શ્રમ અને રોજગાર મંત્રાલય
ડો. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
11 JUN 2024 2:24PM by PIB Ahmedabad
ડો. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી પદનો હવાલો સંભાળ્યો હતો. તેઓ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત પ્રધાનનો પોર્ટફોલિયો પણ ધરાવે છે.


મંત્રીશ્રીનું સ્વાગત એલએન્ડઇનાં સચિવ સુશ્રી સુમિતા દાવરાએ તથા મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું.
ડૉ. માંડવિયા અગાઉની સરકારમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી હતા.
ડો. માંડવિયાએ ગુજરાતના પોરબંદરથી લોકસભા બેઠક જીતી હતી. આ પહેલા તેઓ 2012-2024 સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. તેઓ 2002-2007 દરમિયાન પાલિતાણાથી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા.
AP/GP
(रिलीज़ आईडी: 2024025)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam