પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે બેઠક
Posted On:
01 DEC 2023 7:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બર, 2023ના રોજ યુએઈમાં સીઓપી-28 સમિટની સાથે-સાથે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદને સીઓપી-28 શિખર સંમેલન સફળતાપૂર્વક યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સીઓપી-28માં ગ્રીન ક્લાઇમેટ પ્રોગ્રામ (જીસીપી) પર ઉચ્ચ-સ્તરીય કાર્યક્રમનું સહ-આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનો આભાર પણ માન્યો હતો.
બંને નેતાઓએ તેમનાં વિસ્તૃત અને જીવંત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. તેઓએ ઇઝરાઇલ-હમાસ સંઘર્ષ પર પણ અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને આગામી મહિને ભારતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ આપ્યું હતું.
CB/GP/JD
(Release ID: 1981750)
Visitor Counter : 128
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam