પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કુવૈતના નવા અમીરને અભિનંદન પાઠવ્યા
Posted On:
20 DEC 2023 10:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુવૈતના નવા અમીર તરીકેની જવાબદારી સંભાળવા બદલ મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ભારત-કુવૈત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે, જેનાથી મધ્ય પૂર્વના દેશમાં ભારતીય સમુદાયનો વિકાસ થશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"કુવૈત રાજ્યના અમીર તરીકેની જવાબદારી સંભાળવા બદલ મહામહિમ શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહને શુભેચ્છાઓ અને અભિવાદન. વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં આપણા સંબંધો વધુ મજબૂત બનશે અને કુવૈતમાં ભારતીય સમુદાયની પ્રગતિ ચાલુ રહેશે. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1989031)
Visitor Counter : 130
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam