પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગર વચ્ચે ફોન પર વાતચીત થઈ
પોસ્ટેડ ઓન:
28 FEB 2022 10:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગર વચ્ચે ફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગરનો, સ્લોવાક રિપબ્લિક દ્વારા યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર લાવવામાં અને ભારતમાંથી વિશેષ ઈવેક્યુએશન ફ્લાઈટ્સને મંજૂરી આપવા માટે આપવામાં આવેલી સહાય માટે આભાર માન્યો. તેમણે આગામી થોડા દિવસોમાં સ્લોવાક રિપબ્લિકની સતત સહાયતા માટે વિનંતી કરી તેમજ ભારતે અન્ય નાગરિકોને સંઘર્ષના વિસ્તારોમાંથી બહાર લાવવાનું મિશન પણ હાથ ધર્યું હોવાનું જણાવ્યું.
પ્રધાનમંત્રીએ શ્રી હેગરને ભારતીય નાગરિકોના સ્થળાંતરના પ્રયાસોની દેખરેખ માટે તેમના વિશેષ દૂત તરીકે કાયદા અને ન્યાય પ્રધાન શ્રી કિરેન રિજિજુને તહેનાત કરાયા તેના વિશે પણ માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ યુક્રેનમાં ચાલી રહેલી હિંસા અને માનવીય કટોકટી અંગે પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને દુશ્મનાવટ બંધ કરવા અને વાતચીતમાં પરત ફરવા માટે ભારતની સતત અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1802005)
મુલાકાતી સંખ્યા : 230
આ રીલીઝ વાંચો:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam