પ્રધાનમંત્રીનું કાર્યાલય
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
NSA સુલિવાને પ્રધાનમંત્રીને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ વિશે માહિતી આપી
તેઓએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ બિડેન રાષ્ટ્રની મુલાકાત સમયે પીએમનું સ્વાગત કરવા આતુર છે
પ્રધાનમંત્રીએ ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધતી અને ગાઢ બનતી હોવા પર સંતોષ વ્યક્ત કર્યો
પીએમએ જણાવ્યું કે તેઓ રાષ્ટ્રપતિ બિડેન સાથે ફળદાયી વાર્તાલાપ માટે આતુર છે
प्रविष्टि तिथि:
13 JUN 2023 8:02PM by PIB Ahmedabad
યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, મહામહિમ શ્રી જેક સુલિવાન, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
NSA સુલિવાને દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી. તેમણે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન રાષ્ટ્રની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા આતુર છે.
પ્રધાનમંત્રીએ ભારત અને US વચ્ચે વધતી જતી વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર સંતોષ વ્યક્ત કર્યો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પરસ્પરનાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ બિડેન સાથે ફળદાયી મુલાકાત અને આકર્ષક વાતચીતની રાહ જોઈ રહ્યા છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1932167)
आगंतुक पटल : 205
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam