પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાજસ્થાનમાં પીએમના કાર્યક્રમમાં રાજસ્થાનના સીએમની હાજરી અંગે પીએમઓએ ટ્વીટ કર્યું
प्रविष्टि तिथि:
27 JUL 2023 10:42AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી કાર્યાલયે રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરી અંગેની ટ્વીટના જવાબમાં નીચેનું ટ્વીટ જારી કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સીકરની મુલાકાતે છે.
પ્રધાનમંમત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"શ્રી @ashokgehlot51 જી,
પ્રોટોકોલ અનુસાર, તમને યોગ્ય રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમારું ભાષણ પણ સ્લોટ કરવામાં આવ્યું છે. પરંતુ, તમારી ઓફિસે કહ્યું કે તમે જોડાઈ શકશો નહીં.
PM @narendramodi ની અગાઉની મુલાકાતો દરમિયાન પણ તમને હંમેશા આમંત્રિત કરવામાં આવ્યા છે અને તમે તમારી હાજરીથી તે કાર્યક્રમોને પણ માણ્યા છે.
આજના કાર્યક્રમમાં જોડાવા માટે તમારું ખૂબ સ્વાગત છે. વિકાસના કામોની તકતી પર પણ તમારું નામ છે જ.
આપની તાજેતરની ઈજાને કારણે આપને કોઈ શારીરિક અગવડતા ન હોય, તો આપની હાજરીને ખૂબ મહત્વ આપવામાં આવશે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1943117)
आगंतुक पटल : 222
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam