પ્રધાનમંત્રીનું કાર્યાલય
ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીની ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સાથે મુલાકાત
Posted On:
24 MAY 2022 2:24PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 મે 2022ના રોજ જાપાનના ટોક્યોમાં ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ પીએમ અલ્બેનીઝને તેમની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ બહુપક્ષીય સહકારની સમીક્ષા કરી, જેમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન સહિત રિન્યુએબલ એનર્જી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, કૃષિ સંશોધન, રમતગમત અને લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે. બંને વડા પ્રધાનોએ દ્વિપક્ષીય સંબંધોમાં સકારાત્મક ગતિ ચાલુ રાખવાની તેમની ઇચ્છાને સમર્થન આપ્યું હતું.
પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1827896)
Visitor Counter : 235
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam