પ્રધાનમંત્રીનું કાર્યાલય

PMAY હેઠળ 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી મકાનો કરોડો ભારતીયો માટે 'ઇઝ ઑફ લિવિંગ' અને ગૌરવને પ્રોત્સાહન આપે છે: પીએમ

Posted On: 10 JUN 2024 9:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી મકાનોનો નિર્ણય આપણા રાષ્ટ્રની આવાસ જરૂરિયાતોને સંબોધિત કરવા અને દરેક નાગરિક સારી ગુણવત્તાયુક્ત જીવન જીવે તે સુનિશ્ચિત કરવા સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

કરોડો ભારતીયો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ અને ગૌરવ માટે પ્રોત્સાહન!

કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધુ વિસ્તૃત કરવાનો અને 3 કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી મકાનો બાંધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આપણા રાષ્ટ્રની આવાસ જરૂરિયાતોને સંબોધિત કરવા અને દરેક નાગરિક જીવનની સારી ગુણવત્તા તરફ દોરી જાય તેની ખાતરી કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. PMAYનું વિસ્તરણ સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક કલ્યાણ માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે."

AP/GP/JD



(Release ID: 2023877) Visitor Counter : 88