ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિયાલદાહમાં દુર્ગાપૂજા પંડાલનું ઉદઘાટન કર્યું


આ દુર્ગા પંડાલ અયોધ્યામાં પૂર્ણ થતા પહેલા જ રામ મંદિરનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યું છે

સત્યની રક્ષા માટે મા દુર્ગાએ હંમેશા રકતબીજથી લઈને શુંભા-નિશુંભ સુધી અનેક રાક્ષસો સાથે લડીને માર્યા, આ નવ દિવસ પશ્ચિમ બંગાળ માટે તહેવારના દિવસો છે જ્યારે સમગ્ર બંગાળ મા દુર્ગાની ભક્તિમાં લીન છે

કેન્દ્રીય ગૃહમંત્રીનું કહેવું છે કે તેઓ બંગાળ સહિત સમગ્ર દેશના લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મા દુર્ગાને પ્રાર્થના કરવા અને મા દુર્ગાના આશીર્વાદ લેવા માટે પશ્ચિમ બંગાળ આવ્યા છે

શ્રી અમિત શાહ કહે છે કે તેઓ મા દુર્ગાને પણ પ્રાર્થના કરે છે કે તેઓ ટૂંક સમયમાં જ બંગાળમાંથી ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારોનો અંત લાવવાની શક્તિ આપે

Posted On: 16 OCT 2023 6:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના સિયાલદાહમાં દુર્ગાપૂજા પંડાલનું ઉદઘાટન કર્યું હતું.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે તેઓ અહીં મા દુર્ગાના આશીર્વાદ લેવા જ આવ્યા છે. તેમણે કહ્યું કે મા દુર્ગા હંમેશા સત્યની રક્ષા માટે લડ્યા અને રક્તબીજથી લઈને શુંભા-નિશુંભ સુધી ઘણા રાક્ષસોને મારી નાખ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ નવ દિવસ પશ્ચિમ બંગાળ માટે ઉત્સવનાં દિવસો છે, જ્યારે સમગ્ર બંગાળમાં તમામ પંડાલો મા દુર્ગાની ભક્તિમાં લીન છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે નવરાત્રી દરમિયાન આખો દેશ મા દુર્ગાની અલગ અલગ રૂપોમાં પૂજા કરે છે. ગુજરાતમાં મા દુર્ગાના મંડપને સજાવીને પૂજા કરવામાં આવે છે, પૂર્વ ભારતમાં લોકો દુર્ગાપૂજાના પંડાલોમાં શક્તિની પૂજા કરે છે અને ઉત્તર ભારતમાં પણ લોકો અનેક વિધિઓ દ્વારા શક્તિની પૂજા કરે છે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેઓ બંગાળ સહિત સમગ્ર દેશનાં લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મા દુર્ગાને પ્રાર્થના કરવા આવ્યાં છે. તેમણે કહ્યું કે તેઓ મા દુર્ગાને પણ પ્રાર્થના કરે છે કે તેઓ ટૂંક સમયમાં બંગાળમાંથી ભ્રષ્ટાચાર, અન્યાય અને અત્યાચારોને સમાપ્ત કરવાની શક્તિ આપે. તેમણે ઉમેર્યું હતું કે, આ દુર્ગા પંડાલ અયોધ્યામાં રામ મંદિર પૂર્ણ થાય એ અગાઉ જ રામ મંદિરનો સંદેશો સમગ્ર દુનિયામાં ફેલાવી રહ્યો છે.

CB/GP/JD



(Release ID: 1968215) Visitor Counter : 127