પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ તમિલનાડુના તંજાવુરમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો
પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
પોસ્ટેડ ઓન:
27 APR 2022 9:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના તંજાવુરમાં થયેલી દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તમિલનાડુના તંજાવુરમાં દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
"તમિલનાડુના તંજાવુરમાં થયેલી દુર્ઘટનાથી ખૂબ જ દુઃખ થયું છે. મારા વિચારો શોકની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય: પીએમ"
"તમિલનાડુના તંજાવુરમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પીએમ"
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1820368)
મુલાકાતી સંખ્યા : 269
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam