પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગા થેવરને તેમની પવિત્ર ગુરુ પૂજા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
30 OCT 2023 8:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગા થેવરને તેમની પવિત્ર ગુરુ પૂજા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, પાસ્મ્પોન મુથુરામલિંગા થેવરનાં કાલાતીત સિદ્ધાંતો આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
પ્રધાનમંત્રી શ્રીએ એક્સ પર પોસ્ટ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે તેમની પવિત્ર ગુરુ પૂજા પર આદરણીય પાસુમ્પોન મુથુરામલિંગા થેવરને અમારી ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સમાજના ઉત્થાન, એકતાને સમર્થન આપતો તેમનો આધ્યાત્મિક માર્ગ, ખેડૂતોની સમૃદ્ધિ અને ગરીબી નાબૂદીમાં ઊંડાં મૂળિયાં ધરાવતું તેમનું સમૃદ્ધ કાર્ય રાષ્ટ્રીય પ્રગતિના માર્ગને પ્રકાશિત કરવાનું ચાલુ રાખે છે. તેમના કાલાતીત સિદ્ધાંતો આવનારી પેઢીઓ માટે પ્રેરણાની દીવાદાંડી બની રહે છે."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1973199)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam