પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમામ વર્ગના લોકોને નવા મતદારોમાં 'મેરા પહલા વોટ દેશ કે લિયે' ઝુંબેશનો સંદેશ ફેલાવવા અપીલ કરી

Posted On: 27 FEB 2024 1:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ વર્ગના લોકોને નવા મતદારોમાં 'મેરા પહલા વોટ દેશ લિયે' અભિયાનનો સંદેશ ફેલાવવા અપીલ કરી છે.

પ્રથમ વખતના મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને યુવા મતદારોને તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે 'મેરા પહલા વોટ દેશ કે લિએ' થીમવાળી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે X હેન્ડલ પર 'મેરા પહલા વોટ દેશ કે લિએ' ગીત શેર કર્યું અને દરેકને શેર કરવા કહ્યું.

કેન્દ્રીય મંત્રીની પૂર્વ પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:-

ચાલો આપણે આપણી ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવીએ. હું જીવનના તમામ ક્ષેત્રના લોકોને તેમની પોતાની રીતે પ્રથમ વખતના મતદારો વચ્ચે સંદેશ ફેલાવવા માટે આહ્વાન કરું છું - #MeraPelahVoteDeshKeLiye!"

YP/AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2009377) Visitor Counter : 97