પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂતાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પ્રધાનમંત્રી મોદીએ, ફેબ્રુઆરી 2024માં પદભાર સંભાળ્યા પછી ભારતની પ્રથમ વિદેશ યાત્રા પર પ્રધાનમંત્રી શેરિંગ તોબગેનું સ્વાગત કર્યું હતું
બંને નેતાઓએ વિશેષ અને અનન્ય દ્વિપક્ષીય મિત્રતાને વધારે મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી હતી
પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ ભારતને ભૂતાનનાં લોકોનાં વિકાસમાં વિશ્વસનિય, ભરોસાપાત્ર અને મૂલ્યવાન ભાગીદાર ગણાવ્યું હતું
પ્રધાનમંત્રી મોદીએ આવતા અઠવાડિયે ભૂતાનની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકાર્યું
પોસ્ટેડ ઓન:
15 MAR 2024 10:22AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ દાશો શેરિંગ તોબગે સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી શેરિંગ તોબગે સત્તાવાર મુલાકાતે ભારતની મુલાકાતે આવ્યા છે, જેઓ ફેબ્રુઆરી 2024માં પદભાર સંભાળ્યા પછીની તેમની આ પ્રથમ વિદેશ યાત્રા છે.
બંને નેતાઓએ દ્વિપક્ષીય ભાગીદારીનાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં માળખાગત વિકાસ, જોડાણ, ઊર્જા, હાઇડ્રોપાવર સહકાર, લોકો વચ્ચે આદાનપ્રદાન અને વિકાસલક્ષી સહકાર સામેલ છે. તેમણે વિશેષ અને અનન્ય ભારત-ભૂતાન મૈત્રીને વધારે મજબૂત કરવાની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
ભૂતાનના પ્રધાનમંત્રીએ ભૂતાનની વિકાસલક્ષી પ્રાથમિકતાઓમાં વિશ્વસનીય, વિશ્વાસપાત્ર અને મૂલ્યવાન ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
મહામહિમ ભૂતાનના રાજા વતી પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ પ્રધાનમંત્રી મોદીને આગામી સપ્તાહે ભૂતાનની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2014800)
મુલાકાતી સંખ્યા : 190
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam