પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવા અંગે પ્રશંસા કરી


એક ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર નોંધપાત્ર સિદ્ધિ ગણાવી

Posted On: 19 MAY 2023 8:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાઝિયાબાદ-અલીગઢ એક્સપ્રેસવે પર 100 લેન કિલોમીટરના અંતરમાં બિટ્યુમિનસ કોંક્રિટ નાખવાની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીના ટ્વીટ થ્રેડનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ખૂબ જ મહત્વપૂર્ણ હાઇવે માર્ગ પર એક નોંધપાત્ર સિદ્ધિ. તે બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ઝડપ અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા બંનેને આપવામાં આવેલ મહત્વ દર્શાવે છે.”

YP/GP/JD


(Release ID: 1925639) Visitor Counter : 186