પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા

Posted On: 28 SEP 2022 8:54AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને તેમની જન્મજયંતી પર યાદ કર્યા છે.

શ્રી મોદીએ એ પણ માહિતી આપી હતી કે અયોધ્યામાં એક ચોકનું નામ લતા દીદીના નામ પર રાખવામાં આવશે અને કહ્યું કે તે મહાન ભારતીય પ્રતિભાઓમાંથી એકને યોગ્ય શ્રદ્ધાંજલિ છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"લતા દીદીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. મને ઘણું યાદ છે... અસંખ્ય વાર્તાલાપ જેમાં તેઓ ખૂબ જ સ્નેહ વરસાવતા. મને આનંદ છે કે આજે, અયોધ્યામાં એક ચોકનું નામ તેમના નામ પર રાખવામાં આવશે. તે. ભારતની મહાન વિભૂતીઓમાંના એકને યોગ્ય શ્રદ્ધાંજલિ છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1862787) Visitor Counter : 147