નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

વર્ષ 2021-22 દરમિયાન ઘઉં અને ડાંગરની ખરીદી પર 163 લાખ ખેડૂતોને 2.37 લાખ કરોડ રૂપિયાની MSP કિંમતની સીધી ચુકવણી


ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ પૂરી પાડવા માટે PPP મોડમાં એક યોજના શરૂ કરવામાં આવશે

કૃષિ અને ગ્રામીણ સાહસોને લગતા સ્ટાર્ટ-અપ્સને ભંડોળ પૂરું પાડવા માટે ફંડ શરૂ કરવામાં આવશે

કેન-બેતવા લિંક પ્રોજેક્ટથી 9.08 લાખ હેક્ટર ખેતીની જમીનને ફાયદો થશે

'કિસાન ડ્રોન'ના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે

સમગ્ર દેશમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે

બાજરીના ઉત્પાદનોના મૂલ્યવર્ધન અને બ્રાન્ડિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

તેલીબિયાંનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે વ્યાપક યોજના અમલમાં મૂકવામાં આવશે

Posted On: 01 FEB 2022 1:04PM by PIB Ahmedabad

આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતી વખતે, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી, શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે રવી 2021-22માં ઘઉંની ખરીદી અને ખરીફ 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદીમાં 163 લાખ ખેડૂતો પાસેથી 1208 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગર આવરી લેવામાં આવશે અને એમએસપી મૂલ્યની 2.37 લાખ કરોડની સીધી ચુકવણી તેમના એકાઉન્ટ્સમાં કરવામાં આવશે.

Agriculture and food processing.jpg

ખેડૂતો માટે ડિજિટલ અને હાઇ-ટેક સેવાઓ

 

નાણામંત્રીએ કહ્યું કે પીપીપી મોડમાં એક નવી યોજના શરૂ કરવામાં આવશે જે અંતર્ગત ખેડૂતોને ડિજિટલ અને હાઈટેક સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ માટે, જાહેર ક્ષેત્રની સંશોધન અને વિસ્તરણ સંસ્થાઓ તેમજ ખાનગી કૃષિ તકનીકી કંપનીઓ અને કૃષિ મૂલ્ય શૃંખલામાંના હિતધારકોને સામેલ કરવામાં આવશે.

 

કૃષિ અને ગ્રામીણ સાહસ માટે સ્ટાર્ટ-અપ ફંડ

 

કૃષિ ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ સિસ્ટમ પર ભાર મૂકતાં, શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સહ-રોકાણ મોડલ હેઠળ બનાવવામાં આવેલા મિશ્ર મૂડી ભંડોળ માટે નાબાર્ડ તરફથી સહાય પૂરી પાડવામાં આવશે. આ ફંડનો ઉદ્દેશ્ય 'કૃષિ સંબંધિત સ્ટાર્ટ-અપ્સ અને કૃષિ ઉત્પાદન મૂલ્ય શૃંખલા માટે યોગ્ય ગ્રામીણ સાહસોને નાણાં પૂરો પાડવાનો' હશે. આ સ્ટાર્ટ-અપ્સની પ્રવૃત્તિઓમાં અન્ય બાબતોની સાથે, ખેડૂતોને ફાર્મ સ્તરે ભાડાના ધોરણે વિકેન્દ્રિત મશીનરી પ્રદાન કરવી, FPO માટે IT આધારિત સપોર્ટનો સમાવેશ થશે.

 

કેન-બેતવા લિંક પ્રોજેક્ટ્સ

 

નાણામંત્રીએ કહ્યું કે, "કેન-બેતવા લિંક પ્રોજેક્ટ રૂ. 44,605 ​​કરોડના અંદાજિત ખર્ચે અમલમાં આવશે,". આ યોજનાનો ઉદ્દેશ્ય 9.08 લાખ હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈની સુવિધા પૂરી પાડવાનો છે. 62 લાખ લોકોને પીવાના પાણીની સપ્લાય ઉપરાંત આ પ્રોજેક્ટ 103 મેગાવોટ હાઇડ્રો અને 27 મેગાવોટ સોલાર પાવર પણ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 2021-22ના સુધારેલા અંદાજમાં 4,300 કરોડ રૂપિયા અને 2022-23માં 1,400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પાંચ નદી લિંક્સ અને દમણગંગા-પિંજલ, પાર-તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર-કાવેરીના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લાભાર્થી રાજ્યો વચ્ચે આ અંગે સમજૂતી થતાં જ કેન્દ્ર સરકાર તેમના અમલીકરણ માટે સહાય જાહેર કરશે.

 

ખેડૂત ડ્રોન

 

નવી ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા નાણા મંત્રીએ કહ્યું કે 'કિસાન ડ્રોન'ના ઉપયોગને કૃષિ પાકોના અંદાજ માટે, જમીનના દસ્તાવેજોને ડિજિટાઇઝ કરવા, જંતુનાશકો અને પોષક તત્વોનો છંટકાવ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

 

રસાયણ મુક્ત કુદરતી ખેતી

 

બજેટમાં રસાયણોનો ઉપયોગ કર્યા વિના કુદરતી ખેતી પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. "દેશભરમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, પ્રથમ તબક્કામાં, ગંગા નદીને અડીને આવેલા પાંચ કિલોમીટર પહોળા કોરિડોર હેઠળ આવતા ખેડૂતોની જમીન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે."

 

બાજરી ઉત્પાદનો માટે આધાર

 

લણણી પછીના મૂલ્યવર્ધન, સ્થાનિક વપરાશમાં વધારો અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે બાજરીના ઉત્પાદનોની બ્રાન્ડિંગ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

 

તેલીબિયાંના ઉત્પાદન માટેની યોજના

 

નાણામંત્રીએ સ્થાનિક તેલીબિયાંના ઉત્પાદનને વેગ આપવા માટે એક વ્યાપક યોજનાના અમલીકરણની જાહેરાત કરી છે. "તેલીબિયાંની આયાત પરની આપણી નિર્ભરતા ઘટાડવા માટે તેલીબિયાંનું સ્થાનિક ઉત્પાદન વધારવા માટે એક તર્કસંગત અને વ્યાપક યોજના અમલમાં મૂકવામાં આવશે," તેમ તેમણે ઉમેર્યું હતું.

 

ફૂડ પ્રોસેસિંગ

 

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં, ખેડૂતોને "ફળો અને શાકભાજીની યોગ્ય જાતો અપનાવવા" અને "ઉત્પાદન અને લણણીની યોગ્ય તકનીકોનો ઉપયોગ કરવા"માટે એક વ્યાપક પેકેજ પ્રદાન કરશે.

 

નાણામંત્રીએ કહ્યું કે રાજ્યોને પ્રાકૃતિક, ઝીરો-બજેટ અને ઓર્ગેનિક એગ્રીકલ્ચર, આધુનિક કૃષિ, મૂલ્યવર્ધન અને વ્યવસ્થાપનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમની કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સુધારો કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.


(Release ID: 1794215) Visitor Counter : 447