પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી 19મી જૂને 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરશે
ભારત પ્રથમ વખત ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરશે
ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત ઓલિમ્પિક શૈલીની ટોર્ચ રિલે રજૂ કરવામાં આવી
ચેસ ઓલિમ્પિયાડની તમામ ભાવિ મશાલ રિલે ભારતથી શરૂ થશે
Posted On:
17 JUN 2022 4:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.
આ વર્ષે, પ્રથમ વખત, આંતરરાષ્ટ્રીય ચેસ બોડી, FIDE એ ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચની સ્થાપના કરી છે જે ઓલિમ્પિક પરંપરાનો એક ભાગ છે, પરંતુ ચેસ ઓલિમ્પિયાડમાં ક્યારેય કરવામાં આવી ન હતી. ભારત ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલે ધરાવનાર પ્રથમ દેશ બનશે. નોંધનીય છે કે, ચેસના ભારતીય મૂળને વધુ ઊંચાઈએ લઈ જતા, ચેસ ઓલિમ્પિયાડ માટે ટોર્ચ રિલેની આ પરંપરા હવેથી હંમેશા ભારતમાં શરૂ થશે અને યજમાન દેશમાં પહોંચતા પહેલા તમામ ખંડોમાં પ્રવાસ કરશે.
FIDE પ્રમુખ આર્કાડી ડ્વોરકોવિચ પ્રધાનમંત્રીને મશાલ સોંપશે, જે બદલામાં તેને ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદને સોંપશે. ત્યારપછી આ મશાલને ચેન્નાઈ નજીક મહાબલીપુરમ ખાતે અંતિમ પરાકાષ્ઠા પહેલા 40 દિવસના ગાળામાં 75 શહેરોમાં લઈ જવામાં આવશે. દરેક સ્થળે રાજ્યના ચેસ ગ્રાન્ડમાસ્ટરને મશાલ મળશે.
44મી ચેસ ઓલિમ્પિયાડ 28મી જુલાઈથી 10મી ઓગસ્ટ, 2022 દરમિયાન ચેન્નાઈમાં યોજાશે. 1927થી આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ભારતમાં અને 30 વર્ષ પછી એશિયામાં પ્રથમ વખત યોજાઈ રહી છે. 189 દેશો ભાગ લઈ રહ્યા છે, આ કોઈપણ ચેસ ઓલિમ્પિયાડમાં સૌથી મોટી ભાગીદારી હશે.
SD/GP/JD
(Release ID: 1834882)
Visitor Counter : 214
Read this release in:
Kannada
,
Assamese
,
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu