પ્રધાનમંત્રીનું કાર્યાલય
બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
प्रविष्टि तिथि:
10 SEP 2023 8:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે 10 સપ્ટેમ્બર 2023ના રોજ, નવી દિલ્હીમાં G20 સમિટની સાથે સાથે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ બેઠક યોજી હતી.
રાષ્ટ્રપતિ લુલાએ ભારતના G20 પ્રેસિડેન્સીની સફળતા માટે પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ આવતા વર્ષે બ્રાઝિલના G20 પ્રેસિડન્સી માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
ભારત - બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા થઈ, જેમાં બાયો-ઈંધણ, ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ આધારિત ઉદ્યોગો, અવકાશ અને ઉડ્ડયનમાં સહકારનો સમાવેશ થાય છે.
બેઠકના અંતે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
CB/GP/JD
(रिलीज़ आईडी: 1956161)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam