પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જંગલી ચિત્તાઓને મુક્ત કરવા પર રાષ્ટ્રને સંબોધન કર્યું

"આજે ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા છે"

"જ્યારે આપણે આપણા મૂળથી દૂર હોઈએ છીએ, ત્યારે આપણે ઘણું ગુમાવીએ છીએ"

"અમૃતમાં મરેલાને પણ જીવિત કરવાની શક્તિ છે"

"આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ભારત આ ચિત્તાઓને વસાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે"

"વધતા ઇકો-ટુરીઝમના પરિણામે રોજગારીની તકો વધશે"

"ભારત માટે, પ્રકૃતિ અને પર્યાવરણ, તેના પ્રાણીઓ અને પક્ષીઓ, માત્ર ટકાઉપણું અને સુરક્ષા વિશે નથી પરંતુ ભારતની સંવેદનશીલતા અને આધ્યાત્મિકતાનો આધાર છે"

"આજે આપણા જંગલ અને જીવનની એક મોટી શૂન્યતા ચિતા દ્વારા ભરવામાં આવી રહી છે"

"એક તરફ, આપણે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છીએ, તે જ સમયે દેશના જંગલ વિસ્તારો પણ ઝડપથી વિસ્તરી રહ્યા છે"

"2014થી, દેશમાં લગભગ 250 નવા સંરક્ષિત વિસ્તારો ઉમેરવામાં આવ્યા છે"

"અમે થોડા સમય પહેલા વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે"

"છેલ્લા કેટલાક વર્ષોમાં હાથીઓની સંખ્યા પણ વધીને 30 હજારથી વ

Posted On: 17 SEP 2022 12:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કુનો નેશનલ પાર્કમાં જંગલી ચિત્તા - જે ભારતમાં લુપ્ત થઈ ગયા હતા - છોડ્યા હતા. ચિત્તા - નામીબીયાથી લાવવામાં આવેલ - પ્રોજેક્ટ ચિતાહ હેઠળ ભારતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, જે વિશ્વના પ્રથમ આંતર-ખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે.

પ્રધાનમંત્રીએ કુનો નેશનલ પાર્કમાં બે રીલીઝ પોઈન્ટ પર ચિત્તા છોડ્યા. પ્રધાનમંત્રીએ સ્થળ પર ચિતા મિત્ર, ચિતા પુનર્વસન વ્યવસ્થાપન જૂથ અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક અવસર પર રાષ્ટ્રને સંબોધન કર્યું.

રાષ્ટ્રને તેમના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ મુઠ્ઠીભર તકોને પ્રકાશિત કરીને આભાર વ્યક્ત કર્યો જે માનવતાને ભૂતકાળને સુધારવા અને નવા ભવિષ્યનું નિર્માણ કરવાની તક આપે છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આજે આપણી સામે આવી જ એક ક્ષણ છે. "દશકાઓ પહેલા, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે તૂટી ગઈ હતી અને લુપ્ત થઈ ગઈ હતી, આજે આપણી પાસે તેને પુનઃસ્થાપિત કરવાની તક છે", તેમણે કહ્યું, "આજે ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સ્મારક પ્રસંગને કારણે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના સંપૂર્ણ બળ સાથે જાગૃત થઈ છે. શ્રી મોદીએ આ ઐતિહાસિક અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નામીબિયા અને તેની સરકારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જેમના સહયોગથી ચિતાઓ દાયકાઓ પછી ભારતની ધરતી પર પાછા ફર્યા છે. "મને ખાતરી છે કે, આ ચિતાઓ આપણને માત્ર પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીઓથી વાકેફ નહીં કરે પરંતુ આપણા માનવીય મૂલ્યો અને પરંપરાઓથી પણ વાકેફ કરશે",એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.

આઝાદી કા અમૃતકાળની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ પંચ પ્રાણને યાદ કર્યા અને આપણા વારસા પર ગર્વ લેવાઅને ગુલામીની માનસિકતામાંથી મુક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું, "જ્યારે આપણે આપણા મૂળથી દૂર હોઈએ છીએ, ત્યારે આપણે ઘણું ગુમાવીએ છીએ." તેમણે વધુમાં યાદ કર્યું કે છેલ્લી સદીઓમાં પ્રકૃતિના શોષણને શક્તિ અને આધુનિકતાનું પ્રતીક માનવામાં આવતું હતું. "1947માં, જ્યારે દેશમાં માત્ર છેલ્લા ત્રણ ચિત્તા બચ્યા હતા, ત્યારે તેઓનો પણ સાલના જંગલોમાં નિર્દયતાથી અને બેજવાબદારીપૂર્વક શિકાર કરવામાં આવ્યો હતો",એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે 1952માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હોવા છતાં, છેલ્લા સાત દાયકાઓથી તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા નથી. પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ખુશી વ્યક્ત કરી હતી કે, દેશે નવી ઊર્જા સાથે ચિત્તાઓનું પુનર્વસન શરૂ કર્યું છે. "અમૃતમાં મૃતકોને પણ જીવિત કરવાની શક્તિ છે",એવી શ્રી મોદીએ ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવમાં ફરજ અને આસ્થાનું આ અમૃત માત્ર આપણા વારસાને જ પુનર્જીવિત કરી રહ્યું નથી, પરંતુ હવે ચિતાઓએ પણ ભારતની ધરતી પર પગ મૂક્યો છે.

આ પુનર્વસનને સફળ બનાવવા પાછળના વર્ષોની મહેનત તરફ સૌનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અત્યંત ઊર્જા એવા વિસ્તાર માટે કામે લગાડવામાં આવી હતી જેને બહુ રાજકીય મહત્વ આપવામાં આવતું નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે વિગતવાર ચિત્તા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે આપણા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોએ દક્ષિણ આફ્રિકા અને નામીબિયાના નિષ્ણાતો સાથે નજીકથી કામ કરીને વ્યાપક સંશોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચિત્તાઓ માટે સૌથી યોગ્ય વિસ્તાર શોધવા માટે સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ શુભ શરૂઆત માટે કુનો નેશનલ પાર્કની પસંદગી કરવામાં આવી હતી. "આજે, અમારી મહેનતનું પરિણામ આપણી સામે છે",એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય છે, ત્યારે આપણું ભવિષ્ય સુરક્ષિત બને છે અને વિકાસ અને સમૃદ્ધિના માર્ગો ખુલે છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા દોડશે, ત્યારે ગ્રાસલેન્ડ ઇકો-સિસ્ટમ પુનઃસ્થાપિત થશે અને તે જૈવવિવિધતામાં પણ વધારો કરશે. શ્રી મોદીએ રોજગારીની તકો પર પ્રકાશ પાડ્યો હતો.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1860072) Visitor Counter : 185