નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

સીબીઆઇસીએ 26 જૂન, 2024 સુધીમાં હિતધારકો પાસેથી પૂર્વ-નિર્ધારિત ફોર્મેટમાં 'સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024'ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા

Posted On: 04 JUN 2024 2:36PM by PIB Ahmedabad

નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) 26 જૂન 2024 સુધીમાં હિતધારકો પાસેથી 'સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024'ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા છે.

સીબીઆઇસીએ 'સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024'નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એક વખત આ ખરડો અમલી બન્યા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, 1944નું સ્થાન લેશે. આ વિધેયકનો ઉદ્દેશ વ્યાપક આધુનિક કેન્દ્રીય આબકારી કાયદો ઘડવાનો છે, જેમાં વેપાર-વાણિજ્ય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા અને જૂની અને નિરર્થક જોગવાઈઓને રદ કરવા પર ભાર મૂકવામાં આવશે. વિધેયકમાં બાર પ્રકરણો, 114 (એકસો ચૌદ) વિભાગો અને બે અનુસૂચિનો સમાવેશ થાય છે.

પૂર્વ-કાયદાકીય પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે, 'સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024'નો ડ્રાફ્ટ સીબીઆઇસીની વેબસાઇટ [https://www.cbic.gov.in] પર અપલોડ કરવામાં આવ્યો છે, જેથી 21 દિવસની અંદર નીચેના ફોર્મેટમાં હિતધારકો પાસેથી સૂચનો મંગાવવામાં આવે.

સૂચનો/ ટિપ્પણીઓ/ દેખાવો મોકલવા માટેનું ફોર્મેટ

ક્રમ નં.

ડ્રાફ્ટ બિલની કલમ નં.

કલમનું શીર્ષક

સૂચિત ફેરફાર, જો કોઈ હોય તો

કારણો/ ટિપ્પણીઓ/ નોંધ

 

ઉપરોક્ત ફોર્મેટમાં ખરડાના મુસદ્દા અંગેના સૂચનો/ટિપ્પણીઓ ઈ-મેઈલ cx.stwing[at]gov[dot]in પર ક્યાં તો MS વર્ડ (અથવા સુસંગત ફોર્મેટ) અથવા મશીન-વાંચી શકે તેવા પીડીએફ ફોર્મેટમાં મોકલી શકાય છે.

AP/GP/JD


(Release ID: 2022731) Visitor Counter : 165