યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

વર્ષના અંતની સમીક્ષાઃ રમતગમત વિભાગ


બર્મિંગહામમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતે 22 ગોલ્ડ મેડલ્સ સહિત કુલ 61 મેડલ્સ સાથે પોતાનાં સર્વશ્રેષ્ઠ પૈકીનું એક પ્રદર્શન કર્યું છે

ઇતિહાસમાં પ્રથમ વખત, ભારતીય પુરુષ ટીમે 14 વખતનાં વર્લ્ડ ચૅમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને આંતરરાષ્ટ્રીય થોમસ કપ જીત્યો

44 ઉત્કૃષ્ટ રમતવીરો/કોચને રાષ્ટ્રીય રમત અને સાહસ પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યા

ભારતે ફિફા અંડર-17 વિમેન્સ ફૂટબૉલ વર્લ્ડ કપ, 44મો ફિડે ચેસ ઓલિમ્પિયાડ અને વાડા ઍથ્લીટ બાયોલોજીકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ-2022 જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સની યજમાની કરી હતી


ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું સફળ આયોજન


સંસદે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી વિધેયક 2022 પસાર કર્યું, જેમાં રમતગમતમાં એન્ટી ડોપિંગ પ્રવૃત્તિઓનાં નિયમન માટે બંધારણીય સંસ્થા તરીકે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીની રચનાની જોગવાઈ કરવામાં આવી છે

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની ચોથી અને પાંચમી એડિશન અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી એડિશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

બે મહત્ત્વપૂર્ણ યોજનાઓ "રાષ્ટ્રીય રમતગમત સંઘોને સહાય" અને "ખેલો ઇન્ડિયા – રમતગમતના વિકાસ માટે રાષ્ટ

Posted On: 20 DEC 2022 3:52PM by PIB Ahmedabad

કૅલેન્ડર વર્ષ 2022 માટે રમતગમત વિભાગની મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે:

મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનો પ્રશંસનીય દેખાવ:

  • ભારતીય ટુકડીએ 22 સુવર્ણચંદ્રકો સહિત કુલ 61 ચંદ્રકો સાથે ચોથા સ્થાને રહીને તેનાં બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સ અભિયાનની સમાપ્તિ કરી હતી. શૂટિંગ અને ગ્રીકો-રોમન કુસ્તી જેવી વધુ મેડલની સંભાવનાવાળી શાખાઓની ગેરહાજરી હોવા છતાં, ભારતીય રમતવીરોએ કુસ્તી (12) અને વેઇટલિફ્ટિંગ (10) શાખાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના વિશેષ ઉલ્લેખ સાથે રાષ્ટ્રને તેનું શ્રેષ્ઠ પૈકીનું એક સીડબ્લ્યુજી પ્રદર્શન આપ્યું હતું. ભારતીય લૉન બાઉલ્સ ટીમોએ સીડબ્લ્યુજીમાં શાનદાર દેખાવ કર્યો હતો, જ્યાં વિમેન્સ ટીમ અને મેન્સ ટીમે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001F3AK.jpg

 

  • પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય થોમસ કપ (બૅડમિન્ટન) ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય પુરુષ ટીમે થાઈલેન્ડના બેંગકોક ખાતે 14 વખતના વર્લ્ડ ચૅમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવીને ચૅમ્પિયનશીપ જીતી હતી. આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવા માટે માનનીય પ્રધાનમંત્રી 21 મે, 2022ના રોજ ટીમના સભ્યોને મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. ઉબેર કપ ચૅમ્પિયનશીપમાં ભાગ લેનારી ભારતીય મહિલા બૅડમિંટન ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
  • ડેફલિમ્પિક્સ બ્રાઝિલ 2021 માટેની ભારતીય ટુકડીને દેશ માટે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી દ્વારા 21 મે, 2022ના રોજ સન્માનિત કરવામાં આવી હતી. આ ટુકડીએ તેમાં 16 ચંદ્રકો (8 સુવર્ણ, 1 રજત અને 7 કાંસ્ય) જીત્યા હતા.

 

નેશનલ સ્પોર્ટ્સ એન્ડ અડ્વેન્ચર ઍવોર્ડ્સ 2022:

 

ભારતના રાષ્ટ્રપતિએ 30 નવેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય રમત અને સાહસ પુરસ્કારો 2022 એનાયત કર્યા હતા. આ આવૃત્તિમાં કુલ ૪૪ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. લેજન્ડરી ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ આ વર્ષે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એકમાત્ર છે. આ પ્રસંગે જે અન્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા તેમાં દ્રોણાચાર્ય પુરસ્કારો, અર્જુન પુરસ્કારો, ખેલકૂદ અને રમતોમાં આજીવન સિદ્ધિ માટે ધ્યાનચંદ પુરસ્કારો, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરુસ્કાર, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી અને તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારોનો સમાવેશ થાય છે.

 

IMG_256

 

વર્ષ 2022માં ભારત દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ:

  • ફિફા અંડર-17 વિમેન્સ ફૂટબૉલ વર્લ્ડ કપ ઇન્ડિયા 2022નું ઉદ્‌ઘાટન 11 ઑક્ટોબર, 2022ના રોજ ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં થયું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં રાષ્ટ્રએ યજમાની કરી હોય એવી આ બીજી મોટી ફૂટબૉલ ઇવેન્ટ હતી. તારીખ 30.10.2022ના રોજ મુંબઈમાં યોજાયેલી ફાઈનલમાં કોલંબિયાને હરાવીને સ્પેનને ચૅમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો.
  • જેએલએન ઇન્ડોર સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે 44મા ફિડે ચેસ ઓલિમ્પિયાડ (28મી જુલાઈ, 2022થી 10મી ઑગસ્ટ, 2022)નું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રીએ 28.07.2022ના રોજ કર્યું હતું. આ ઈવેન્ટમાં 188 દેશોના 2000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ સ્પર્ધકો છે. આ ઓલિમ્પિયાડ પૂર્વે 19 જૂન, 2022થી નવી દિલ્હીનાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે "ચેસ ઓલિમ્પિયાડ માટે ટોર્ચ રિલે"નો પ્રારંભ થયો હતો. આ મશાલને 40 દિવસના ગાળામાં દેશભરનાં 75 આઇકોનિક સ્થળોએ લઈ જવામાં આવી હતી, જે પછી તે આખરે ચેસ ઓલિમ્પિયાડનાં સ્થળ તમિલનાડુના મહાબલિપુરમ સુધી પહોંચી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034QDI.jpg

 

  • વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)ની ત્રીજી આવૃત્તિ ઍથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ (એબીપી) સિમ્પોઝિયમ-2022નું નવી દિલ્હીમાં 12 થી 14 ઑક્ટોબર, 2022 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા અન્ય મહાનુભાવોએ પરિસંવાદનાં ઉદ્‌ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. એબીપી એન્ટિ-ડોપિંગમાં ખૂબ જ મહત્ત્વનું વૈજ્ઞાનિક સાધન છે અને તેને સંબંધિત સંશોધન દુનિયાને રમતગમતમાં ડોપિંગને માત્ર શોધવાની જ નહીં પરંતુ તેને અટકાવવાની તક પણ પૂરી પાડે છે. સિમ્પોઝિયમે વિશ્વભરના નિષ્ણાતો માટે એબીપીના સંદર્ભમાં તાજેતરનાં વલણો, ચાલુ સંશોધન અને પડકારોને ધ્યાનમાં લેવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરી હતી. સિમ્પોઝિયમમાં 56 દેશોના 200થી વધુ સ્પર્ધકો, વાડાના અધિકારીઓ, વિવિધ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંસ્થાઓ, ઍથ્લીટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ્સ (એપીએમયુ) અને વાડા એક્રેડિટેડ લૅબોરેટરીઝના પ્રતિનિધિઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

 

The Union Minister for Information & Broadcasting, Youth Affairs and Sports, Shri Anurag Singh Thakur at the opening session of the “WADA Athlete Biological Passport (ABP) Symposium- 2022”, in New Delhi on October 12, 2022.

 

ગુજરતમાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન:

 

36માં રાષ્ટ્રીય રમતોનું સફળ સમાપન 12 ઑક્ટોબર, 2022ના રોજ પંડિત દીનદયાળ ઇન્ડોર સ્ટેડિયમ, સુરત, ગુજરાત ખાતે થયું હતું. સર્વિસિસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બૉર્ડ (એસએસસીબી) આ ગેમ્સમાં 128 મેડલ્સ (61 ગોલ્ડ સહિત) સાથે મેડલ ટેલીમાં ટોચના સ્થાને હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર અને હરિયાણાનો ક્રમ આવે છે. 36મી રાષ્ટ્રીય રમતો, 2022નું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રીએ 29 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજિત એક સમારંભમાં કર્યું હતું. દેશભરનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 15,000થી વધારે રમતવીરો, કોચ અને અધિકારીઓએ 36 રમતગમતની શ્રેણીઓમાં ભાગ લીધો હતો, જેણે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંત્રાલયે સાત વર્ષના ગાળા બાદ ફરી શરૂ કરવામાં આવેલી આ ગેમ્સનાં આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આયોજિત ઈવેન્ટ્સ:

  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 20 ઑક્ટોબર, 2022ના રોજ આયોજિત એક સમારંભમાં આગામી વર્ષે મધ્ય પ્રદેશમાં આયોજિત થનારી પાંચમી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સની વિધિવત્‌ જાહેરાત કરી હતી.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GLJL.jpg

 

  • ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ (કેઆઇવાયજી)ની ચોથી આવૃત્તિ, જે મહામારીને કારણે વિલંબિત થઈ હતી, તેનું 04.06.2022થી 13.06.2022 સુધી હરિયાણાનાં પંચકુલામાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ૪૭૦૦થી વધુ સ્પર્ધકોએ કેઆઈવાયજીમાં ૫ સ્વદેશી રમતો સહિત ૨૫ વિવિધ શાખાઓમાં ભાગ લીધો હતો. મેડલ ટૅલીમાં હરિયાણા રાજ્ય ટોચ પર રહ્યું, ત્યારબાદ કેઆઇવાયજી, 2021માં મહારાષ્ટ્ર અને કર્ણાટકનો ક્રમ આવે છે. કેઆઇવાયજી, 2021માં વેઇટલિફ્ટિંગ અને ઍથ્લીટિક્સ સહિત વિવિધ રમતોની શાખાઓમાં કેટલાક રાષ્ટ્રીય વિક્રમો રચાયા હતા.
  • ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (કેઆઇયુજી)ની બીજી એડિશનનું જૈન યુનિવર્સિટી, બેંગલુરુ, કર્ણાટક સહિત 5 સ્થળોએ 24.04.2022થી 03.05.2022 સુધી સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. 200થી વધુ યુનિવર્સિટીઓમાંથી કુલ 3894 સ્પર્ધકોએ કેઆઇયુજીમાં મલ્લખંબા અને યોગાસન જેવી સ્વદેશી રમતો સહિત વિવિધ 20 શાખાઓમાં ભાગ લીધો હતો. ઉદ્‌ઘાટન સમારંભ 24-04-2022ના રોજ કાંથિરવા સ્ટેડિયમ ખાતે કર્ણાટકના રાજ્યપાલ, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સમાપન સમારંભ 3 મે, 2022ના રોજ આ જ સ્થળે કાંથિરવા સ્ટેડિયમ ખાતે યોજાયો હતો, જેમાં ગૃહ પ્રધાને હાજરી આપી હતી. જૈન યુનિવર્સિટી મેડલ ટેલીમાં ટોચ પર રહી, ત્યારબાદ કેઆઇયુજી, 2021માં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને પંજાબ યુનિવર્સિટીનો નંબર હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006QLO3.jpg

 

ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ઈવેન્ટ્સ:

  • ખેલો ઇન્ડિયા યોજનાના ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકની ચોથી આવૃત્તિ 15 નવેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ દેશભરની શાળાઓને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ અને પહેલ, જેમ કે વાર્ષિક રમતગમત દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓનું શારીરિક મૂલ્યાંકનયોગ અને સ્વદેશી કાર્યક્રમો વગેરેને પ્રોત્સાહન આપવું એમાં વિદ્યાર્થીઓમાં સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાનો હતો. એ જ રીતે ફિટ ઇન્ડિયા ક્વિઝની બીજી એડિશનને પણ દેશભરના વિદ્યાર્થીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 8 અને 9 ડિસેમ્બર, 2022ના રોજ યોજાનારા પ્રારંભિક રાઉન્ડ માટે, 36 રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોની 42,490 શાળાઓના કુલ 1,74,473 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.
  • "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી માટે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું ત્રીજું સંસ્કરણ 2 ઑક્ટોબર, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ નાગરિકોમાં ફિટનેસને પ્રોત્સાહન આપવાનો છે. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન ૩.૦ ૨ ઑક્ટોબર ૨૦૨૨ થી ૩૧ ઑક્ટોબર ૨૦૨૨ સુધી યોજવામાં આવી હતી.

 

IMG_256

 

  • આ મંત્રાલયે તેના ફિટ ઇન્ડિયા કાર્યક્રમ મારફતે સમગ્ર ભારતમાં મોટરબાઈક અભિયાન માટે સહયોગ કર્યો છે, જેમાં 75 બાઇકર્સ (10 મહિલા બાઇકર્સ સહિત) સામેલ છે, જેણે 75 દિવસમાં એટલે કે 9 સપ્ટેમ્બર, 2022થી 24 નવેમ્બર, 2022 સુધી 21,000થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું. આ અભિયાનમાં 34 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના 250થી વધારે જિલ્લાઓને આવરી લેવામાં આવે એવી અપેક્ષા છે, જેમાં 6 આંતરરાષ્ટ્રીય સરહદો સામેલ છે, જે દેશનાં લોકો વચ્ચે ફિટનેસ અને સ્વાસ્થ્યનો સંદેશ આપશે. સમગ્ર અભિયાન દરમિયાન ૭૫ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરીને પણ આને ટેકો આપવામાં આવી રહ્યો છે.
  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીએ 21.07.2022ના રોજ મુંબઈમાં આ મંત્રાલય દ્વારા આયોજિત એક સમારંભમાં ફિટ ઇન્ડિયા ક્વિઝના રાજ્ય સ્તરના વિજેતાઓનું સન્માન કર્યું હતું. 36 શાળાઓનાં 72 વિદ્યાર્થીઓને રૂ. 99 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જેમણે આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સ્ટેટ રાઉન્ડ્સ જીત્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00887X8.jpg

 

વર્ષ 2022માં થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષરઃ

  • આ મંત્રાલય, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (એનએફએસયુ) વચ્ચે ડાયેટરી સપ્લિમેન્ટ્સ ટેસ્ટિંગ સુવિધા સ્થાપિત કરવા માટે 15 ઑક્ટોબર, 2022ના રોજ સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા. ડોપિંગ અને ડાયેટરી સપ્લિમેન્ટ્સનાં ક્ષેત્રમાં 'આત્મનિર્ભરતા' પ્રાપ્ત કરવાની દિશામાં આ એક પુષ્ટિ આપતું પગલું છે.
  • 14 સપ્ટેમ્બર, 2022ના રોજ, નવી દિલ્હી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડ (એનએસડીએફ) દ્વારા એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એનએસડીએફ એ આ મંત્રાલયની યોજના છે જે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી) ફાઉન્ડેશન અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઇસી) ફાઉન્ડેશન સાથે કરવામાં આવી હતી,  દેશમાં રમતગમતના વિકાસ માટે તેમાં કુલ રૂ. 215 કરોડનું યોગદાન છે. એનટીપીસી આગામી પાંચ વર્ષ સુધી તીરંદાજીની રમતગમતની શાખાને ટેકો આપશે અને આરઇસી ફાઉન્ડેશન આગામી ત્રણ વર્ષ માટે હૉકી (મહિલાઓ માટે), ઍથ્લીટિક્સ અને બૉક્સિંગની શાખાઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં વૉટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ વચ્ચે વોટર સ્પોર્ટ્સ એકેડમી માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જેથી રમતવીરોને રોઇંગ, કાયકિંગ, કેનોઇંગ વગેરે જેવી રમતગમતની શાખાઓમાં તાલીમ આપી શકાય.
  • લક્ષ્મીબાઈ નેશનલ કૉલેજ ઑફ ફિઝિકલ એજ્યુકેશન (એલએનસીપીઈ), તિરુવનંતપુરમ અને ગાંધીનગર વચ્ચે રચનાત્મક સહયોગ દ્વારા શારીરિક શિક્ષણ અને રમતગમત વિજ્ઞાનનાં ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન પ્રવૃત્તિઓને વધારવા માટે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

 

 

નેશનલ એન્ટિ ડોપિંગ બિલ 2021:

 

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા), રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા (એનડીટીએલ) અને અન્ય ડોપ પરીક્ષણ સુવિધાઓની કામગીરી માટે વૈધાનિક માળખાની જોગવાઈ કરનાર રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી વિધેયક 2021ને 27.07.2022ના રોજ લોકસભામાં અને ત્યારબાદ 03.08.2022ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદાથી દેશમાં રમતગમતમાં એન્ટી ડોપિંગ પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે સ્પોર્ટ્સમાં એન્ટી ડોપિંગ માટે નેશનલ બૉર્ડની રચનાનો માર્ગ મોકળો થશે.

યુવા બાબતો અને રમતગમતનો હવાલો સંભાળતા મંત્રીઓની પરિષદઃ

 

કેવડીયા (ગુજરાત)માં 24 થી 25 જૂન, 2022 દરમિયાન રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની રમતગમતની પ્રણાલીને મજબૂત કરવા એકીકૃત અભિગમ માટે આગળના માર્ગો પર વિચાર-વિમર્શ અને ચર્ચા કરવામાં આવી હતી. આદરણીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રીની અધ્યક્ષતામાં આયોજિત આ સંમેલનમાં 15 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓ તથા 33 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોનાં વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

 

Image

 

રમતગમત વિભાગની બે યોજનાઓને ચાલુ રાખવી:

આ વિભાગની બે મહત્ત્વપૂર્ણ યોજનાઓ એટલે કે, "રાષ્ટ્રીય રમતગમત સંઘોને સહાય અને ખેલો ઇન્ડિયા – રમતગમતના વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ" 15મા નાણાં પંચનાં ચક્ર (2021-22થી 2025-26) માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ બંને યોજનાઓ ચાલુ રહેવાથી રમતગમતમાં વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા મેળવવાની દેશની ખોજને વેગ મળશે.

 

સુખાકારી માટે 75 કરોડ સૂર્યનમસ્કાર પ્રોજેક્ટ:

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સુખાકારી, જોમ અને તંદુરસ્તી માટે 75 કરોડ સૂર્યનમસ્કાર પ્રોજેક્ટને ફિટ ઇન્ડિયા કાર્યક્રમ મારફતે આ મંત્રાલય દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. પ્રખ્યાત રમતવીરોએ પ્રોજેક્ટ વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી છે. અત્યાર સુધીમાં તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 101 કરોડથી વધારે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યાં છે.

 

રમતગમતમાં મહિલાઓની સર્વસમાવેશકતાને પ્રોત્સાહન:

રમતગમતમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના વિશેષ પ્રયાસ તરીકે, ખેલો ઇન્ડિયા યોજનાની 36મી વિભાગીય પ્રોજેક્ટ મંજૂરી સમિતિ (ડીપીએસી)એ વિવિધ રમતોમાં મહિલા લીગનાં આયોજનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેના ભાગરૂપે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત આયોજીત ઝોનલ અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમત ગમતની શાખાઓમાં અનેક લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં 29 ઑગસ્ટ 2022ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ પ્રમોશન બૉર્ડ, ખેલો ઇન્ડિયા એકેડેમી, સ્ટેટ લેવલ ખેલો ઇન્ડિયા સેન્ટર, સાઇ સેન્ટર સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ લાખથી વધુ ઉત્સાહી સહભાગીઓ સાથે ૬૯૦૦થી વધુ નોંધપાત્ર ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંત્રાલયના અધિકારીઓએ પણ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સ્પોર્ટિંગ સ્ટાર્સ યોગેશ્વર દત્ત, અખિલ કુમાર, ઝફર ઇકબાલ, સીડબ્લ્યુજી મેડાલીસ્ટ તેજસ્વિન શંકર અને અંડર-15 જુડો કેડેટના વર્લ્ડ ચૅમ્પિયન લિંથોઇ ચનામ્બમે તેમની ઉપસ્થિતિથી જેએલએન સ્ટેડિયમમાં ઉજવણીને શોભાવી હતી.

સંબંધિત લિંક્સ:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1880090

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1848085

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1856708

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1833632

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1850063

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1867058

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1820921

YP\GP\JD


(Release ID: 1885178) Visitor Counter : 373