મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટેની છેલ્લી તારીખ 31મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી
Posted On:
10 JUL 2023 12:17PM by PIB Ahmedabad
WCD મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટેની છેલ્લી તારીખ 31મી જુલાઈ, 2023થી વધારીને 31મી ઓગસ્ટ, 2023 કરી છે.
સામાન્ય જનતાની માહિતી માટે છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP), 2024 માટેની અરજીઓ હવે નેશનલ એવોર્ડ્સ પોર્ટલ https://awards.gov.in) પર શરૂ થઈ છે. આ પુરસ્કારો બહાદુરી, રમતગમત, સમાજ સેવા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, કલા અને સંસ્કૃતિ અને નવીનતાના ક્ષેત્રોમાં આપવામાં આવે છે, જે રાષ્ટ્રીય સ્તરે માન્યતાને પાત્ર છે.
કોઈપણ બાળક, જે ભારતીય નાગરિક છે અને ભારતમાં રહે છે, અને 18 વર્ષથી વધુ ન હોય (અરજી/નોમિનેશનની પ્રાપ્તિની છેલ્લી તારીખ મુજબ) એવોર્ડ માટે અરજી કરી શકે છે. અન્ય કોઈપણ વ્યક્તિ, લાયક બાળકને એવોર્ડ માટે નોમિનેટ કરી શકે છે. PMRBP માટેની અરજીઓ આ હેતુ માટે રચાયેલ ઓનલાઈન પોર્ટલ https://awards.gov.in પર જ પ્રાપ્ત થશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1938383)
Visitor Counter : 232
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam