પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનો સંદેશ
સ્ટાર્ટઅપ્સ અને સ્પોર્ટ્સનો સંગમ નોંધપાત્ર છે. બેંગલુરુમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ આ સુંદર શહેરની ઊર્જામાં વધારો કરશે”
“મહામારીના પડકારો વચ્ચે રમતોનું આયોજન નવા ભારતના સંકલ્પ અને જુસ્સાને મૂર્તિમંત કરે છે. યુવાનીનો આ જુસ્સો ભારતને દરેક ક્ષેત્રમાં નવી ગતિ સાથે લઈ જઈ રહ્યો છે”
"સંકલિત અભિગમ અને 100 ટકા સમર્પણ એ રમતગમત અને જીવનમાં સફળતાની મુખ્ય આવશ્યકતાઓ છે"
"જીતને સારી રીતે ધારણ કરવી અને હારમાંથી શીખવું એ એક મહત્વપૂર્ણ કળા છે જે આપણે રમતગમતનાં ક્ષેત્રમાં શીખીએ છીએ"
"ઘણી બધી પહેલ રમતગમતને જૂની વિચારસરણીનાં બંધનમાંથી મુક્ત કરી રહી છે"
"રમતોમાં કદર દેશની ઓળખમાં વધારો કરે છે"
Posted On:
24 APR 2022 7:29PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનાં ઉદ્ઘાટન પ્રસંગે તેમનો સંદેશ શેર કર્યો હતો. બેંગલુરુમાં આજે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વારા આ ગેમ્સને ખુલ્લી જાહેર કરવામાં આવી હતી.કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર, રાજ્ય મંત્રી, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય શ્રી નિશીથ પ્રામાણિક અને અન્યો આ પ્રસંગે ઉપસ્થિત હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુ દેશના યુવા ઉત્સાહનું પ્રતિક છે અને વ્યવસાયિકોનું ગૌરવ છે. તેમણે કહ્યું કે અહીં સ્ટાર્ટઅપ્સ અને સ્પોર્ટ્સનો સંગમ થઈ રહ્યો છે તે મહત્વનું છે." બેંગલુરુમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન આ સુંદર શહેરની ઊર્જામાં વધારો કરશે.", એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ રોગચાળાના પડકારો વચ્ચે ગેમ્સના સંગઠન તરીકે આયોજકોના સંકલ્પને સલામ કરી હતી જે સંકલ્પ અને જુસ્સાને મૂર્તિમંત કરે છે. આ યુવા જુસ્સો ભારતને દરેક ક્ષેત્રમાં નવી ગતિ સાથે લઈ જઈ રહ્યો છે, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીએ સફળતાના પ્રથમ મંત્ર તરીકે ટીમ ભાવનાનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. “આ ટીમ ભાવના આપણને રમતગમતમાંથી શીખવા મળે છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તમે તેનો સીધો અનુભવ કરશો. આ ટીમ સ્પિરિટ આપણને જીવનને જોવાની નવી રીત પણ આપે છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું.એ જ રીતે, સર્વગ્રાહી અભિગમ અને 100 ટકા સમર્પણ એ રમતગમતમાં સફળતાની મુખ્ય આવશ્યકતાઓ છે. રમતગમતના ક્ષેત્રમાંથી મળેલી શક્તિ અને શીખ પણ વ્યક્તિને જીવનમાં આગળ લઈ જાય છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે "ખેલ, વાસ્તવિક અર્થમાં, જીવનની સાચી સહાયક પ્રણાલી છે."પ્રધાનમંત્રીએ જુસ્સો, પડકારો, હારમાંથી શીખવા, પ્રામાણિકતા અને ક્ષણમાં જીવવાની ક્ષમતા જેવાં વિવિધ પાસાઓના સંદર્ભમાં રમત અને જીવન વચ્ચે સમાનતા પણ દર્શાવી હતી. "જીતને સારી રીતે ધારણ કરવી અને હારમાંથી શીખવું એ એક મહત્વપૂર્ણ કળા છે જે આપણે રમતગમતનાં ક્ષેત્રમાં શીખીએ છીએ", એમ તેમણે કહ્યું.
પ્રધાનમંત્રીએ રમતવીરોને કહ્યું કે તેઓ નવા ભારતના યુવાઓ છે અને તેઓ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્વજ વાહક પણ છે. યુવા વિચાર અને અભિગમ આજે દેશની નીતિઓને આકાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજના યુવાનોએ ફિટનેસને દેશની પ્રગતિનો મંત્ર બનાવ્યો છે. ઘણી બધી પહેલ રમતગમતને જૂની વિચારસરણીનાં બંધનમાંથી મુક્ત કરી રહી છે. નવી શિક્ષણ નીતિમાં રમતગમત પર ભાર, રમતગમત માટે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પારદર્શક પસંદગી પ્રક્રિયા અથવા રમતગમતમાં આધુનિક ટેક્નોલોજીનો વધતો ઉપયોગ જેવાં પગલાં ઝડપથી નવા ભારતની ઓળખ બની રહ્યા છે, તેના યુવાનોની આશાઓ અને આકાંક્ષાઓ અને નવા ભારતના નિર્ણયોનો પાયો બની રહ્યા છે.“હવે દેશમાં નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર્સની સ્થાપના થઈ રહી છે. સમર્પિત સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓ આવી રહી છે. આ તમારી સુવિધા માટે અને તમારાં સપનાને સાકાર કરવા માટે છે” એમ પ્રધાનમંત્રીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ રમતગમતની શક્તિ અને દેશની શક્તિ વચ્ચેની કડીનો પુનરોચ્ચાર કર્યો કારણ કે રમતગમતમાં કદર દેશની ઓળખમાં વધારો કરે છે. તેમણે ટોક્યો ઑલિમ્પિકની ટુકડી સાથેની તેમની મુલાકાતને યાદ કરી હતી અને ઍથ્લીટ્સના ચહેરા પર દેશ માટે કંઇક કરી છૂટવાની ચમક અને સંતોષને યાદ કર્યો. પ્રધાનમંત્રીએ ગેમ્સમાં ભાગ લેતી વખતે ખેલાડીઓને દેશ માટે રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1819661)
Visitor Counter : 182
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam