એસએચજી સાહસો માટે બજારની પહોંચને પ્રોત્સાહન આપવામાં આવશે
કૌશલ્ય વિકાસ
- 5 વર્ષના સમયગાળામાં 20 લાખ યુવાનો માટે પ્રધાનમંત્રીના પૅકેજ હેઠળ કૌશલ્ય માટે નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના.
- 7. 5 લાખ સુધીની લોનની સુવિધા માટે આદર્શ કૌશલ્ય લોન યોજનામાં સુધારો કરવામાં આવશે.
- સરકારી યોજનાઓ અને નીતિઓ હેઠળ કોઈ લાભ માટે પાત્ર ન હોય તેવા યુવાનોને સ્થાનિક સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
પ્રાથમિકતા 3: સર્વસમાવેશક માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય
પૂર્વોદય
- અમૃતસર-કોલકાતા ઔદ્યોગિક કોરિડોરની સાથે ગયા ખાતે ઔદ્યોગિક કેન્દ્ર વિકસાવવામાં આવશે.
- 21,400 કરોડનાં ખર્ચે પીરપૈંતી ખાતે 2400 મેગાવોટના નવા વીજ પ્લાન્ટ સહિત વીજ પરિયોજનાઓ હાથ ધરવામાં આવશે.
આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ
-
-
- વર્તમાન નાણાકીય વર્ષમાં બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા 15,000 કરોડ રૂપિયાની વિશેષ નાણાકીય સહાય.
- વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ ઔદ્યોગિક કોરિડોરની સાથે કોપ્પાર્થી ખાતે અને હૈદરાબાદ-બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોરની સાથે ઓરવાકલ ખાતે ઔદ્યોગિક નોડ.
મહિલા સંચાલિત વિકાસ
- મહિલાઓ અને કન્યાઓને લાભ આપતી યોજનાઓ માટે કુલ 3 લાખ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી.
પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન
- 63,000 ગામડાંઓને આવરી લઈ આદિવાસી બહુમતી ધરાવતાં ગામડાંઓ અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારોનો સામાજિક-આર્થિક વિકાસ, જેનાથી 5 કરોડ આદિવાસી લોકોને લાભ થશે.
ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં બેંક શાખાઓ
- પૂર્વોત્તર ક્ષેત્રમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 શાખાઓ સ્થાપવામાં આવશે.
પ્રાથમિકતા 4: ઉત્પાદન અને સેવાઓ
ઉત્પાદન ક્ષેત્રમાં એમએસએમઇ માટે ધિરાણ ગૅરંટી યોજના
- મશીનરી અને ઉપકરણોની ખરીદી માટે એમએસએમઇને મુદતની લોનમાં કોલેટરલ અથવા થર્ડ-પાર્ટી ગૅરંટી વિના ક્રેડિટ ગૅરંટી યોજના.
તણાવના સમયગાળા દરમિયાન એમએસએમઇને ધિરાણ સહાય
- એમ.એસ.એમ.ઈ.ને તેમના તણાવના સમયગાળા દરમિયાન બેંક ધિરાણ ચાલુ રાખવાની સુવિધા માટે નવી વ્યવસ્થા.
મુદ્રા લોન
- અગાઉની લોનની સફળતાપૂર્વક ચૂકવણી કરનારાઓ માટે 'તરુણ’ શ્રેણી હેઠળની મુદ્રા લોનની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે.
ટી.આર.ઈ.ડી.એસ.માં ફરજિયાત સમાવેશ (ઓનબોર્ડિંગ) માટે વિસ્તૃત કરાયેલો અવકાશ
- TReDS પ્લેટફોર્મ પર ફરજિયાત ઓનબોર્ડિંગ માટે ખરીદદારોના ટર્નઓવરની મર્યાદા 500 કરોડ રૂપિયાથી ઘટાડીને 250 કરોડ રૂપિયા કરવામાં આવશે.
ખાદ્ય વિકિરણ, ગુણવત્તા અને સલામતી પરીક્ષણ માટે એમએસએમઇ એકમો
- એમએસએમઈ ક્ષેત્રમાં 50 બહુ-ઉત્પાદન ખાદ્ય વિકિરણ એકમો સ્થાપવા માટે નાણાકીય સહાય.
ઇ-કોમર્સ નિકાસ કેન્દ્રો
- એમએસએમઇ અને પરંપરાગત કારીગરો માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમનાં ઉત્પાદનો વેચવાં માટે જાહેર-ખાનગી-ભાગીદારી (પીપીપી) પદ્ધતિ હેઠળ ઇ-કોમર્સ નિકાસ કેન્દ્રો સ્થાપવામાં આવશે.
મહત્વપૂર્ણ ખનિજ મિશન
- ઘરેલું ઉત્પાદન, મહત્વપૂર્ણ ખનિજોના રિસાયક્લિંગ અને મહત્વપૂર્ણ ખનિજ સંપત્તિઓના વિદેશી સંપાદન માટે મહત્વપૂર્ણ ખનિજ મિશનની સ્થાપના કરવામાં આવશે.
ખનીજનું દરિયાકાંઠાનું ખાણકામ
- ખાણકામ માટે દરિયાકાંઠાના બ્લોકના પ્રથમ હપ્તાની હરાજી, જે પહેલેથી જ હાથ ધરવામાં આવેલા સંશોધન પર આધારિત છે.
ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ) એપ્લિકેશન્સ
- ક્રેડિટ, ઇ-કોમર્સ, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને ન્યાય, લોજિસ્ટિક્સ, એમએસએમઇ, સેવાઓ વિતરણ અને શહેરી શાસનનાં ક્ષેત્રોમાં ડી.પી.આઈ. એપ્લિકેશનો વિકસાવવી.
પ્રાથમિકતા 5: શહેરી વિકાસ
પરિવહનલક્ષી વિકાસ
- 30 લાખથી વધુ વસ્તી ધરાવતાં 14 મોટાં શહેરોને અમલમાં મૂકવા અને નાણાં પૂરા પાડવા માટે પરિવહનલક્ષી વિકાસ યોજનાઓ અને વ્યૂહરચનાઓ ઘડવી.
શહેરી આવાસ
- 1 કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની રહેઠાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ આગામી 5 વર્ષમાં 2.2 લાખ કરોડની કેન્દ્રીય સહાય સહિત 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ.
શેરી બજારો
- આગામી 5 વર્ષ માટે પસંદગીનાં શહેરોમાં દર વર્ષે 100 સાપ્તાહિક 'હાટ' અથવા સ્ટ્રીટ ફૂડ હબના વિકાસને ટેકો આપવા માટે નવી યોજના.
પ્રાથમિકતા 6: ઊર્જા સુરક્ષા
ઊર્જા સંક્રાંતિ
- રોજગાર, વૃદ્ધિ અને પર્યાવરણીય સ્થિરતાની અનિવાર્યતાઓને સંતુલિત કરવા માટે 'ઊર્જા સંક્રાંતિ માર્ગો' પર નીતિગત દસ્તાવેજ બહાર લાવવામાં આવશે.
પમ્પ્ડ સંગ્રહ નીતિ
- વીજળીના સંગ્રહ માટે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટેની નીતિ બહાર પાડવામાં આવશે.
નાના અને મોડ્યુલર પરમાણુ રિએક્ટરોનું સંશોધન અને વિકાસ
- ભારત સ્મોલ મોડ્યુલર રિએક્ટરનાં સંશોધન અને વિકાસ માટે અને પરમાણુ ઊર્જા માટે નવી તકનીકો માટે અને ભારત સ્મોલ રિએક્ટર સ્થાપવા માટે સરકાર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે.
અદ્યતન અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ્સ
- એડવાન્સ્ડ અલ્ટ્રા સુપર ક્રિટિકલ (એયુએસસી) ટેકનોલોજીનો ઉપયોગ કરીને 800 મેગાવોટનો સંપૂર્ણ વ્યાવસાયિક પ્લાન્ટ સ્થાપવા માટે એનટીપીસી અને ભેલ વચ્ચે સંયુક્ત સાહસની દરખાસ્ત.
'હાર્ડ ટુ એબેટ "ઉદ્યોગો માટે રોડમેપ
- વર્તમાન 'દેખાવ, સિદ્ધિ અને વેપાર' મોડમાંથી 'ભારતીય કાર્બન બજાર' મોડમાં 'હાર્ડ ટુ એબેટ' ઉદ્યોગોના સંક્રમણ માટે યોગ્ય નિયમો લાગુ કરવામાં આવશે.
પ્રાથમિકતા 7: માળખાગત સુવિધાઓ
કેન્દ્ર સરકાર દ્વારા માળખાગત સુવિધાઓમાં રોકાણ
- મૂડી ખર્ચ માટે 11,11,111 કરોડ (જીડીપીના 3.4 ટકા)ની જોગવાઈ કરવામાં આવશે.
રાજ્ય સરકારો દ્વારા માળખાગત સુવિધાઓમાં રોકાણ
- માળખાગત રોકાણમાં રાજ્યોને ટેકો આપવા માટે લાંબા ગાળાની વ્યાજમુક્ત લોન માટે 1.50 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (પીએમજીએસવાય)
- 25,000 ગ્રામીણ વસાહતોને બારમાસી જોડાણ પ્રદાન કરવા માટે પીએમજીએસવાયના ચોથા તબક્કાનો પ્રારંભ.
સિંચાઈ અને પૂર શમન
- બિહારમાં કોશી-મેચી આંતરરાજ્ય જોડાણ અને અન્ય યોજનાઓ જેવી પરિયોજનાઓને 11,500 કરોડ રૂપિયાની નાણાકીય સહાય.
- સરકાર આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમને પૂર, ભૂસ્ખલન અને અન્ય સંબંધિત પરિયોજનાઓ માટે સહાય પૂરી પાડશે.
પ્રવાસન
- વિષ્ણુપદ મંદિર કોરિડોર, મહાબોધિ મંદિર કોરિડોર અને રાજગીરનો વ્યાપક વિકાસ.
- ઓડિશાનાં મંદિરો, સ્મારકો, કારીગરી, વન્યજીવ અભયારણ્યો, કુદરતી લેન્ડસ્કેપ્સ અને અસલ દરિયાકિનારાના વિકાસ માટે સહાય.
પ્રાથમિકતા 8: નવીનતા, સંશોધન અને વિકાસ
- મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઇપ વિકાસ માટે અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ભંડોળ કાર્યરત કરવામાં આવશે.
- વાણિજ્યિક સ્તરે ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું નાણાકીય ભંડોળ પૂરું પાડવું.
અવકાશ અર્થતંત્ર
- આગામી 10 વર્ષમાં અવકાશ અર્થતંત્રનાં 5 ગણા વિસ્તરણ માટે 1000 કરોડ રૂપિયાનું સાહસ મૂડી ભંડોળ ઊભું કરવામાં આવશે.
પ્રાથમિકતા 9: આગામી પેઢીના સુધારા
ગ્રામીણ જમીન સંબંધિત ક્રિયાઓ
- તમામ જમીનો માટે યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર (યુએલપીઆઇએન) અથવા ભૂ-આધાર
- જમીન માલિકી નકશાનું ડિજિટાઇઝેશન
- વર્તમાન માલિકી અનુસાર નકશાના પેટા વિભાગોનું સર્વેક્ષણ
- જમીન નોંધણીની સ્થાપના
- ખેડૂતોની રજિસ્ટ્રી સાથે જોડવું
શહેરી જમીન સંબંધિત ક્રિયાઓ
- શહેરી વિસ્તારોમાં જમીનના રેકોર્ડને જીઆઈએસ મેપિંગ સાથે ડિજિટાઇઝ કરવામાં આવશે.
શ્રમિકો માટેની સેવાઓ
- આવા વન-સ્ટોપ સોલ્યુશનને સરળ બનાવવા માટે અન્ય પોર્ટલ સાથે ઇ-શ્રમ પોર્ટલનું એકીકરણ.
- ઝડપથી બદલાતાં શ્રમ બજાર, કૌશલ્ય જરૂરિયાતો અને ઉપલબ્ધ નોકરીની ભૂમિકાઓ માટે ઓપન આર્કિટેક્ચર ડેટાબેઝ.
- સંભવિત નોકરીદાતાઓ અને કૌશલ્ય પ્રદાતાઓ સાથે નોકરીના ઈચ્છુક લોકોને જોડવાની વ્યવસ્થા.
એન.પી.એસ. વાત્સલ્ય
- એન.પી.એસ.-વાત્સલ્ય સગીર માટે માતાપિતા અને વાલીઓ દ્વારા યોગદાન માટેની યોજના તરીકે.
ભાગ બી
પરોક્ષ કરવેરા
જીએસટી
- જી.એસ.ટી.ની સફળતાથી ઉત્સાહિત થઈને, બાકીનાં ક્ષેત્રોમાં જી.એસ.ટી.નો વિસ્તાર કરવા માટે કરવેરાનું માળખું સરળ અને તર્કસંગત બનાવવામાં આવશે.
ક્ષેત્ર વિશિષ્ટ કસ્ટમ્સ ડ્યુટી દરખાસ્તો
દવાઓ અને તબીબી ઉપકરણો
- ત્રણ કેન્સર દવાઓ એટલે કે ટ્રસ્ટુઝુમાબ-ડેરક્સટેકન, ઓસિમર્ટિનિબ અને ડર્વાલુમાબને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
- તબક્કાવાર ઉત્પાદન કાર્યક્રમ હેઠળ તબીબી એક્સ-રે મશીનોમાં ઉપયોગ માટે એક્સ-રે ટ્યુબ અને ફ્લેટ પેનલ ડિટેક્ટર્સ પર મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી (BCD)માં ફેરફારો.
મોબાઇલ ફોન અને સંબંધિત ભાગો
- મોબાઇલ ફોન, મોબાઇલ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (પી.સી.બી.એ.) અને મોબાઇલ ચાર્જર પર બી.સી.ડી. ઘટીને 15 ટકા થઈ ગઈ છે.
કિંમતી ધાતુઓ
- સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા અને પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6.40 ટકા કરવામાં આવી છે.
અન્ય ધાતુઓ
- ફેર્રો નિકલ અને બ્લિસ્ટર કોપર પર બીસીડી દૂર કરવામાં આવે છે.
- ફેરસ સ્ક્રેપ અને નિકલ કેથોડ પર બીસીડી દૂર કરવામાં આવે છે.
- તાંબાના ભંગાર પર 2.50 ટકાની રાહતવાળી બીસીડી.
ઇલેક્ટ્રોનિક્સ
- પ્રતિરોધકના ઉત્પાદન માટે ઓક્સિજન મુક્ત તાંબા પર શરતોને આધિન બીસીડી દૂર કરવામાં આવે છે.
રસાયણો અને પેટ્રોકેમિકલ્સ
- એમોનિયમ નાઇટ્રેટ પર બીસીડી 7.5 ટકાથી વધીને 10 ટકા કરાઈ છે.
પ્લાસ્ટિક
- પીવીસી ફ્લેક્સ બેનરો પર બી.સી.ડી. 10 ટકાથી વધીને 25 ટકા થઈ છે.
દૂરસંચાર ઉપકરણો
- ચોક્કસ ટેલિકોમ ઉપકરણોના પી.સી.બી.એ. પર બી.સી.ડી. 10 ટકાથી વધીને 15 ટકા થઈ છે.
વેપારની સુવિધા
- સ્થાનિક ઉડ્ડયન અને હોડી અને જહાજ એમ.આર.ઓ.ને પ્રોત્સાહન આપવા માટે, સમારકામ માટે આયાત કરેલા માલસામાનની નિકાસ માટેનો સમયગાળો છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે.
- વૉરંટી હેઠળ સમારકામ માટે માલની પુનઃ આયાત માટેની સમય મર્યાદા ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ ખનીજ
- 25 મહત્વપૂર્ણ ખનીજોને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
- બે મહત્વપૂર્ણ ખનીજો પર બીસીડી ઘટી છે.
સૌર ઊર્જા
- સૌર કોષો અને પેનલ્સનાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી મૂડીગત ચીજવસ્તુઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
દરિયાઈ ઉત્પાદનો
- અમુક બ્રૂડસ્ટોક, પોલીકેટ વોર્મ્સ, ઝીંગા અને માછલીના ખોરાક પર બી.સી.ડી. ઘટીને 5 ટકા થઈ ગઈ છે.
- ઝીંગા અને માછલીના ખોરાકનાં ઉત્પાદન માટેના વિવિધ ઇનપુટ્સને કસ્ટમ્સ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ચામડું અને કાપડ
- બતક અથવા હંસમાંથી રિઅલ ડાઉન ફિલિંગ સામગ્રી પર બી.સી.ડી. ઘટાડાઈ છે.
- સ્પાન્ડેક્સ યાર્નનાં ઉત્પાદન માટે મિથાઈલીન ડિફેનિલ ડાયસોસાયનેટ (એમ.ડી.આઈ.) પરની બી.સી.ડી.ને શરતોને આધીન 7.5 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
પ્રત્યક્ષ કરવેરા
- કરવેરાને સરળ બનાવવા, કરદાતાની સેવાઓમાં સુધારો કરવા, કરવેરાની નિશ્ચિતતા પૂરી પાડવા અને મુકદ્દમા ઘટાડવાના પ્રયાસો ચાલુ રાખવા.
- સરકારની વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના ભંડોળ માટે આવકમાં વધારો કરવો.
- નાણાકીય વર્ષ 23માં સરળ કરવેરા વ્યવસ્થામાંથી કોર્પોરેટ કરના 58 ટકા, નાણાકીય વર્ષ 24માં બે તૃતીયાંશ કરતાં વધુ કરદાતાઓએ વ્યક્તિગત આવકવેરાની સરળ કરવેરા વ્યવસ્થાનો લાભ લીધો હતો.
ચેરિટી માટે અને ટી.ડી.એસ.નું સરળીકરણ
- સખાવતી સંસ્થાઓ માટે બે કર મુક્તિ વ્યવસ્થાઓને એકમાં ભેળવી દેવામાં આવશે.
- ઘણી ચૂકવણીઓ પર 5 ટકા ટીડીએસ દર 2 ટકા ટીડીએસ દરમાં ભેળવી દેવાયો.
- મ્યુચ્યુઅલ ફંડ અથવા યુ.ટી.આઈ. દ્વારા યુનિટ્સની પુનઃખરીદી પર 20 ટકા ટી.ડી.એસ. દર પાછો ખેંચવામાં આવ્યો છે.
- ઇ-કોમર્સ ઓપરેટરો પરનો ટી.ડી.એસ. દર એક ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે.
- નિવેદન દાખલ કરવાની નિયત તારીખ સુધી ટી.ડી.એસ.ની ચુકવણીમાં વિલંબને અપરાધમુક્ત કરવામાં આવ્યો છે.
પુનઃ આકારણીનું સરળીકરણ
- જો રહી ગયેલી આવક ₹ 50 લાખ કે તેથી વધુ હોય તો જ આકારણી વર્ષના અંતથી ત્રણ વર્ષથી આગળ પાંચ વર્ષ સુધી આકારણી ફરી ખોલી શકાય છે.
- સર્ચ શોધના કિસ્સાઓમાં, સમય મર્યાદા શોધના વર્ષના દસ વર્ષથી ઘટાડીને છ વર્ષ કરવામાં આવે છે.
મૂડી લાભોનું સરળીકરણ અને તર્કસંગતકરણ
- અમુક નાણાકીય અસ્કયામતો પર ટૂંકા ગાળાના લાભ પર 20 ટકાનો કરવેરાનો દર લાગશે
- તમામ નાણાકીય અને બિન-નાણાકીય અસ્કયામતો પર લાંબા ગાળાના મૂડી લાભ પર 12.50 ટકાના કરવેરાના દર લાગશે.
- ચોક્કસ નાણાકીય અસ્કયામતો પર મૂડી લાભની મુક્તિ મર્યાદા વધારીને વર્ષે ₹ 1.25 લાખ કરવામાં આવી છે.
કરદાતાની સેવાઓ
- કસ્ટમ્સ અને આવકવેરાની બાકીની તમામ સેવાઓ, જેમાં સુધારા અને અપીલના આદેશોને અમલમાં મૂકવાનો આદેશ સામેલ છે, તેને આગામી બે વર્ષમાં ડિજિટલ કરવામાં આવશે.
મુકદ્દમા અને અપીલ
- અપીલમાં પડતર આવકવેરાના વિવાદોના સમાધાન માટે 'વિવાદ સે વિશ્વાસ યોજના, 2024'.
- ટેક્સ ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટ ટેક્સ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ સંબંધિત અપીલ દાખલ કરવા માટેની નાણાકીય મર્યાદા વધારીને અનુક્રમે ₹ 60 લાખ, ₹ 2 કરોડ અને ₹ 5 કરોડ કરવામાં આવી છે.
- મુકદ્દમા ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પ્રદાન કરવા માટે સલામત હાર્બરના નિયમોનું વિસ્તરણ કરવામાં આવ્યું.
રોજગાર અને રોકાણ
- સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમને મજબૂત કરવા માટે તમામ વર્ગના રોકાણકારો માટે એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે.
- ભારતમાં ક્રૂઝ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક ક્રૂઝનું સંચાલન કરતી વિદેશી શિપિંગ કંપનીઓ માટે સરળ કર વ્યવસ્થા.
- દેશમાં કાચા હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓ માટે સેફ હાર્બર દર.
- વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સનો દર 40 ટકાથી ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે.
કરવેરાનો આધાર વધારવો
- સિક્યુરિટીઝના ફ્યુચર્સ અને ઓપ્શન પર સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધીને અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા થયો છે.
- શેરના બાયબેક પર પ્રાપ્તકર્તાના હાથમાં પ્રાપ્ત થતી આવક પર કર લાદવામાં આવશે.
સામાજિક સુરક્ષા લાભો.
- નોકરીદાતાઓ દ્વારા એન.પી.એસ. તરફના ખર્ચની કપાત કર્મચારીના પગારના 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવશે.
- 20 લાખ રૂપિયા સુધીની નાની જંગમ વિદેશી અસ્કયામતોની જાણ ન કરવી એને બિન-અપરાધ કરવામાં આવી
નાણાં બિલમાં અન્ય મુખ્ય દરખાસ્તો
- 2 ટકાની ઇક્વલાઇઝેશન લેવી પાછી ખેંચી લેવામાં આવી.
નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિગત આવકવેરામાં ફેરફારો
- પગારદાર કર્મચારીઓ માટે પ્રમાણભૂત કપાત ₹50,000થી વધારીને ₹75,000 કરવામાં આવી છે.
- પેન્શનરો માટે પારિવારિક પેન્શન પરની કપાત ₹15,000/- થી વધારીને ₹25,000/- કરવામાં આવી
- કરવેરાના દરનું સુધારેલું માળખુંઃ
0-3 લાખ રૂપિયા
|
શૂન્ય
|
3-7 લાખ રૂપિયા
|
5 ટકા
|
7-10 લાખ રૂપિયા
|
10 ટકા
|
10-12 લાખ રૂપિયા
|
15 ટકા
|
12-15 લાખ રૂપિયા
|
20 ટકા
|
15 લાખ રૂપિયાથી વધુ
|
30 ટકા
|
- નવી કર વ્યવસ્થામાં પગારદાર કર્મચારી આવકવેરામાં ₹17,500/- સુધીની બચત કરશે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2035803)
Visitor Counter : 2687
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Nepali
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada