પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની શૈક્ષણિક અને જાહેર બૌદ્ધિક પ્રો. નિકોલસ તાલેબ સાથે મુલાકાત
પોસ્ટેડ ઓન:
21 JUN 2023 8:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના ન્યુયોર્કમાં પ્રતિષ્ઠિત અમેરિકન ગાણિતિક આંકડાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, જાહેર બૌદ્ધિક અને લેખક પ્રો. નિકોલસ તાલેબને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ પ્રો. તાલેબને જાહેર બૌદ્ધિક તરીકેની તેમની સફળતા અને લોકપ્રિય વાતચીતમાં જોખમ અને નાજુકતાના જટિલ વિચારો લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રો. તાલેબ સાથેની તેમની વાતચીતમાં, પ્રધાનમંત્રીએ ભારતના યુવા સાહસિકોની જોખમ લેવાની ક્ષમતાઓ અને ભારતમાં વધતી જતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1933862)
મુલાકાતી સંખ્યા : 225
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam