નાણા મંત્રાલય

આર્થિક સર્વેક્ષણ 2022-23નો સારાંશ


વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય ઘટનાઓના માર્ગ પર આધાર રાખીને 2023-24માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.0 ટકાથી 6.8 ટકા રહેશે

આર્થિક સર્વે 2022-23માં નાણાકીય વર્ષ 2024માં વાસ્તવિક દ્રષ્ટિએ 6.5 ટકાની બેઝલાઈન જીડીપી વૃદ્ધિનો અંદાજ છે

માર્ચ 2023માં પૂરાં થતાં વર્ષ માટે અર્થતંત્ર 7 ટકાના દરે (વાસ્તવિક દ્રષ્ટિએ) વધવાની ધારણા છે, જે અગાઉનાં નાણાકીય વર્ષમાં 8.7 ટકાની વૃદ્ધિને અનુસરે છે

સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ક્ષેત્રને ધિરાણ વૃદ્ધિ નોંધપાત્ર રીતે ઊંચી રહી છે, જે જાન્યુઆરી-નવેમ્બર 2022 દરમિયાન સરેરાશ 30.5 ટકાથી વધુ છે

કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ (કેપેક્સ) જે નાણાકીય વર્ષ 23ના પ્રથમ આઠ મહિનામાં 63.4 ટકા સુધી વધ્યો એ ચાલુ વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વધુ એક વૃદ્ધિ ચાલક હતો

આરબીઆઈએ નાણાકીય વર્ષ 23માં મુખ્ય ફુગાવો 6.8 ટકા પર રહેવાનો અંદાજ મૂક્યો છે, જે તેની લક્ષ્ય રેન્જની બહાર છે

બાંધકામ પ્રવૃત્તિઓમાં સ્થળાંતરિત કામદારોનાં પુનરાગમનથી હાઉસિંગ માર્કેટમાં નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઇન્વેન્ટરી ઓવરહેંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જે ગયા વર્ષે 42 મહિના હતો એ ઘટીને 33 મહિના થયો

નાણાકીય વર્ષ 22માં અને નાણાકીય વર્ષ 23ના પ્રથમ છ માસિક ગાળામાં નિકાસની વૃદ્ધિમાં વધારાને કારણે ઉત્પાદન પ્રક્રિયાઓના ગિયર્સમાં ઝડપી (હળવા પ્રવેગથી ક્રુઝ મોડમાં) ફેરફાર થયો હતો

નાણાકીય વર્ષ 23ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની ટકાવારી તરીકે ખાનગી વપરાશ 58.4 ટકા રહ્યો હતો, જે 2013-14 પછીનાં તમામ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સૌથી ઊંચો હતો, જેને વેપાર, હોટેલ અને પરિવહન જેવી સંપર્ક-સઘન સેવાઓમાં ઉછાળાનો ટેકો મળ્યો હતો

સર્વેક્ષણ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક વેપારમાં વૃદ્ધિ માટેનાં નીચાં અનુમાન-2022માં 3.5 ટકાથી 2023માં 1.0 ટકા તરફ ધ્યાન દોરે છે

Posted On: 31 JAN 2023 2:00PM by PIB Ahmedabad

વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય વિકાસના માર્ગ પર આધારિત રહીને ભારત 2023-24માં 6.0 ટકાથી 6.8 ટકા જીડીપી વૃદ્ધિ દર નોંધાવશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001HCEM.jpg

 

આશાવાદી વૃદ્ધિની આગાહીઓ સંખ્યાબંધ સકારાત્મકતાઓમાંથી ઉદ્‌ભવે છે જેમ કે ઉત્પાદન પ્રવૃત્તિને વેગ આપવાને કારણે ખાનગી વપરાશમાં ઉછાળો, ઊંચા મૂડી ખર્ચ (કેપેક્સ), લોકોને રેસ્ટોરન્ટ્સ, હોટેલ્સ, શોપિંગ મોલ્સ અને સિનેમાઘરો જેવી સંપર્ક-આધારિત સેવાઓ પર ખર્ચ કરવા સક્ષમ બનાવતું લગભગ સાર્વત્રિક રસીકરણ કવરેજ તેમજ સ્થળાંતરિત કામદારોને બાંધકામ સાઇટ્સમાં કામ કરવા માટે શહેરોમાં પરત ફરવા જેનાં કારણે હાઉસિંગ માર્કેટ ઇન્વેન્ટરીમાં નોંધપાત્ર ઘટાડો થાય છેકોર્પોરેટ્સની બેલેન્સશીટને મજબૂત બનાવવી, ધિરાણ પુરવઠો વધારવા માટે તૈયાર સારી મૂડી ધરાવતી જાહેર ક્ષેત્રની બૅન્કો અને મુખ્યત્વે નામ લઈએ તો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) ક્ષેત્રને ધિરાણ વૃદ્ધિ.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002QO37.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00371DR.jpg

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2022-23 રજૂ કરી હતી, જે નાણાકીય વર્ષ 2024માં વાસ્તવિક દ્રષ્ટિએ 6.5 ટકાની બેઝલાઇન જીડીપી વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આ અનુમાન વર્લ્ડ બૅન્ક, આઇએમએફ અને એડીબી જેવી બહુપક્ષીય એજન્સીઓ તથા સ્થાનિક સ્તરે આરબીઆઈ દ્વારા પૂરા પાડવામાં આવેલા અંદાજો સાથે વ્યાપકપણે સરખાવી શકાય તેવું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004T3R0.jpg

 

તેમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 24માં વૃદ્ધિ ઝડપી રહેવાની અપેક્ષા છે, કેમ કે અને કોર્પોરેટ અને બૅન્કિંગ ક્ષેત્રોની બેલેન્સશીટ મજબૂત થવાની સાથે ભારતમાં જોરદાર ધિરાણ વિતરણ અને મૂડી રોકાણ ચક્ર શરૂ થવાની અપેક્ષા છે. આર્થિક વૃદ્ધિને વધુ ટેકો સરકારી ડિજિટલ પ્લેટફોર્મનાં વિસ્તરણ અને વિનિર્માણ ઉત્પાદનને વેગ આપવા માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ, રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાઓ જેવાં અભૂતપૂર્વ પગલાંમાંથી મળશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005RY1X.jpg

 

સર્વેનું કહેવું છે કે, વાસ્તવિક દ્રષ્ટિએ જોઈએ તો માર્ચ 2023માં પૂરાં થતાં વર્ષ માટે અર્થવ્યવસ્થામાં 7 ટકાના દરે વૃદ્ધિ થવાની આશા છે. આ પાછલાં નાણાકીય વર્ષમાં ૮.૭ ટકાની વૃદ્ધિને અનુસરે છે.

કોવિડ-19ના ત્રણ આંચકા, રશિયન-યુક્રેન સંઘર્ષ અને ફેડરલ રિઝર્વની આગેવાની હેઠળ અર્થવ્યવસ્થાઓમાં સેન્ટ્રલ બૅન્કોએ ફુગાવાને અંકુશમાં લેવા માટે સુમેળભર્યા નીતિગત દર વધારા સાથે પ્રતિસાદ આપ્યો હતો, જેનાં પગલે યુએસ ડોલરમાં વધારો થયો હતો અને ચોખ્ખી આયાત કરતાં અર્થતંત્રોમાં ચાલુ ખાતાની ખાધ (સીએડી)માં વધારો થયો હતો, તેમ છતાં વિશ્વભરની એજન્સીઓ નાણાકીય વર્ષ 2023માં ભારતને સૌથી ઝડપથી વિકસતાં મોટા અર્થતંત્ર તરીકે 6.5-7.0 ટકાના દરે પ્રોજેક્ટ કરવાનું ચાલુ રાખે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZD6K.jpg

 

સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2023માં ભારતની આર્થિક વૃદ્ધિ મુખ્યત્વે ખાનગી વપરાશ અને મૂડી નિર્માણ દ્વારા સંચાલિત છે અને તેમણે રોજગાર પેદા કરવામાં મદદ કરી છે, જે ઘટતા શહેરી બેરોજગારી દર અને કર્મચારી ભવિષ્ય નિધિમાં વધારે ઝડપી ચોખ્ખી નોંધણીમાં જોવા મળે છે. તદુપરાંત, 2 અબજથી વધુ ડોઝ સાથે વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી રસીકરણ ઝુંબેશ પણ ઉપભોક્તાની ભાવનાઓને ઉત્તેજીત કરવા માટે કામ કરે છે જે વપરાશમાં ઉછાળાને લંબાવી શકે છે. તેમ છતાં, ખાનગી મૂડી ખર્ચ- કેપેક્સે ટૂંક સમયમાં જ રોજગાર સર્જનને ઝડપી ટ્રેક પર મૂકવા માટે નેતૃત્વની ભૂમિકા નિભાવવાની જરૂર છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007K1L7.jpg

 

તે એ પણ નિર્દેશ કરે છે કે ભારતના વિકાસના દૃષ્ટિકોણથી ઉલટું આમાંથી ઉદ્‌ભવે છે (i) ચીનમાં કોવિડ -19 ચેપમાં વર્તમાન ઉછાળાને કારણે બાકીનાં વિશ્વ માટે મર્યાદિત આરોગ્ય અને આર્થિક પરિણામો અને તેથી, સપ્લાય ચેઇનનું સતત સામાન્યકરણ; (ii) ચીનનાં અર્થતંત્રને ફરીથી ખોલવાથી ફુગાવાનો આવેગ ન તો નોંધપાત્ર અને ન તો સતત હોવાનું બહાર આવ્યું છે; (iii) મુખ્ય અગ્રણી અર્થતંત્રો (એઈ)માં મંદીનું વલણ, નાણાકીય કડકાઈનો અંત લાવવાની અને 6 ટકાથી નીચે સ્થિર સ્થાનિક ફુગાવાના દર વચ્ચે ભારતમાં મૂડી પ્રવાહ પાછો ફરવાને ગતિમાન કરે છે; અને (iv) તેનાથી સ્વાભાવિક ઉલ્લાસમાં સુધારો થાય છે અને ખાનગી ક્ષેત્રનાં રોકાણને વધુ વેગ મળે છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારની વિસ્તૃત ઇમરજન્સી ક્રેડિટ લિંક્ડ ગૅરંટી સ્કીમ (ઇસીએલજીએસ) દ્વારા સમર્થિત જાન્યુઆરી-નવેમ્બર 2022 દરમિયાન માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) ક્ષેત્રને ધિરાણ વૃદ્ધિ નોંધપાત્ર રીતે ઊંચી, સરેરાશ 30.6 ટકાથી વધુ રહી છે. તેમાં ઉમેરવામાં આવ્યું છે કે એમએસએમઇની રિકવરી ઝડપથી આગળ વધી રહી છે, જેમ કે તેઓ જે વસ્તુ અને સેવા કર (જીએસટી) ચૂકવે છે તેની રકમમાં સ્પષ્ટ થાય છે, જ્યારે ઇમરજન્સી ક્રેડિટ લિંક્ડ ગૅરંટી સ્કીમ (ઇસીજીએલએસ) તેમની દેવાની ચૂકવણીની ચિંતાઓને હળવી કરી રહી છે.

આ ઉપરાંત, એકંદર બૅન્ક ધિરાણમાં વધારાની અસર અસ્થિર બોન્ડ બજારોમાંથી ધિરાણ લેનારની ભંડોળની પસંદગીઓમાં ફેરફારથી પણ થઈ છે, જ્યાં ઉપજમાં વધારો થયો છે, અને બાહ્ય વાણિજ્યિક ઉધાર, જ્યાં બેન્કો તરફ વ્યાજ અને હેજિંગ ખર્ચમાં વધારો થયો છે. જો નાણાકીય વર્ષ 24માં ફુગાવો ઘટે છે અને જો ક્રેડિટનો વાસ્તવિક ખર્ચ નહીં વધે, તો નાણાકીય વર્ષ 24માં ધિરાણ વૃદ્ધિ ઝડપી રહેવાની સંભાવના છે.

કેન્દ્ર સરકારનો મૂડી ખર્ચ (કેપેક્સ), જે નાણાકીય વર્ષ 23ના પ્રથમ આઠ મહિનામાં 63.4 ટકા વધ્યો હતો, તે ચાલુ વર્ષમાં ભારતીય અર્થતંત્રનો વધુ એક વૃદ્ધિ ચાલક હતો, જે 2022ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકથી ખાનગી મૂડીખર્ચમાં મોટી સંખ્યામાં હતો. હાલનાં વલણ પર, એવું લાગે છે કે આખા વર્ષનું મૂડી ખર્ચ બજેટ પૂર્ણ થશે. કોર્પોરેટ્સની બેલેન્સશીટને મજબૂત બનાવવા અને તેનાં પરિણામે ક્રેડિટ ફાઇનાન્સિંગમાં વધારો થવાને કારણે ખાનગી કેપેક્સમાં સતત વધારો પણ નિકટવર્તી છે.

મહામારી દરમિયાન બાંધકામ પ્રવૃત્તિઓ અટકી જવા પર ધ્યાન આપતા, સર્વેક્ષણ એ બાબત પર ભાર મૂકે છે કે રસીકરણને કારણે સ્થળાંતરિત કામદારોને બાંધકામ સ્થળોએ કામ કરવા માટે શહેરોમાં પાછા ફરવાની સુવિધા મળી છે, કેમ કે વપરાશમાં ઉછાળો હાઉસિંગ માર્કેટમાં ફેલાયો હતો. હાઉસિંગ માર્કેટમાં નાણાકીય વર્ષ 23ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઇન્વેન્ટરી ઓવરહેંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જે ગયાં વર્ષના 42 મહિનાની તુલનામાં 33 મહિના થયો છે.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજના (મનરેગા) સીધી રીતે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડે છે અને આડકતરી રીતે ગ્રામીણ પરિવારો માટે તેમની આવક પેદા કરવાના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની તકો ઉભી કરે છે. પીએમ-કિસાન અને પીએમ ગરીબ કલ્યાણ યોજના જેવી યોજનાઓએ દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે, અને તેની અસરને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)નાં પરિણામો પણ નાણાકીય વર્ષ 2016થી નાણાકીય વર્ષ 2020 સુધીમાં ગ્રામીણ કલ્યાણ સૂચકાંકોમાં સુધારો દર્શાવે છે, જેમાં જાતિ, પ્રજનન દર, ઘરગથ્થુ સુવિધાઓ અને મહિલા સશક્તીકરણ જેવાં પાસાઓને આવરી લેવામાં આવ્યાં છે.

સર્વેક્ષણમાં આશાવાદ સાથે નોંધવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા મહામારી સાથેના મુકાબલા પછી આગળ વધી રહી હોય તેવું લાગે છે, નાણાકીય વર્ષ 2022માં ઘણા દેશો કરતા આગળ સંપૂર્ણ પુન:પ્રાપ્તિ થઈ રહી છે અને નાણાકીય વર્ષ 23માં મહામારી પહેલાના વૃદ્ધિના માર્ગ પર પોતાને સ્થાન આપે છે. તેમ છતાં ચાલુ વર્ષમાં ભારતે ફુગાવા પર લગામ લગાવવાના પડકારનો પણ સામનો કર્યો છે, જે યુરોપિયન સંઘર્ષે તીવ્ર બનાવ્યો હતો. સરકાર અને આરબીઆઈ દ્વારા લેવામાં આવેલાં પગલાં, વૈશ્વિક કોમોડિટીના ભાવમાં સરળતા સાથે, આખરે નવેમ્બર 2022માં રિટેલ ફુગાવાને આરબીઆઈના ઉપલા સહનશીલતાના લક્ષ્યાંકથી નીચે લાવવામાં સફળ રહ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008D0BN.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009UJYN.jpg

 

જો કે, તે ચેતવણી આપે છે કે રૂપિયાનાં અવમૂલ્યનનો પડકાર, તે મોટા ભાગનાં અન્ય ચલણોની તુલનામાં વધુ સારો દેખાવ કરતો હોવા છતાં, યુએસ ફેડ દ્વારા નીતિગત દરોમાં વધુ વધારાની સંભાવના સાથે યથાવત્ છે. વૈશ્વિક કોમોડિટીના ભાવ ઊંચા રહેતા અને ભારતીય અર્થતંત્રની વૃદ્ધિની ગતિ મજબૂત રહેતાં સીએડીનું વિસ્તરણ પણ ચાલુ રહી શકે છે. નિકાસ સ્ટિમ્યુલસ ગુમાવવાનું વધુ શક્ય છે કારણ કે ધીમી વૈશ્વિક વૃદ્ધિ અને વેપાર ચાલુ વર્ષના બીજા છમાસિક ગાળામાં વૈશ્વિક બજારનાં કદમાં ઘટાડો કરે છે.

એટલે વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થવાનો અંદાજ છે અને પછીનાં વર્ષોમાં પણ તે સામાન્ય રીતે નબળો રહેવાની ધારણા છે. ધીમી પડતી માગથી વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઘટાડો થવાની અને નાણાકીય વર્ષ ૨૪માં ભારતના સીએડીમાં સુધારો થવાની સંભાવના છે. જો કે, ચાલુ ખાતાનાં સંતુલનમાં નુકસાનનું જોખમ મુખ્યત્વે સ્થાનિક માગ દ્વારા અને અમુક અંશે નિકાસ દ્વારા સંચાલિત ઝડપી પુન:પ્રાપ્તિને કારણે ઉદ્‌ભવે છે. તે એમ પણ ઉમેરે છે કે, સીએડી પર નજીકથી નજર રાખવાની જરૂર છે કારણ કે વર્તમાન વર્ષની વૃદ્ધિની ગતિ આગામીમાં ફેલાય છે.

આ સર્વેક્ષણ એક રસપ્રદ તથ્ય સામે લાવે છે કે સામાન્ય રીતે, ભૂતકાળમાં વૈશ્વિક આર્થિક આંચકાઓ ગંભીર હતા પરંતુ સમયસર સમાપ્ત થઈ ગયા હતા, પરંતુ આ સહસ્ત્રાબ્દિના ત્રીજા દાયકામાં આ બદલાયું હતું, કારણ કે 2020થી વૈશ્વિક અર્થતંત્રને ઓછામાં ઓછા ત્રણ આંચકાઓ ત્રાટક્યા છે.

આ બધાની શરૂઆત વૈશ્વિક ઉત્પાદનનાં મહામારી-પ્રેરિત સંકોચનથી થઈ હતી, ત્યારબાદ રશિયન-યુક્રેન સંઘર્ષ થયો હતો, જે વિશ્વભરમાં ફુગાવામાં ઉછાળો તરફ દોરી ગયો હતો. તે પછી, ફેડરલ રિઝર્વની આગેવાની હેઠળની અર્થવ્યવસ્થાઓમાં મધ્યસ્થ બૅન્કોએ ફુગાવાને અંકુશમાં લેવા માટે સુસંગત નીતિગત દર વધારા સાથે પ્રતિસાદ આપ્યો હતો. યુ.એસ. ફેડ દ્વારા દર વધારાને કારણે યુ.એસ.નાં બજારોમાં મૂડી આવી ગઈ હતી, જેનાં કારણે યુએસ ડોલર મોટાભાગનાં ચલણો સામે મજબૂત થાય છે. આનાથી ચાલુ ખાતાની ખાધ (સીએડી)માં વધારો થયો હતો અને ચોખ્ખી આયાત કરતી અર્થવ્યવસ્થાઓમાં ફુગાવાનું દબાણ વધ્યું હતું.

દરમાં વધારો અને સતત ફુગાવાને કારણે આઇએમએફ દ્વારા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના ઑક્ટોબર 2022ના અપડેટમાં 2022 અને 2023 માટે વૈશ્વિક વૃદ્ધિની આગાહીમાં ઘટાડો થયો હતો. ચીની અર્થવ્યવસ્થાની નબળાઇઓએ વૃદ્ધિની આગાહીને નબળી પાડવામાં વધુ ફાળો આપ્યો. નાણાકીય કડકાઈ ઉપરાંત વૈશ્વિક વિકાસને ધીમો પાડવાથી વિકસિત અર્થતંત્રોમાંથી ઉદ્‌ભવતા નાણાકીય ચેપ તરફ પણ દોરી જઈ શકે છે, જ્યાં વૈશ્વિક નાણાકીય કટોકટી પછી બિન-નાણાકીય ક્ષેત્રનું દેવું સૌથી વધુ વધ્યું છે. આધુનિક અર્થતંત્રોમાં ફુગાવો જળવાઈ રહ્યો છે અને મધ્યસ્થ બૅન્કોએ વધુ દરવધારાના સંકેત આપ્યા છે ત્યારે વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણમાં ઘટાડાનાં જોખમો ઊંચાં જણાય છે.

ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતા અને વિકાસનાં પ્રેરકબળો

સર્વેક્ષણ દર્શાવે છે કે આરબીઆઈ દ્વારા નાણાકીય કડકાઈ, સીએડી પહોળી થવી અને નિકાસની ઊંચી વૃદ્ધિ જેવાં પરિબળો અનિવાર્યપણે યુરોપમાં ભૌગોલિક રાજકીય સંઘર્ષનું પરિણામ રહ્યાં છે. આ ઘટનાઓને કારણે નાણાકીય વર્ષ 2023માં ભારતીય અર્થતંત્રના વિકાસ માટે નુકસાનકારક જોખમો ઊભાં થયાં હોવાથી, વિશ્વભરની ઘણી એજન્સીઓ ભારતીય અર્થતંત્રની તેમની વૃદ્ધિની આગાહીને નીચેની તરફ સુધારી રહી છે. એનએસઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આગોતરા અંદાજો સહિતની આ આગાહીઓ હવે વ્યાપકપણે 6.5-7.0 ટકાની રેન્જમાં છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010TDPI.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0119QES.jpg

 

નીચેની તરફ સુધારા છતાં, નાણાકીય વર્ષ 23 માટે વૃદ્ધિનો અંદાજ લગભગ તમામ મુખ્ય અર્થતંત્રો કરતા વધારે છે અને મહામારી સુધી દોરી જતા દાયકામાં ભારતીય અર્થતંત્રની સરેરાશ વૃદ્ધિથી સહેજ ઉપર પણ છે.

આઇએમએફનો અંદાજ છે કે વર્ષ 2022માં ભારત ઝડપથી વિકસતાં ટોચનાં બે મહત્ત્વપૂર્ણ અર્થતંત્રોમાંનું એક હશે. મજબૂત વૈશ્વિક સામો પવન અને ચુસ્ત સ્થાનિક નાણાકીય નીતિ છતાં, જો ભારત હજુ પણ 6.5 થી 7.0 ટકાની વચ્ચે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, અને તે પણ બેઝ ઇફેક્ટના લાભ વિના, તો તે ભારતની અંતર્ગત આર્થિક સ્થિતિસ્થાપકતાનું; અર્થતંત્રના વિકાસના ચાલકોને પુનઃસંતુલિત કરવાનું, નવીનીકરણ કરવાનું અને પુનઃસર્જન આપવાની તેની ક્ષમતાનું પ્રતિબિંબ છે. બાહ્ય ઉત્તેજનાને એકીકૃત રીતે બદલતા વિકાસની સ્થાનિક ઉત્તેજનામાં ભારતની આર્થિક સ્થિતિસ્થાપકતા જોઇ શકાય છે. નાણાકીય વર્ષ ૨૩ના બીજા છ માસિક ગાળામાં નિકાસની વૃદ્ધિમાં ઘટાડો થયો હોઈ શકે છે. જો કે, નાણાકીય વર્ષ 22 અને નાણાકીય વર્ષ 23ના પ્રથમ છમાસિક ગાળામાં તેના ઉછાળાને કારણે ઉત્પાદન પ્રક્રિયાઓના ગિયર્સમાં હળવા પ્રવેગથી ક્રુઝ મોડમાં ફેરફાર થયો હતો.

ઉત્પાદન અને રોકાણની પ્રવૃત્તિઓએ પરિણામે ટ્રેક્શન મેળવ્યું. નિકાસોનો વિકાસ નરમ પડ્યો ત્યાં સુધીમાં તો ઘરેલુ વપરાશમાં આવેલો ઉછાળો ભારતના અર્થતંત્રના વિકાસને આગળ ધપાવવા માટે પૂરતો પરિપક્વ થઈ ગયો હતો. નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની ટકાવારી તરીકે ખાનગી વપરાશ 58.4 ટકા રહ્યો હતો, જે 2013-14 પછીના તમામ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ છે, જેને વેપાર, હોટેલ અને પરિવહન જેવી સંપર્ક-સઘન સેવાઓમાં ઉછાળાને ટેકો મળ્યો છે, જેણે અગાઉના ક્વાર્ટરની તુલનામાં નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક  ગાળામાં વાસ્તવિક દ્રષ્ટિએ 16 ટકાની ક્રમિક વૃદ્ધિ નોંધાવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image012M583.jpg

 

જોકે ઘણી અર્થવ્યવસ્થાઓમાં ઘરેલુ વપરાશમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ ભારતમાં ઉછાળો તેના વ્યાપ માટે પ્રભાવશાળી હતો. તેણે ઘરેલું ક્ષમતાના ઉપયોગમાં વધારો કરવામાં ફાળો આપ્યો. નવેમ્બર ૨૦૨૨માં ઘરેલું ખાનગી વપરાશમાં તેજી રહે છે. તદુપરાંત, આરબીઆઈના ડિસેમ્બર 2022માં બહાર પાડવામાં આવેલા ગ્રાહક વિશ્વાસનાં તાજેતરનાં સર્વેક્ષણે વર્તમાન અને સંભવિત રોજગાર અને આવકની પરિસ્થિતિઓના સંદર્ભમાં સેન્ટિમેન્ટમાં સુધારો થવા તરફ ધ્યાન દોર્યું હતું.

આ સર્વેક્ષણ અન્ય એક પુન:પ્રાપ્તિ રિકવરી તરફ પણ ધ્યાન દોરે છે અને ઉમેરે છે કે હાઉસિંગ લોનની માગમાં વધારો થતાં હાઉસિંગ માર્કેટમાં પણ "એકત્ર થયેલી માગ- પેન્ટ-અપ ડિમાન્ડ છૂટવાનું" પ્રતિબિંબિત થાય છે. પરિણામે, હાઉસિંગ ઇન્વેન્ટરીમાં ઘટાડો થયો છે, કિંમતોમાં વધારો થઈ રહ્યો છે, અને નવાં રહેઠાણોનું નિર્માણ ઝડપથી વધી રહ્યું છે અને તેણે બાંધકામ ક્ષેત્ર વહન કરવા માટે જાણીતું છે એવાં અસંખ્ય પછાત અને આગળનાં જોડાણોને ઉત્તેજીત કર્યા છે. રસીકરણ કવરેજનું સાર્વત્રિકીકરણ પણ હાઉસિંગ માર્કેટને ઊંચકવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે, કારણ કે તેની ગેરહાજરીમાં, સ્થળાંતરિત કામદારો નવાં રહેઠાણોનાં નિર્માણ માટે પાછા ફરી શક્યા ન હોત.

નાણાકીય વર્ષ 23માં હાઉસિંગ ઉપરાંત, સામાન્ય રીતે બાંધકામની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે કેન્દ્ર સરકાર અને તેના જાહેર ક્ષેત્રના સાહસોનું બહુવિસ્તૃત મૂડી બજેટ (કેપેક્સ) ઝડપથી લાગુ કરવામાં આવી રહ્યું છે.

દેશ માટે અંદાજિત કેપેક્સ ગુણાકારની દ્રષ્ટિએ જોતાં, દેશનાં આર્થિક ઉત્પાદનમાં કેપેક્સની માત્રા કરતા ઓછામાં ઓછા ચાર ગણો વધારો થવાનો છે. એકંદરે, રાજ્યો પણ તેમની કેપેક્સ યોજનાઓ સાથે સારો દેખાવ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની જેમ રાજ્યો પાસે પણ મૂડીગત કાર્યો માટે કેન્દ્રની ગ્રાન્ટ-ઇન-એઇડ અને 50 વર્ષથી વધુ સમય માટે ચૂકવવાપાત્ર વ્યાજ-મુક્ત લોન દ્વારા સમર્થિત મોટું મૂડી બજેટ છે.  

વળી, ભારત સરકારના છેલ્લાં બે અંદાજપત્રોમાં કેપેક્સ પર ભાર મૂકવો એ કોઈ એકલદોકલ પહેલ નહોતી, જેનો હેતુ માત્ર દેશમાં આંતરમાળખાકીય ખાધને દૂર કરવાનો હતો. તે એક વ્યૂહાત્મક પેકેજનો એક ભાગ હતો, જેનો ઉદ્દેશ બિન-વ્યૂહાત્મક પીએસઈ (ડિસઇન્વેસ્ટમેન્ટ)ને સ્થગિત કરીને અને જાહેર ક્ષેત્રની એમ જ પડેલી અસ્કયામતો દ્વારા વિસ્તૃત કરવામાં આવેલાં આર્થિક પરિદ્રશ્યમાં ખાનગી રોકાણને એકત્રિત કરવાનો હતો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image013XWGL.jpg

 

અહીં, ત્રણ ઘટનાઓ આને ટેકો આપે છે પ્રથમ નાણાકીય વર્ષ 23માં કેપેક્સ બજેટમાં નોંધપાત્ર વધારો, તેમજ તેના ખર્ચનો ઊંચો દર, બીજું, પ્રત્યક્ષ કરવેરાની આવકની વસૂલાત ખૂબ જ ઉત્સાહપૂર્ણ રહી છે, અને તે જ રીતે જીએસટી કલેક્શન પણ છે, જે અંદાજપત્રીય રાજકોષીય ખાધની અંદર કેપેક્સ બજેટના સંપૂર્ણ ખર્ચને સુનિશ્ચિત કરવું જોઈએ. મહેસૂલી ખર્ચમાં વૃદ્ધિ પણ કેપેક્સમાં ઊંચી વૃદ્ધિનો માર્ગ મોકળો કરવા પૂરતી મર્યાદિત રહી છે અને ત્રીજું 2022ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળાથી ખાનગી ક્ષેત્રનાં રોકાણમાં વધારો થયો છે. પુરાવા જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સ અને ખાનગી ખેલાડીઓ દ્વારા કેપેક્સ ખર્ચમાં વધતાં વલણને દર્શાવે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image014TFKB.jpg

 

નિકાસ માગમાં વધારો, વપરાશમાં ઉછાળો અને જાહેર કેપેક્સે કોર્પોરેટ્સની રોકાણ/ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પુનઃપ્રાપ્તિમાં ફાળો આપ્યો છે, ત્યારે તેમની મજબૂત બેલેન્સશીટે પણ તેમની ખર્ચ યોજનાઓને સાકાર કરવા માટે સમાન મોટું પગલું ભજવ્યું છે. બૅન્ક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ તરફથી નોન-ફાયનાન્સિયલ ડેટ(ઋણ)ના આંકડા મુજબ, છેલ્લા એક દાયકા દરમિયાન જીડીપીના હિસ્સા તરીકે ભારતીય નોન-ફાયનાન્સિયલ પ્રાઈવેટ સેક્ટરનું દેવું અને નોન-ફાયનાન્સિયલ કોર્પોરેટ ડેટમાં લગભગ ત્રીસ ટકાનો ઘટાડો થયો છે.

ભારતમાં બૅન્કિંગ ક્ષેત્રે પણ ધિરાણની માગને સમાન પગલામાં પ્રતિસાદ આપ્યો છે કારણ કે 2022ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરથી ધિરાણમાં વર્ષ-દર-વર્ષની વૃદ્ધિ બે આંકડામાં આગળ વધી છે અને મોટાભાગનાં ક્ષેત્રોમાં વધી રહી છે.

જાહેર ક્ષેત્રની બૅન્કોની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો છે, જેમાં નિયમિત અંતરાલે નફો બુક કરવામાં આવે છે અને ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા (આઇબીબીઆઇ) દ્વારા ઝડપી રિઝોલ્યુશન/લિક્વિડેશન માટે તેમની નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઝડપી ટ્રેક કરવામાં આવી રહી છે. તે જ સમયે, સરકાર સરકારી બૅન્કોને સારી રીતે મૂડીકૃત રાખવા માટે પર્યાપ્ત અંદાજપત્રીય ટેકો પૂરો પાડી રહી છે, જે સુનિશ્ચિત કરે છે કે તેમનો કેપિટલ રિસ્ક-વેઇટેડ એડજસ્ટેડ રેશિયો (સીઆરએઆર) પર્યાપ્તતાના થ્રેશોલ્ડ સ્તરથી આરામથી ઉપર રહે. તેમ છતાં, નાણાકીય મજબૂતીએ બૅન્કોને નાણાકીય વર્ષ 23માં અત્યાર સુધીમાં કોર્પોરેટ બોન્ડ્સ અને એક્સટર્નલ કમર્શિયલ ઋણ (ઇસીબી) દ્વારા પૂરા પાડવામાં આવતા ઓછા ડેટ ફાઇનાન્સિંગની ભરપાઇ કરવામાં મદદ કરી છે. કોર્પોરેટ બોન્ડ્સ પર વધતી જતી ઉપજ અને ઇસીબી પર ઊંચાં વ્યાજ/હેજિંગ ખર્ચને કારણે આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અગાઉનાં વર્ષની સરખામણીએ ઓછા આકર્ષક બન્યા છે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023માં મુખ્ય ફુગાવો 6.8 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે, જે તેની લક્ષ્ય સીમાની બહાર છે. તે જ સમયે, તે ખાનગી વપરાશને રોકવા માટે પૂરતો ઊંચો નથી અને એટલો ઓછો પણ નથી કે રોકાણ કરવા માટેના પ્રલોભનને નબળું પાડે.

ભારતીય અર્થતંત્રમાં મેક્રોઇકોનોમિક અને વૃદ્ધિના પડકારો

નાણાકીય વર્ષ 21માં નોંધપાત્ર જીડીપી સંકોચનમાં જોવા મળેલા મહામારીની બે લહેરની અસર પછી, ઓમિક્રોનની ત્રીજી તરંગમાં વાયરસથી ઝડપી રિકવરીએ 2022ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં આર્થિક ઉત્પાદનનાં નુકસાનને ઘટાડવામાં ફાળો આપ્યો હતો. પરિણામે, નાણાકીય વર્ષ 2022માં ઉત્પાદન નાણાકીય વર્ષ 2020માં મહામારી પહેલાનાં સ્તરને વટાવી ગયું હતું, જેમાં ભારતીય અર્થતંત્ર ઘણા દેશો કરતા આગળ સંપૂર્ણ રિકવરી નોંધાવી રહ્યું છે. જો કે, યુરોપમાં સંઘર્ષને કારણે નાણાકીય વર્ષ 23માં આર્થિક વૃદ્ધિ અને ફુગાવા માટેની અપેક્ષાઓમાં સુધારો કરવાની જરૂર પડી હતી. જાન્યુઆરી 2022માં દેશનો રિટેલ ફુગાવો આરબીઆઈની સહિષ્ણુતાની સીમાથી ઉપર ગયો હતો અને નવેમ્બર 2022માં 6 ટકાની લક્ષ્યાંક રેન્જના ઉપલા છેડે પાછા ફરતા પહેલા તે દસ મહિના સુધી લક્ષ્ય રેન્જથી ઉપર રહ્યો હતો.

તે કહે છે કે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ સંઘર્ષ પૂર્વેનાં સ્તરોની તુલનામાં તે હજી પણ વધારે છે અને તેણે સીએડીને વધુ પહોળી કરી છે, જે ભારતના વિકાસની ગતિથી પહેલેથી જ વિસ્તૃત છે. નાણાકીય વર્ષ 23 માટે, ભારત પાસે સીએડીને ફાઇનાન્સ કરવા અને ભારતીય રૂપિયામાં અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરવા માટે પૂરતા પ્રમાણમાં ફોરેક્સ રિઝર્વ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0151GJ1.jpg

 

આઉટલુક: 2023-24

2023-24 માટે આઉટલુક પર ધ્યાન આપતા, સર્વેક્ષણ કહે છે, મહામારીમાંથી ભારતની પુન:પ્રાપ્તિ પ્રમાણમાં ઝડપી હતી, અને આગામી વર્ષમાં વૃદ્ધિને નક્કર સ્થાનિક માગ અને મૂડી રોકાણમાં તેજી દ્વારા ટેકો મળશે. તે કહે છે કે તંદુરસ્ત નાણાકીય બાબતો, નવાં ખાનગી ક્ષેત્રનાં મૂડી નિર્માણ ચક્રના પ્રારંભિક સંકેતો દૃશ્યમાન છે અને વધુ મહત્ત્વની વાત એ છે કે, મૂડી ખર્ચમાં ખાનગી ક્ષેત્રની સાવચેતીને સરભર કરતા, સરકારે મૂડી ખર્ચમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

નાણાકીય વર્ષ 2016થી નાણાકીય વર્ષ 23 સુધીમાં છેલ્લાં સાત વર્ષમાં અંદાજપત્રીય મૂડી ખર્ચમાં 2.7 ગણો વધારો થયો છે, જેણે કેપેક્સ ચક્રને ફરીથી મજબૂત બનાવ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની રજૂઆત અને ઇન્સોલ્વન્સી એન્ડ બૅકરપ્સી કોડ જેવા માળખાકીય સુધારાઓએ અર્થતંત્રની કાર્યક્ષમતા અને પારદર્શિતામાં વધારો કર્યો છે અને નાણાકીય શિસ્ત અને વધુ સારા પાલનની ખાતરી આપી છે, એમ સર્વેમાં ઉમેરવામાં આવ્યું હતું.

આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, ઑક્ટોબર 2022 મુજબ વૈશ્વિક વૃદ્ધિ દર 2022માં 3.2 ટકાથી ઘટીને 2023માં 2.7 ટકા થવાનો અંદાજ છે. વધેલી અનિશ્ચિતતા સાથે આર્થિક ઉત્પાદનમાં ધીમી વૃદ્ધિ વેપારની વૃદ્ધિને હતોત્સાહ કરશે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક વેપારમાં વૃદ્ધિ માટેનાં નીચાં અનુમાનમાં આ જોવામાં આવ્યું છે, જે 2022માં 3.5 ટકાથી 2023માં 1.0 ટકા છે.

બાહ્ય મોરચે, ચાલુ ખાતાનાં સંતુલન માટેનાં જોખમો બહુવિધ સ્ત્રોતોમાંથી ઉદ્‌ભવે છે. કોમોડિટીના ભાવ વિક્રમી ઊંચાઇએથી પીછેહઠ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ સંઘર્ષ પૂર્વેનાં સ્તરથી ઉપર છે. કોમોડિટીના ઊંચા ભાવો વચ્ચે મજબૂત સ્થાનિક માગ ભારતના કુલ આયાત બિલમાં વધારો કરશે અને ચાલુ ખાતાનાં સંતુલનમાં બિનતરફેણકારી ઘટનાઓમાં ફાળો આપશે. વૈશ્વિક માગમાં ઘટાડો થવાને કારણે નિકાસ વૃદ્ધિને ઉચ્ચ સ્તરથી વધારી શકાય છે. જો ચાલુ ખાતાની ખાધ વધુ વધશે તો ચલણ ઘસારાનાં દબાણ હેઠળ આવી શકે છે.

સંવર્ધિત ફુગાવો ટાઇટનિંગ-ચુસ્તતાનાં ચક્રને લંબાવી શકે છે, અને તેથી, ઉધાર ખર્ચ 'લાંબા સમય સુધી ઊંચો' રહી શકે છે. આવી સ્થિતિમાં, નાણાકીય વર્ષ 24માં નીચો વિકાસ એ વૈશ્વિક અર્થતંત્રની લાક્ષણિકતા હોઈ શકે છે. જો કે, નબળી વૈશ્વિક વૃદ્ધિનું દૃશ્ય બે રૂપેરી કોર રજૂ કરે છે – ઓઇલના ભાવ નીચા રહેશે, અને ભારતનો સીએડી હાલના અંદાજ કરતા વધુ સારો રહેશે. એકંદરે બાહ્ય પરિસ્થિતિ સંભાળી શકાય એવી રહેશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0166QW0.jpg

 

ભારતની સર્વસમાવેશક વૃદ્ધિ

સર્વેક્ષણમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે જ્યારે વિકાસ રોજગારીનું સર્જન કરે છે ત્યારે તે સર્વસમાવેશક હોય છે. સત્તાવાર અને બિનસત્તાવાર બંને સ્ત્રોતો એ વાતની પુષ્ટિ કરે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રોજગારીનું સ્તર વધ્યું છે, કારણ કે પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) દર્શાવે છે કે 15 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે શહેરી બેરોજગારીનો દર સપ્ટેમ્બર 2021માં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં 9.8 ટકાથી ઘટીને એક વર્ષ પછી (સપ્ટેમ્બર 2022માં પૂરા થતા ત્રિમાસિક ગાળા) 7.2 ટકા થઈ ગયો છે. આની સાથે જ શ્રમ બળ ભાગીદારી દર (એલએફપીઆર)માં પણ સુધારો થયો છે, જે નાણાકીય વર્ષ 23ની શરૂઆતમાં મહામારી-પ્રેરિત મંદીમાંથી અર્થતંત્રના ઉદ્‌ભવની પુષ્ટિ કરે છે.

નાણાકીય વર્ષ 21માં, સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગૅરંટી યોજનાની જાહેરાત કરી હતી, જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નાણાકીય તંગીથી બચાવવામાં સફળ રહી હતી. તાજેતરના સિબિલ- સીઆઇબીઆઇએલ અહેવાલ (ઇસીએલજીએસ ઇનસાઇટ્સ, ઑગસ્ટ 2022)એ દર્શાવ્યું હતું કે આ યોજનાએ એમએસએમઇને કોવિડ શૉકનો સામનો કરવામાં ટેકો આપ્યો છે, જેમાં ઇસીએલજીએસનો લાભ લેનારા 83 ટકા ઋણધારકો માઇક્રો-એન્ટરપ્રાઇઝ છે. આ સૂક્ષ્મ એકમોમાં, અડધાથી વધુમાં એકંદરે રૂ.10 લાખથી ઓછું એક્સપોઝર હતું.

તદુપરાંત, સિબિલ ડેટા એ પણ દર્શાવે છે કે ઇસીએલજીએસ (ECLGS) ધિરાણ લેનારાઓ ઇસીએલજીએસ (ECLGS) માટે લાયક હોય તેવા પરંતુ તેમણે તેનો લાભ લીધો ન હતો એવા સાહસો કરતા ઓછો નોન-પરફોર્મિંગ એસેટ રેટ ધરાવતા હતા,. વધુમાં, નાણાકીય વર્ષ 2021માં ઘટાડા પછી એમએસએમઇ દ્વારા ચૂકવવામાં આવતો જીએસટી ત્યારથી વધી રહ્યો છે અને હવે તે નાણાકીય વર્ષ 2020નાં મહામારી પૂર્વેનાં સ્તરને પાર કરી ગયો છે, જે નાના ઉદ્યોગોની નાણાકીય સ્થિતિસ્થાપકતા અને એમએસએમઇ પ્રત્યે લક્ષ્યાંકિત સરકારના આગોતરા હસ્તક્ષેપની અસરકારકતાને પ્રતિબિંબિત કરે છે.

તદુપરાંત, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના અન્ય કોઈ પણ વર્ગની તુલનામાં "વ્યક્તિગત જમીન પરનાં કામો"ના સંદર્ભમાં ઝડપથી વધુ સંપત્તિનું સર્જન કરી રહી છે. આ ઉપરાંત પીએમ-કિસાન જેવી યોજનાઓ, જે અડધી ગ્રામીણ વસતિને આવરી લેતા કુટુંબોને લાભ આપે છે, અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ દેશમાં ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

જુલાઈ 2022ના યુએનડીપીના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં તાજેતરના ફુગાવાના પ્રકરણની સારી રીતે લક્ષિત સમર્થનને કારણે ગરીબીને ઓછી અસર થશે. આ ઉપરાંત, ભારતમાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ) નાણાકીય વર્ષ 2016થી નાણાકીય વર્ષ 2020 સુધીમાં ગ્રામીણ કલ્યાણ સૂચકાંકોમાં સુધારો દર્શાવે છે, જેમાં લિંગ, પ્રજનન દર, ઘરગથ્થુ સુવિધાઓ અને મહિલા સશક્તીકરણ જેવાં પાસાંઓને આવરી લેવામાં આવ્યાં છે.

અત્યાર સુધી, ભારતે તેની આર્થિક સ્થિતિસ્થાપકતામાં દેશની માન્યતાને મજબૂત કરી છે કારણ કે તેણે આ પ્રક્રિયામાં વૃદ્ધિની ગતિ ગુમાવ્યા વિના રશિયન-યુક્રેન સંઘર્ષને કારણે થતાં બાહ્ય અસંતુલનને ઘટાડવાના પડકારનો સામનો કર્યો છે. ભારતના શેર બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા ઉપાડથી પરેશાન થયા વિના નાણાકીય વર્ષ 22માં સકારાત્મક વળતર મળ્યું હતું. કેટલાક અદ્યતન રાષ્ટ્રો અને પ્રદેશોની તુલનામાં ભારતનો ફુગાવાનો દર તેની સહિષ્ણુતાની સીમાથી બહુ ઉપર ગયો ન હતો.

પીપીપીની દ્રષ્ટિએ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે અને બજાર વિનિમય દરોમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. આ કદનાં રાષ્ટ્રની અપેક્ષા મુજબ, નાણાકીય વર્ષ 23માં ભારતીય અર્થતંત્રએ જે ગુમાવ્યું હતું તેને લગભગ "ફરીથી ભરપાઈ" કરી દીધું છે, જે અટકી ગયું હતું તેને "નવીકરણ" કર્યું છે, અને મહામારી દરમિયાન અને યુરોપમાં સંઘર્ષ પછી જે ધીમું પડ્યું હતું તેને "ફરીથી સક્રિય" કર્યું છે.

વૈશ્વિક અર્થતંત્ર પડકારોના અનન્ય સમૂહમાંથી પસાર થઈને લડે છે

આ સર્વેક્ષણમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા દ્વારા સામનો કરવામાં આવતા છ પડકારો વિશે જણાવવામાં આવ્યું છે. અર્થતંત્રોમાં કોવિડ-19 સંબંધિત વિક્ષેપો, રશિયન-યુક્રેન સંઘર્ષ અને તેની વિપરીત અસર જેવા ત્રણ પડકારો, જેમાં સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, મુખ્યત્વે ખાદ્ય, ઇંધણ અને ખાતરનો સમાવેશ થાય છે અને ફેડરલ રિઝર્વની આગેવાની હેઠળની અર્થવ્યવસ્થાઓમાં સેન્ટ્રલ બૅન્કો ફુગાવાને અંકુશમાં લેવા માટે સુસંગત નીતિગત દર વધારા સાથે પ્રતિક્રિયા આપે છે, જે યુએસ ડોલરની વૃદ્ધિ તરફ દોરી જાય છે અને ચોખ્ખી આયાત કરતી અર્થવ્યવસ્થાઓમાં ચાલુ ખાતાની ખાધ (સીએડી) વિસ્તૃત થાય છે. ચોથો પડકાર વૈશ્વિક સ્ટેગ્ફ્લેશનની સંભાવનાઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે ઉભરી આવ્યો, રાષ્ટ્રો, તેમની સંબંધિત આર્થિક જગ્યાને સુરક્ષિત રાખવાની ફરજ પડી હતી, આમ સરહદ પારનો વેપાર ધીમો પડ્યો હતો જે એકંદર વિકાસને અસર કરે છે. તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આ બધાની સાથે ચીનને તેની નીતિઓ દ્વારા પ્રેરિત નોંધપાત્ર મંદીનો અનુભવ થયો હોવાથી પાંચમો પડકાર તીવ્ર બની રહ્યો હતો. વૃદ્ધિ માટે છઠ્ઠો મધ્યમ ગાળાનો પડકાર મહામારીથી ઘાને લીધે શિક્ષણ અને આવક-કમાણીની તકોનાં નુકસાનને કારણે જોવા મળ્યો હતો.

સર્વેક્ષણમાં નોંધવામાં આવ્યું છે કે બાકીનાં વિશ્વની જેમ ભારતે પણ આ અસાધારણ પડકારોનો સામનો કર્યો હતો, પરંતુ મોટા ભાગનાં અર્થતંત્રો કરતાં તેનો વધુ સારી રીતે સામનો કર્યો હતો.

છેલ્લા અગિયાર મહિનામાં, વિશ્વનાં અર્થતંત્રએ બે વર્ષમાં રોગચાળાને કારણે જેટલા વિક્ષેપોનો સામનો કરવો પડ્યો છે તેટલો જ વિક્ષેપોનો સામનો કરવો પડ્યો છે. આ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, ખાતરો અને ઘઉં જેવી મહત્ત્વની ચીજવસ્તુઓના ભાવો આસમાને પહોંચ્યા હતા. તેણે ફુગાવાનાં દબાણને મજબૂત બનાવ્યું હતું જે વૈશ્વિક આર્થિક પુન:પ્રાપ્તિએ શરૂ કર્યું હતું, જેને 2020માં ઉત્પાદન સંકોચનને મર્યાદિત કરવા માટે હાથ ધરવામાં આવેલી મોટા પાયે નાણાકીય ઉત્તેજના અને અતિ-અનુકૂળ નાણાકીય નીતિઓ દ્વારા ટેકો મળ્યો હતો. ફુગાવો ઇન એડવાન્સ્ડ ઇકોનોમીઝ (એઇ), જે મોટા ભાગના વૈશ્વિક રાજકોષીય વિસ્તરણ અને નાણાકીય સરળતા માટે જવાબદાર છે, તેણે ઐતિહાસિક ટોચનો ભંગ કર્યો છે. કોમોડિટીના વધતા જતા ભાવોને કારણે ઇમર્જિંગ માર્કેટ ઇકોનોમીઝ (ઇએમઇ)માં પણ ફુગાવો ઊંચો હતો, જે અન્યથા તેમની સરકારોએ 2020માં ઉત્પાદનના સંકોચનને પહોંચી વળવા માટે સમજી વિચારીને નાણાકીય ઉત્તેજના હાથ ધરવાને કારણે નીચા ફુગાવાનાં ક્ષેત્રમાં હતા.

સર્વેક્ષણ એ બાબત પર ભાર મૂકે છે કે ફુગાવો અને નાણાકીય કડકાઈને કારણે અર્થતંત્રોમાં બોન્ડની ઉપજમાં વધારો થયો હતો અને તેનાં પરિણામે વિશ્વભરનાં મોટાં ભાગનાં અર્થતંત્રોમાંથી ઇક્વિટી મૂડીનો પ્રવાહ અમેરિકાના પરંપરાગત રીતે સલામત-આશ્રયસ્થાન બજારમાં આવ્યો હતો. ત્યારબાદ મૂડી ઉડાનને પગલે અન્ય ચલણો સામે અમેરિકન ડૉલરમાં મજબૂતી આવી હતી - યુએસ ડૉલર ઇન્ડેક્સ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2022ની વચ્ચે 16.1 ટકા મજબૂત થયો હતો. અન્ય ચલણોનાં પરિણામે અવમૂલ્યન સીએડીને વિસ્તૃત કરી રહ્યું છે અને ચોખ્ખી આયાત કરતી અર્થવ્યવસ્થાઓમાં ફુગાવાનાં દબાણમાં વધારો કરી રહ્યું છે.

YP/GP/JD

 

 (Release ID: 1895185) Visitor Counter : 3161