પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની R2 10m એર રાઈફલ સ્ટેન્ડ SH1 ઇવેન્ટમાં અવની લેખારાને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા

Posted On: 23 OCT 2023 6:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં મહિલાઓની R2 10m એર રાઈફલ સ્ટેન્ડ SH1 ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અવની લેખરાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

અવની લેખરાને મહિલાઓની R2 10m એર રાઈફલ સ્ટેન્ડ SH1 એશિયન પેરા ગેમ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન. તેનું અદ્ભુત કૌશલ્ય અને નિશ્ચય તેજસ્વી રીતે ઝળક્યા છે, જે આપણા રાષ્ટ્ર માટે ફરી એક વખત ગૌરવ લાવ્યા છે! તેને આગળના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970353) Visitor Counter : 98