નાણા મંત્રાલય

કેન્દ્રીય બજેટ 2022-23ના મુખ્ય અંશો

Posted On: 01 FEB 2022 1:18PM by PIB Ahmedabad

કેન્દ્રીય બજેટમાં સૂક્ષ્મ-આર્થિક સ્તરના સર્વસમાવેશી કલ્યાણ પર ધ્યાન કેન્દ્રીત કરીને મેક્રો-ઇકોનોમિક સ્તરની વૃદ્ધિને પૂરક બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું છે.

 

બજેટના મુખ્ય અંશો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

ભાગ A

  • ભારતની આર્થિક વૃદ્ધિ 9.2%ના દરે રહેવાનું અનુમાન છે જે તમામ મોટા અર્થતંત્રોમાં સૌથી વધારે છે.
  • 14 ક્ષેત્રોમાં ઉત્પાદકતા સાથે સંકળાયેલા પ્રોત્સાહનની યોજનાઓ હેઠળ 60 લાખ નવી રોજગારીઓનું સર્જન કરવામાં આવશે.
  • PLI યોજનાઓમાં વધારાનું રૂપિયા 30 લાખ કરોડનું ઉત્પાદન કરવાની સંભાવના છે.
  • અમૃતકાળમાં પ્રવેશ સાથે, ઇન્ડિયા @100ની દિશામાં 25 વર્ષની સફરમાં આગળ વધીને બજેટ ચાર પ્રાથમિકતાઓ સાથે વિકાસને વેગ આપે છે:

 

  • PM ગતિ શક્તિ
  • સર્વસમાવેશી વિકાસ
  • ઉત્પાદકતામાં વધારો અને રોકાણ, સનરાઇઝ (અરુણોદય) તકો, ઊર્જા ટ્રાન્ઝિશન અને ક્લાઇમેટ એક્શન.
  • રોકાણોનું ફાઇનાન્સિંગ

PM ગતિ શક્તિ

  • PM ગતિ શક્તિને ચલાવતા સાત એન્જિન માર્ગો, રેલવે, હવાઇમથકો, બંદરો, સામૂહિક પરિવહન, જળમાર્ગો અને લોજિસ્ટિક માળખાકીય સુવિધાઓ છે.

PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન

  • PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના અવકાશમાં આર્થિક પરિવર્તન, અવરોધરહિત મલ્ટી મોડેલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સની અસરકારકતા માટે સાત એન્જિન સમાવવામાં આવશે.
  • રાષ્ટ્રીય માળખાકીય સુવિધા પાઇપલાઇનમાં આ 7 એન્જિનને લગતી પરિયોજનાઓ PM ગતિ શક્તિ ફ્રેમવર્ક સાથે સંરેખિત રહેશે.

 

માર્ગ પરિવહન

  • 2022-23માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક વિસ્તરણ કરીને 25000 કિમી સુધી વધારવામાં આવશે.
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 20000 કરોડની મૂડી એકત્ર કરીને કામે લગાવવામાં આવશે.

મલ્ટી મોડેલ લોજિસ્ટિક્સ પાર્ક

  • ચાર સ્થળોએ મલ્ટી મોડેલ લોજિસ્ટિક્સ પાર્કના અમલીકરણ માટે 2022-23માં PPP માધ્યમથી કોન્ટ્રાક્ટ્સની ફાળવણી કરવામાં આવશે.

રેલવે

  • વન સ્ટેશન વન પ્રોડક્ટની વિભાવના સ્થાનિક વ્યવસાયો અને પુરવઠા શ્રૃંખલાઓને મદદરૂપ થશે.
  • 2022-23 દરમિયાન સ્વદેશી વિશ્વ કક્ષાની ટેકનોલોજી અને વૃદ્ધિ - કવચ અંતર્ગત 2000 કિમીનું રેલવે નેટવર્ક લાવવામાં આવશે.
  • આવનારા ત્રણ વર્ષ દરમિયાન નવી પેઢીની 400 વંદે ભારત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે.
  • આવનારા ત્રણ વર્ષ દરમિયાન મલ્ટીમોડેલ લોજિસ્ટિક્સ માટે 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ કરવામાં આવશે.

પર્વતમાલા

  • PPP મોડ દ્વારા રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ પર્વતમાલા હાથ ધરવામાં આવશે.
  • 60 કિમી લંબાઇના 8 રોપવે પ્રોજેક્ટ માટે 2022-23 દરમિયાન કરારોની ફાળવણી કરવામાં આવશે.

સર્વસમાવેશી વિકાસ

કૃષિ

  • ઘઉં અને ડાંગરની ખરીદી માટે રૂપિયા 2.37 લાખ કરોડની સીધી ચુકવણી 1.63 કરોડ ખેડૂતોને કરવામાં આવી.
  • રસાયણ મુક્ત પ્રાકૃતિક કૃષિને આખા દેશમાં પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રારંભિક રીતે ગંગા નદીની આસપાસમાં 5 કિમી પહોળા કોરિડોરમાં આવતી ખેડૂતોની જમીન પર ધ્યાન આપવામાં આવશે.
  • NABARD (નાબાર્ડ) દ્વારા કૃષિ અને ગ્રામીણ ઉદ્યોગો માટે સ્ટાર્ટઅપને ભંડોળ પૂરું પાડવા માટે બ્લેન્ડેડ મૂડી સાથે ભંડોળની સુવિધા પૂરી પાડવામાં આવશે.
  • પાકના મૂલ્યાંકન, જમીનના રેકોર્ડના ડિજિટાઇઝેશન, જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોન.

કેન બેટવા પ્રોજેક્ટ

  • કેન – બેટવા લિંક પ્રોજેક્ટના અમલીકરણ માટે 1400 કરોડ રૂપિયાનો ખર્ચ.
  • કેન- બેટવા લિંક પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોની જમીનમાં 9.08 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પ્રાપ્ત થશે.

MSME

  • ઉદયમ, ઇ-શ્રમ, NCS અને ASEEM પોર્ટલને એકબીજા સાથે લિંક કરવામાં આવશે.
  • 130 લાખ MSMEને કટોકટી ધીરાણ સાથે સંકળાયેલ બાંયધરી યોજના (ECLGS) અંતર્ગત વધારાનું ધીરાણ પૂરું પાડવામાં આવ્યું છે.
  • માર્ચ 2023 સુધી ECLGSને લંબાવવામાં આવશે.
  • ECLGS અંતર્ગત બાંયધરી કવચ રૂ. 50000 કરોડ સુધી વિસ્તરણ કરવામાં આવશે અને કુલ રૂ. 5 લાખ કરોડનું કવચ થશે.
  • સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ધીરાણ બાયંધરી ટ્રસ્ટ (CGTMSE) હેઠળ સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને વધારાના ધીરાણ માટે રૂ. 2 લાખ કરોડની સુવિધા પૂરી પાડવામાં આવશે.
  • રૂપિયા 6000 કરોડના ખર્ચ સાથે ઉભરતા અને પ્રવેગિત થઇ રહેલા MSME પરફોર્મન્સ (RAMP) કાર્યક્રમનો અમલ કરવામાં આવશે.


કૌશલ્ય વિકાસ

  • કૌશલ્ય, પુનઃકૌશલ્ય અથવા કૌશલ્ય વૃદ્ધિ માટે ઑનલાઇન તાલીમ દ્વારા નાગરિકોને સશક્ત બનાવવા માટે કૌશલ્ય અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ (DESH-Stack ઇ-પોર્ટલ)ની શરૂઆત કરવામાં આવશે.

· ડ્રોન શક્તિની સુવિધા આપવા અને સેવા તરીકે ડ્રોન (DrAAS) માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.

 

શિક્ષણ

  • PM ઇ-વિદ્યાના એક વર્ગ એક ટીવી ચેનલ કાર્યક્રમનું 200 TV ચેનલો સુધી વિસ્તરણ કરવામાં આવશે.

· મહત્વપૂર્ણ વિચારશૈલી કૌશલ્ય અને સિમ્યુલેટેડ (આભાસી) અભ્યાસના માહોલ માટે વર્ચ્યુઅલ લેબોરેટરીઓ અને કૌશલ્ય ઇ-લેબ ઉભી કરવામાં આવશે.

· ડિજિટલ શિક્ષકોના માધ્યમથી અભ્યાસ માટે ઉચ્ચ ગુણવત્તા વાળું ઇ-કન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે.

· વ્યક્તિગત રીતે અભ્યાસ કરવા માટે વિશ્વ સ્તરીય શિક્ષણ માટે ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.

સ્વાસ્થ્ય

  • રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય ઇકોસિસ્ટમ માટે ખુલ્લો મંચ શરૂ કરવામાં આવશે.
    • ગુણવત્તાપૂર્ણ માનસિક સ્વાસ્થ્ય પરામર્શ અને દેખરેખ સેવાઓ માટે રાષ્ટ્રીય ટેલી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
  • 23 ટેલિ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રોનું એક નેટવર્ક સ્થાપવામાં આવશે. તેના નોડલ સેન્ટર નિમ્હાન્સ (NIMHANS) રહેશે અને આંતરરાષ્ટ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસ્થા- બેંગલુરુ (IIITB) તેને ટેકનિકલ સહાયતા પૂરી પાડશે.

સક્ષમ આંગણવાડી

  • મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 દ્વારા મહિલાઓ અને બાળકો માટે એકીકૃત લાભ પ્રદાન કરવામાં આવશે.
  • બે લાખ આંગણવાડીઓને સક્ષમ આંગણવાડીઓમાં અપગ્રેડ કરવામાં આવશે

હર ઘર, નલ સે જલ

  • હર ઘર, નલ સે જલ અભિયાન અંતર્ગત વર્ષ 2022-23માં 3.8 કરોડ પરિવારોને સામેલ કરવા માટે 60,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સૌના માટે આવાસ

  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં 80 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરું કરવા માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પૂર્વોત્તરના વિસ્તાર માટે પ્રધાનમંત્રીની વિકાસ પહેલ (PM-DevINE)

  • પૂર્વોત્તર ક્ષેત્રમાં માળખાકીય સુવિધાઓ અને સામાજિક વિકાસની પરિયોજનાઓ તેમજ આર્થિક પોષણ માટે નવી યોજના PM-DevINEનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
  • આ યોજના અંતર્ગત યુવાનો અને મહિલાઓને આજીવિકાની ગતિવિધીઓમાં સમર્થ બનાવવા માટે 1500 કરોડ રૂપિયાની પ્રારંભિક ફાળવણી કરવામાં આવી છે.

 

જીવંત ગ્રામ કાર્યક્રમ

  • ઉત્તર સરહદે છુટીછવાઇ વસ્તી, સિમિત સંપર્ક અને માળખાકીય સુવિધાઓવાળા સરહદી ગામડાઓના વિકાસ માટે જીવંત ગ્રામ કાર્યક્રમનો અમલ કરવામાં આવશે.

બેંકિંગ

  • સો ટકા 1.5 લાખ પોસ્ટ ઓફિસોને મુખ્ય બેંકિંગ પ્રણાલીમાં સામેલ કરવામાં આવશે.
  • અનુસૂચિત વાણિજ્યિક બેંક 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ એકમ (DBU)ની સ્થાપના કરશે.

ઇ-પાસપોર્ટ

  • એમ્બેડેડ ચીપ અને ભાવિ ટેકનોલોજી વાળા ઇ-પાસપોર્ટ શરૂ કરવામાં આવશે.

શહેરી આયોજન

  • ભવન નિર્માણના ઉપનિયમો, શહેરી આયોજન યોજના (TPS) અને પરિવહનલક્ષી વિકાસના આધુનિકીકરણને લાગુ કરવામાં આવશે.
  • શહેરી વિસ્તારોમાં મોટા પાયે ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવા માટે બેટરીની અદલાબદલીની નીતિ લાવવામાં આવશે.

ભૂમિ રેકોર્ડ વ્યવસ્થાપન

  • ભૂમિના રેકોર્ડ માટે IT આધારિત વ્યવસ્થાપન માટે વિશિષ્ટ ભૂમિ પાર્સલ ઓળખ નંબર.

ત્વરિત કોર્પોરેટ નિર્ગમન

  • કંપનીઓને ઝડપથી બંધ કરવા માટે સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ (C-PACE) સ્થાપિત કરવામાં આવશે.

AVGC પ્રોત્સાહન ટાસ્ક ફોર્સ

  • આ ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓ ઓળખવા માટે એક એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક (AVGC) પ્રોત્સાહન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.

ટેલિકોમ ક્ષેત્ર

  • ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાના એક હિસ્સા તરીકે 5G માટે એક મજબૂત ઇકો-સિસ્ટમ સ્થાપિત કરવા માટે ડિઝાઇન આધારિત વિનિર્માણ યોજના શરૂ કરવામાં આવશે.

નિકાસ પ્રોત્સાહન

  • ઉદ્યોગો અને સેવા હબના વિકાસમાં ભાગીદારી બનાવવા માટે રાજ્યોને સમર્થ બનાવવાના ઉદ્દેશ સાથે વિશેષ આર્થિક ઝોન અધિનિયમના સ્થાને એક નવા કાયદાનો અમલ કરવામાં આવશે.

 

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા

  • 2022-23માં ઘરેલું ઉદ્યોગ માટે નિર્ધારિત મૂડીગત ખરીદી માટે બજેટનો 68 ટકા હિસ્સો નિર્ધારિત કરવામાં આવ્યો છે જે 2021માં નિર્ધારિત કરવામાં આવેલા 58 ટકાના સરખામણીએ વધારે છે.
  • 25 ટકા સંરક્ષણ સંશોધન અને વિકાસ બજેટ સાથે ઉદ્યોગ સ્ટાર્ટઅપ અને શિક્ષણ માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ ખોલવામાં આવશે.
  • ટેસ્ટિગ અને પ્રમાણીકરણની જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વતંત્ર નોડલ એક છત્રી એકમ સ્થાપિત કરવામાં આવશે.

 

સનરાઇઝ (અરુણોદય) તક

  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જીઓસ્પેટિઅલ સિસ્ટમ્સ અને ડ્રોન, સેમી કન્ટક્ટર અને તેની ઇકોસિસ્ટમ, અંતરીક્ષ અર્થતંત્ર, જીઓનોમિક્સ અને ફાર્માસ્યુટિકલ, હરિત ઊર્જા અને સ્વચ્છ ગતિશિલતા પ્રણાલી જેવી સનરાઇઝ (અરુણોદય) તકોમાં સંશોધન અને વિકાસ માટે સરકારી યોગદાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

ઊર્જા ટ્રાન્સમિશન અને જળવાયુ કામગીરી:

  • વર્ષ 2030 સુધીમાં સ્થાપિત સૌર ઊર્જાનું 280 ગીગા વૉટનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતા સૌર મોડ્યૂલના નિર્માણ માટે ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન માટે રૂપિયા 19,500 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.
    • ઉષ્મા ઊર્જા પ્લાન્ટ્સમાં 5 થી 7 ટકા બાયોમાસ પેલેટ્સ કો-ફાયર કરવામાં આવશે.
  • વાર્ષિક રૂપે 38 MMT કાર્બન ડાયોક્સાઇડની બચત થશે.
  • ખેડૂતો માટે વધારાની આવક અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો.
  • ખેતરમાં પરાળી સળગાવવાનું રોકવામાં મદદ મળશે.
  • કોલ ગેસિફિકેશન કરવા માટે તેમજ ઉદ્યોગો માટે કોલસાને રસાયણોમાં પરિવર્તિત કરવા માટે ચાર પાયલટ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવશે.
  • અનુસૂચિત જાતિ અને જનજાતિઓ સાથે સંકળાયેલા ખેડૂતોમાં જેઓ એગ્રો-ફોરેસ્ટ્રી અપનાવવા માંગતા હોય તેમને આર્થિક સહાયતા આપવામાં આવશે.

 

સાર્વજનિક મૂડીગત રોકાણ:

  • 2022-23માં ખાનગી રોકાણ અને માગને પ્રોત્સાહન આપવા માટે સાર્વજનિક રોકાણ ચાલુ રાખવું.
  • વર્ષ 2022-23 દરમિયાન મૂડીગત ખર્ચ માટેના ખર્ચની રકમ તીવ્ર ગતિએ 35.4 ટકા વધીને 7.50 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ, જે વર્તમાન વર્ષમાં 5.54 લાખ કરોડ રૂપિયા હતી.
  • વર્ષ 2022-23 દરમિયાન ખર્ચ સકલ ઘરેલુ ઉત્પાદ (GDP)ના 2.9 ટકા રહેશે.
  • કેન્દ્ર સરકારનો અસરકારક મૂડીગત ખર્ચ 2022-23માં 10.68 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે તેવું અનુમાન છે, જે GDPના લગભગ 4.1 ટકા છે.

 

GIFT-IFSC

  • ગિફ્ટ (GIFT) સિટીમાં વિશ્વ સ્તરીય વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને મંજૂરી આપવામાં આવશે.
  • આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટર અંતર્ગત વિવાદોના સમયસર નિવારણ માટે એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

 

સંસાધનોનું એકત્રીકરણ

  • ડેટા સેન્ટર અને ઊર્જા સંગ્રહ પ્રણાલીઓને માળખાકીય સુવિધાનો દરજ્જો આપવામાં આવશે.
  • વેન્ચર કેપિટલ અને ખાનગી ઇક્વિટીને ગયા વર્ષમાં 5.5 લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રકમનું રોકાણ મળ્યું હતું અને તેનાથી એક સૌથી મોટી સ્ટાર્ટઅપ અને વિકાસ ઇકો-સિસ્ટમની સુવિધા મળી શકી હતી. આ રોકાણમાં વધારો કરવા માટે ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
  • સનરાઇઝ ક્ષેત્રો માટે બ્લેન્ડેડ ફંડ્સને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • ગ્રીન માળખાકીય સુવિધાઓ માટે સંસાધનો એકત્રિત કરવા સોવેરિન ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવશે.

 

ડિજિટલ રુપી

  • ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2022-23માં ડિજિટલ રુપીની શરૂઆત કરવામાં આવશે.

 

રાજ્યોને બૃહદ રાજકોષીય અવકાશ ઉપલબ્ધ કરાવવો

  • મૂડીગત રોકાણ માટે રાજ્યોને આર્થિક સહાયતાની યોજના માટે વધારે ખર્ચ કરવામાં આવશે:
  • આ ખર્ચ બજેટ અનુમાનોમાં 10 હજાર કરોડ રૂપિયાનો હતો જે વર્તમાન વર્ષ માટે સુધારવામાં આવેલા અનુમાનોમાં 15 હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
    • અર્થતંત્રમાં એકંદરે પ્રોત્સાહન માટે રાજ્યોને સહાયતા પૂરી પાડવાના ઉદ્દેશથી વર્ષ 2022-23માં એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી, 50 વર્ષીય વ્યાજમુક્ત લોન પૂરી પાડવામાં આવશે, જે સામાન્ય ધીરાણ સિવાય વધારાનું ધીરાણ છે.
  • 2022-23માં રાજ્યોને તેમના GSDPના 4 ટકા આર્થિક ખાધની અનુમતિ રહેશે, જેના 0.5 ટકા વિદ્યુત ક્ષેત્ર સુધારામાં ઉપયોગમાં લેવામાં આવશે.

 

રાજકોષીય વ્યવસ્થાપન

  • બજેટ અનુમાન 2021-22 : 34.83 લાખ કરોડ રૂપિયા
    • સુધારવામાં આવેલું અનુમાન 2021-22 : 37.70 લાખ કરોડ રૂપિયા
    • વર્ષ 2022-23માં કુલ અનુમાનિત ખર્ચ : 39.45 લાખ કરોડ રૂપિયા
    • વર્ષ 2022-23માં ઉધારી સિવાય કુલ પ્રાપ્તિ : 22.84 લાખ કરોડ રૂપિયા
    • ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ GDPના 6.9 ટકા (બજેટ અનુમાનોમાં 6.8 ટકાની સરખામણીએ)
  • વર્ષ 2022-23માં રોજકોષીય ખાધ GDPના 6.4 ટકા અનુમાનિત

 

ભાગ B

પ્રત્યક્ષ કરવેરાઓ

સ્થિર અને અનુમાનિત કર વ્યવસ્થાની નીતિ આગળ વધારવા માટેઃ

  • વિશ્વસનીય કર વ્યવસ્થાની સ્થાપવાનું લક્ષ્યાંક.
  • કર વ્યવસ્થાને વધારે સરળ બનાવવા અને કેસોનું ભારણ ઘટાડવા માટે.

નવા 'અદ્યતન રિટર્ન'ની રજૂઆત

  • વધારાના કરવેરાની ચૂકવણી ઉપર અદ્યતન રિટર્ન ફાઇલ કરવાની જોગવાઇ.
  • અગાઉ ચૂકી ગયેલી આવક જાહેર કરવા માટે આકારણીકર્તાને સક્ષમ બનાવશે.
  • સંબંધિત આકારણી વર્ષના અંતથી બે વર્ષની અંદર ફાઇલ કરી શકાશે.

સહકારી મંડળીઓ

  • સહકારી મંડળીઓ દ્વારા ચૂકવવામાં આવતા વૈકલ્પિક લઘુતમ કરવેરાને 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા પર લાવવામાં આવ્યો.
  • સહકારી મંડળીઓ અને કંપનીઓની વચ્ચે સ્વસ્થ હરિફાઇનું વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
  • રૂ.1 કરોડથી વધારે અને રૂ.10 કરોડ સુધીની કુલ આવક ધરાવતી સહકારી મંડળીઓ ઉપર સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો.

દિવ્યાંગ વ્યક્તિઓ માટે કર રાહત

  • દિવ્યાંગ આશ્રિતોને તેમના માતા-પિતા/વાલીઓના જીવનકાળ દરમિયાન એટલે કે માતા-પિતા/વાલીઓને સાંઇઠ વર્ષની ઉંમર પ્રાપ્ત કરવા પર પણ વીમા યોજનાઓથી વાર્ષિકી અને ઉચ્ચક રકમ પેશગીની પરવાનગી રહેશે.

રાષ્ટ્રીય પેન્શન યોજનામાં યોગદાનમાં સમાનતા

  • રાજ્ય સરકારના કર્મચારીઓના NPS એકાઉન્ટમાં કરાતાં નિયોજકના યોગદાન ઉપર કરકપાતની મર્યાદા 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવી.
  • આ બાબત તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓના સમકક્ષ કરલાભ પૂરો પાડશે.
  • સામાજિક સુરક્ષાના લાભો વધારવામાં મદદ કરશે.

 

સ્ટાર્ટ-અપ્સ માટે પ્રોત્સાહનો

  • કરલાભ પ્રાપ્ત કરવા માટે પાત્રતા ધરાવતાં સ્ટાર્ટ-અપ્સ માટે 31.03.2023 સુધી એક વર્ષ સુધી સમાવેશનો સમયગાળો લંબાવવામાં આવ્યો.
  • અગાઉ સમાવેશ માટેનો સમયગાળો 31.02.2022 સુધી માન્ય હતો.

રાહતદરે કર વ્યવસ્થા હેઠળ પ્રોત્સાહનો

  • ઉત્પાદન અને નિર્માણના પ્રારંભ માટે કલમ 115BAB અંતર્ગત અંતિમ તારીખ એક વર્ષ એટલે કે 31 માર્ચ, 2023થી વધારીને 31 માર્ચ, 2024 કરવામાં આવી.

વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતના કરવેરા માટે યોજના

  • વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામત માટે ચોક્કસ કર વ્યવસ્થા રજૂ કરવામાં આવી.
  • કોઇપણ પ્રકારની વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતના હસ્તાંતરણમાંથી કોઇપણ આવક ઉપર 30 ટકાના દરે કરવેરો લાગુ પડશે.
  • અધિગ્રહણના ખર્ચ સિવાય આવી આવકની ગણતરી કરતી વખતે કોઇપણ ખર્ચ અથવા ભથ્થાના સંદર્ભમાં કોઇ કપાતની પરવાનગી આપવામાં આવશે નહીં.
  • વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતની હસ્તાંતરમાંથી ઉદભવેલું નુકસાન કોઇપણ અન્ય આવકની સામે સરભર કરી શકાશે નહીં.
  • વ્યવહારની વિગતો પ્રાપ્ત કરવા માટે, નાણાકીય ટોચ મર્યાદા ઉપરાંત આવા કોઇપણ અવેજના 1 ટકાના દરે વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતના હસ્તાંતરના સંદર્ભમાં ચૂકવણી ઉપર TDS લાગુ પાડવામાં આવશે.
  • વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતની ભેટ પણ તેના પ્રાપ્તકર્તા માટે કરપાત્ર બનશે.

કોર્ટ કેસોનું પ્રબંધન

  • ઊચ્ચ અદાલત અથવા સર્વોચ્ચ અદાલતમાં પડતર હોય તેવા કોઇ સમાન પ્રકારનો કાયદાનો પ્રશ્ન ધરાવતાં કેસોના કિસ્સામાં, આવા કાયદાના પ્રશ્નનો અદાલત દ્વારા નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વિભાગ દ્વારા તેની સામે અપીલ દાખલ કરવાનું મુલતવી રાખવામાં આવશે.
  • કરદાતાઓ અને વિભાગ વચ્ચે વારંવર ઉદભવતા કોર્ટ કેસોને ઘટાડવામાં ખૂબ જ મદદ મળશે.

IFSCને કર પ્રોત્સાહનો

    • ચોક્કસ શરતોને આધીન, નીચેની બાબતોને કરવેરામાંથી મુક્તિ અપાશે.
    • વિદેશી ડેરિવેટિવ લેખોમાંથી બિન-નિવાસીની આવક.
    • વિદેશી બેન્કિંગ એકમ દ્વારા જારી કરાયેલા પ્રતિ ડેરિવેટિવ્સ લેખોમાંથી આવક.
    • જહાજના ભાડાપટ્ટાના ખાતા ઉપર રોયલ્ટી અને વ્યાજમાંથી આવક.
    • IFSCમાં પોર્ટફોલિયો સંચાલન સેવામાંથી પ્રાપ્ત થયેલી આવક.

સરચાર્જની તર્કસંગતતા

  • AOP (કરારના અનુપાલન માટે ઘડવામાં આવેલું કોન્સર્ટિયમ) ઉપર સરચાર્જ મહત્તમ 15 ટકા રહેશે.
  • વ્યક્તિગત કંપનીઓ અને AOPsની વચ્ચે સરચાર્જમાં વિસંગતતા ઘટાડવા લેવાયેલું પગલું.
  • કોઇપણ પ્રકારની અસ્કયામતોના હસ્તાંતરમાંથી ઉદભવતા લાંબા ગાળાના મૂડી ફાયદા ઉપર સરચાર્જ મહત્તમ 15 ટકા સુધી રહેશે .
  • સ્ટાર્ટ-અપ સમુદાયને ઉત્તેજન આપવા લેવાયેલું પગલું.

આરોગ્ય અને શિક્ષણ ઉપકર

  • આવક અને નફા ઉપર કોઇપણ પ્રકારનો સરચાર્જ અથવા ઉપકરની ગણતરી વેપારી ખર્ચ તરીકે માન્ય ગણાશે નહીં.

કરચોરી સામે નિવારણ

  • સર્ચ અને સરવે કામગીરીઓ દરમિયાન જાહેર ન કરાયેલી આવકની સામે કોઇ નુકસાનની પતાવટને પરવાનગી અપાશે નહીં.

TDS જોગવાઇઓની તર્કસંગતતા

  • વેપાર પ્રોત્સાહન રણનીતિ તરીકે એજન્ટ પર પસાર કરવામાં આવેલા લાભો એજન્ટ માટે કરપાત્ર બનશે
  • જો નાણાકીય વર્ષ દરમિયાન લાભનું કુલ મૂલ્ય રૂ.20,000થી વધી જાય તો લાભ આપી રહેલા વ્યક્તિને કર કપાત પૂરી પડાશે.

 

અપ્રત્યક્ષ કરવેરા

GSTમાં નોંધપાત્ર પ્રગતિ

  • મહામારીના સમયગાળા છતાં GSTની આવક ઊચ્ચત્તમ સ્તર પર પહોંચી છે - આ વૃદ્ધિ માટે કરદાતાઓ પ્રશંસાને પાત્ર છે.

વિશેષ આર્થિક ઝોન

  • SEZનું સીમા શુલ્ક પ્રબંધન સંપૂર્ણપણે IT સંચાલિત થશે અને સીમાશુલ્ક રાષ્ટ્રીય પોર્ટલ ઉપર કામગીરી 30મી સપ્ટેમ્બર, 2022 સુધીમાં અમલી બનાવવામાં આવશે.

સીમાશુલ્ક સુધારાઓ અને શુલ્કના દરોમાં ફેરફાર

  • ફેસલેસ સીમાશુલ્ક સંપૂર્ણપણે સ્થાપિત કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી દરમિયાન, સીમાશુલ્ક સંગઠનોએ ચપળતા અને સંકલ્પનું પ્રદર્શન કરીને તમામ મુશ્કેલીઓની સામે અસાધારણ રીતે અગ્રિમ હરોળમાં કામગીરી કરી છે.

પરિયોજનાગત આવકો અને મૂડી માલ-સામાન

  • મૂડીગત વસ્તુઓ અને પરિયોજનાગત આયોતોમાં છૂટછાટના દરો ક્રમિક રીતે દૂર કરવા અને 7.5 ટકા અસાધારણ શુલ્ક લગાવવાનો પ્રસ્તાવ. તેનાથી ઘરેલું ક્ષેત્ર અને 'મેક ઇન ઇન્ડિયા'ના વિકાસને પ્રોત્સાહન મળશે.
  • તે અદ્યતન મશીનરીને કેટલીક છૂટછાટો મળવાની ચાલુ રહેશે જેનું વિનિર્માણ દેશની અંદર કરવામાં આવતું નથી
  • વિશેષ કૉસ્ટિંગ્સ, બૉલ સ્ક્રૂ અને લિનિયર મોશન ગાઇડ ઉપર કેટલીક છૂટછાટો આપવાનું ચલણ ચાલુ કરવામાં આવી રહ્યું છે જે મૂડી માલ-સામાનના ઘરેલું વિનિર્માણને પ્રોત્સાહન આપશે.

સીમાશુલ્ક છૂટ અને શુલ્ક સરળીકરણની સમીક્ષા

  • 350થી વધારે પ્રસ્તાવિત રાહત જોગવાઇઓને સમયાંતરે દૂર કરવાનો પ્રસ્તાવ છે. તેમાં અનેક કૃષિ ઉત્પાદનો, રસાયણ, વસ્ત્ર, ચિકિત્સા ઉપકરણ અને દવાઓનો સમાવેશ થાય છે જેના માટે પૂરતાં પ્રમાણમાં ઘરેલુ ક્ષમતા ઉપસ્થિત છે.
  • ખાસ કરીને રસાયણ, કપડાં અને ધાતુ જેવા ક્ષેત્રો માટે સીમાશુલ્ક દરો અને શુલ્ક દરોનું માળખું સરળ બનાવાશે અને વિવાદમાં ઘટાડો થશે. જે ચીજ-વસ્તુઓ ભારતમાં ઉત્પન્ન કરવામાં આવે છે અથવા થઇ શકે છે તેમના માટે રાહત દૂર કરવાથી અને અર્ધનિર્મિત ઉત્પાદનોના વિનિર્માણમાં ઉપયોગ થનારા કાચા માલ પર રાહત સ્વરૂપે શુલ્ક લગાવવાથી 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના આપણાં લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

ક્ષેત્ર વિશેષ પ્રસ્તાવો

ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર

  • દેશમાં પહેરી શકાતાં ઉપકરણો, સાંભળી શકાતા ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક સ્માર્ટ મીટરોના નિર્માણને સુવિધાજનક બનાવવા શ્રેણીબદ્ધ દરો નિર્ધારિત કરવા માટે સીમાશુલ્ક દરોમાં સુધારો કરવામાં આવશે.
  • દેશમાં વધારે વૃદ્ધિ દર ધરાવતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ઉપ્તાદન માટે મોબાઇલ ફોનના ચાર્જરના ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ અને મોબાઇલ કેમેરા મોડ્યુલના કેમેરા લેન્સ અને કેટલીક અન્ય વસ્તુઓ પર શુલ્કમાં રાહત આપવામાં આવશે.

જ્વેલરી અને આભૂષણ

  • જ્વેલરી અને આભૂષણ ક્ષેત્રને પ્રોત્સાહન માટે કાપેલા અને પોલીશ કરેલા હીરા અને રત્ન પથ્થરો પર સીમાશુલ્ક ઘટાડીને 5 ટકા કરવામાં આવશે, માત્ર કાપેલા હીરા પર કોઇપણ સીમાશુલ્ક લાગુ પડશે નહીં.
  • ઇ-કોમર્સ દ્વારા આભૂષણોની નિકાસને સુવિધાજનક બનાવવા માટે એક સરળ નિયમિનકારી રૂપરેખા ચાલુ વર્ષની જૂન મહિના સુધી લાગુ કરાશે.
  • ઓછા મૂલ્ય ધરાવતાં ઇમિટેશન આભૂષણોની આયાતને નિરુત્સાહ કરવા માટે ઇમિટેશન આભૂષણની આયાત પર પ્રતિ કિલો ઓછામાં ઓછી રૂ.400નું સીમાશુલ્ક લગાવવામાં આવશે.

રસાયણ

  • કેટલાક મહત્વપૂર્ણ રસાયણ જેમ કે મિથેનોલ, એસિટિક એસિડ અને પેટ્રોલિયમ સંશોધન સાથે જોડાયેલા હેવી ફીડ સ્ટોક ઉપર સીમાશુલ્ક ઘટાડવામાં આવી રહ્યો છે, દેશમાં પર્યાપ્ત ક્ષમતા ધરાવતાં સોડિયમ સાઇનાઇડ પર સીમાશુલ્ક વધારવામાં આવી રહ્યું છે - તેનાથી દેશમાં મૂલ્યવર્ધનમાં મદદ મળશે.

MSME

  • છત્રી ઉપર સીમાશુલ્ક વધારીને 20 ટકા કરવામાં આવશે. છત્રીના પાર્ટ્સ પર આપવામાં આવી રહેલી શુલ્ક છૂટછાટ પાછી ખેંચવામાં આવશે.
  • ભારતમાં નિર્માણ કરાતાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા પાર્ટ્સ પર આપવામાં આવી રહેલી શુલ્કની રાહતને તર્કસંગત બનાવવામાં આવશે.
  • ગત વર્ષે સ્ટીલ સ્ક્રેપ પર આપવામાં આવેલી સીમાશુલ્કમાં છૂટછાટ હવે વધુ એક વર્ષ આપવામાં આવશે, જેથી MSME સાથે જોડાયેલા આનુષાંગિક સ્ટીલ ઉત્પાદકોને રાહત મળી શકે.
  • સ્ટેનલેસ સ્ટીલ અને સ્ટીલના કોટેડ ચોરસ ઉત્પાદનો, એલોય સ્ટીલ અને હાઇ-સ્પીડ સ્ટીલના સળિયા ઉપર કેટલાક એન્ટી-ડમ્પિંગ શુલ્ક અને સીવીડી પાછી ખેંચવામાં આવે છે, જેથી જનહિતમાં આ ધાતુઓની વર્તમાન ઊંચી કિંમતોનો સામનો કરી શકાય.

નિકાસ

  • નિકાસને પ્રોત્સાહન આપવા માટે કેટલીક વસ્તુઓ જેમ કે ફાસ્ટનર્સ, બટન, જિપર, લાઇનિંગ મટિરિયલ, વિશેષ ચામડું, ફર્નિચર ફિટિંગ અને પેકેજિંગ બોક્સ ઉપર છૂટ આપવામાં આવી રહી છે.
  • ઝીંગા ઉછેર કૃષિ માટે આવશ્યક કેટલાક કાચા માલ-સામાન ઉપર કર ઘટાડવામાં આવી રહ્યો છે, જેથી તેના નિકાસને પ્રોત્સાહન આપી શકાય.

ઇંધણના મિશ્રણને પ્રોત્સાહન આપવા માટે કરવેરા સંબંધી ઉપાય

મિશ્રણરહિત ઇંધણ ઉપર 1 ઓક્ટોબર, 2022થી પ્રતિ લીટર 2 રૂપિયાની વધારાની વિભાજક આબકારી જકાત લાગશે, જેથી ઇંધણના મિશ્રણને પ્રોત્સાહન આપી શકાય.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1794349) Visitor Counter : 5541