સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રસ્તાવિત નેશનલ ફાર્મસી કમિશન બિલ 2023 પર સામાન્ય લોકો પાસેથી ટિપ્પણીઓ મગાવાઈ
प्रविष्टि तिथि:
20 NOV 2023 11:56AM by PIB Ahmedabad
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નેશનલ ફાર્મસી કમિશનની સ્થાપના કરવા અને ફાર્મસી એક્ટ, 1948ને રદ્દ કરવા માટે નેશનલ ફાર્મસી કમિશન બિલ, 2023ને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તે મુજબ, એક ડ્રાફ્ટ નેશનલ ફાર્મસી કમિશન બિલ તૈયાર કરવામાં આવ્યો છે અને 14-11-2023ના રોજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ (સમાચાર અને હાઇલાઇટ્સ વિભાગમાં) 10-11-2023 ની જાહેર સૂચના દ્વારા મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે.
આ સૂચના સૂચિત કાયદાને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય જનતા/હિતધારકોની ટિપ્પણીઓ માંગે છે. ટિપ્પણીઓ 14-12-2023 સુધી hrhcell-mohfw[at]nic[dot]in અથવા publiccommentsahs[at]gmail[dot]com પર ઈ-મેલ દ્વારા આપી શકાશે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1978132)
आगंतुक पटल : 274