પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 22 સપ્ટેમ્બરનાં રોજ ટીમ જી20 સાથે વાતચીત કરશે
જી-20 શિખર સંમેલનની સફળતા સુનિશ્ચિત કરવા માટે આશરે 3000 લોકો કે જેમણે કામ કર્યું છે તેઓ આ ચર્ચામાં ભાગ લેશે
ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા અધિકારીઓને સામેલ કરવા માટે ક્રિયાપ્રતિક્રિયા; વિવિધ મંત્રાલયોના મંત્રીઓ અને અધિકારીઓ પણ ભાગ લેશે
प्रविष्टि तिथि:
21 SEP 2023 9:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે ભારત મંડપમમાં ટીમ જી20 સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વાતચીત પછી રાત્રિભોજન થશે.
આ વાર્તાલાપમાં આશરે 3000 લોકો ભાગ લેશે, જેમણે જી-20 સમિટની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાં ખાસ કરીને તે લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમણે સમિટના સુવ્યવસ્થિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે. આમાં વિવિધ મંત્રાલયોના સફાઇ કામદારો, ડ્રાઇવરો, વેઇટર્સ અને અન્ય સ્ટાફ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સંવાદમાં વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
CB/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1959521)
आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam