પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રપતિ બિડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીવખત ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રીએ તેને લોકતંત્ર અને લોકતાંત્રિક વિશ્વની જીત ગણાવી

બંને નેતાઓ વૈશ્વિક ભલાઈ માટે ભારત-યુએસ ભાગીદારીને વધુ મજબૂત કરવા સંમત થયા

નેતાઓએ સંપર્કમાં રહેવા માટેની સહમતિ વ્યક્ત કરી

Posted On: 05 JUN 2024 11:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન સાથે ટેલિફોન પર વાતચીત કરી.

રાષ્ટ્રપતિ બિડેને ઐતિહાસિક ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકે ફરીથી ચૂંટાવા બદલ પ્રધાનમંત્રીને હાર્દિક અભિનંદન પાઠવ્યા.

રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માનતા પ્રધાનમંત્રીએ તેને લોકતંત્ર અને લોકતાંત્રિક વિશ્વની જીત ગણાવી.

બંને નેતાઓએ વૈશ્વિક ભલાઈ માટે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું યથાવત રાખવા પર સહમતિ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ હાલ ચાલી રહેલા ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપના સફળ સહ-યજમાન માટે પણ પોતાની શુભેચ્છાઓ આપી. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2023053) Visitor Counter : 75