પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલની સામાન્ય ચૂંટણીઓમાં તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાધાન્ય આપવા બદલ પ્રધાનમંત્રી યાયર લેપિડનો પણ આભાર માન્યો
Posted On:
04 NOV 2022 9:03AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલની સામાન્ય ચૂંટણીઓમાં તેમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાધાન્ય આપવા બદલ પ્રધાનમંત્રી યાયર લેપિડનો પણ આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ચૂંટણીમાં તમારી સફળતા માટે મારા મિત્ર @netanyahuને Mazel Tov (અભિનંદન). હું ભારત-ઇઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાના આપણા સંયુક્ત પ્રયાસો ચાલુ રાખવા માટે આતુર છું."
"ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રાધાન્ય આપવા બદલ @yairlapid તમારો આભાર. હું આશા રાખું છું કે આપણા લોકોના પરસ્પર લાભ માટે આપણા વિચારોનું ફળદાયી આદાન-પ્રદાન ચાલુ રાખીએ."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1873619)
Visitor Counter : 214
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada