પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નાગાલેન્ડની મહિલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળના લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને યજમાન બન્યા
એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલના ભાગરૂપે પ્રતિનિધિમંડળ દિલ્હીની મુલાકાતે છે
પ્રધાનમંત્રી શ્રી પ્રતિનિધિમંડળ સાથે ફ્રી વ્હીલિંગ વાર્તાલાપમાં વ્યસ્ત છે
વિદ્યાર્થીઓએ પીએમ સાથે ઉત્તર-પૂર્વ માટેના તેમના વિઝન, નાગાલેન્ડમાં તેમના અનુભવો, યોગનું મહત્વ વગેરે જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી
प्रविष्टि तिथि:
09 JUN 2022 8:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને નાગાલેન્ડની મહિલા વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળના યજમાન બન્યા હતા. એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલના ભાગરૂપે પ્રતિનિધિમંડળ દિલ્હીની મુલાકાતે છે.
વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી શ્રીને મળીને ખુશી વ્યક્ત કરી હતી. ફ્રી વ્હીલિંગ વાર્તાલાપમાં, તેઓએ ઉત્તર-પૂર્વ માટેના તેમના વિઝન, નાગાલેન્ડમાં તેમના અનુભવો, યોગનું મહત્વ વગેરે જેવા ઘણા વિષયો પર વડા પ્રધાનના મંતવ્યો વિશે ચર્ચા કરી અને તેમના મંતવ્યો માંગ્યા.
વાર્તાલાપ દરમિયાન, પ્રધાનમંત્રી શ્રીએ વિદ્યાર્થીઓને દિલ્હીમાં વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા અને અન્વેષણ કરવાના તેમના અનુભવ વિશે પૂછ્યું. તેમણે તેમને દિલ્હીમાં રોકાણ દરમિયાન પીએમ સંગ્રહાલય અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવાની સલાહ પણ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી સાથેની પ્રતિનિધિમંડળની બેઠકનું આયોજન રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1832751)
आगंतुक पटल : 265
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam