નાણા મંત્રાલય
આર્થિક સર્વે 2021-22ના મુખ્ય અંશો
प्रविष्टि तिथि:
31 JAN 2022 3:14PM by PIB Ahmedabad
2021-22માં વાસ્તવિક અર્થમાં 9.2 ટકા વૃદ્ધિ થવાની અપેક્ષા
2022-23માં 8.0-8.5 ટકાના દરેક GDP વધવાનું અનુમાન
મહામારી: સરકારે કરેલા પુરવઠા સંબંધિત સુધારાઓ ટકાઉક્ષમ લાંબાગાળાના વિસ્તરણ માટે અર્થતંત્ર તૈયાર કરી રહ્યા છે
એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન મૂડી ખર્ચમાં 13.5 ટકા (YoY) વધાર થયો
વિદેશી હુંડિયામણ અનામતો 31 ડિસેમ્બર 2021 સુધીમાં US$ 633.6 અબજ સુધી પહોંચી ગઇ
મેક્રો ઇકોનોમિક સ્થિરતા સૂચકાંકો 2022-23માં આવનારા પડકારોનો સામનો કરવા માટે અર્થતંત્ર સારી સ્થિતિમાં હોવાનું સૂચન કરે છે
રાજકોષીય પ્રાપ્તિમાં ધરખમ વધારો થયો છે
સામાજિક ક્ષેત્ર: GDPની સપ્રમાણતામાં સામાજિક સેવાઓ પર ખર્ચ 2021-22માં (BE) વધીને 8.6 ટકા થયો છે જ્યારે 2014-15માં 6.2 ટકા હતો
અર્થતંત્ર ફરી બેઠું થયું હોવાથી, રોજગારી સૂચકાંકો 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં છલાંગ લગાવીને મહામારી પહેલાંના સ્તર સુધી પાછા આવી ગયા છે
વેપારી માલની નિકાસ અને આયાત મજબૂત રીતે આગળ વધી છે અને કોવિડ પહેલાંના સ્તરોને પાછળ રાખી દીધા છે
31 ડિસેમ્બર 2021 સુધીમાં બેંક ધીરાણો વધીને 9.2 ટકા સુધી પહોંચી ગયા છે
75 IPO દ્વારા રૂ. 89,066 કરોડ ઉભા કરવામાં આવ્યા છે, છેલ્લા એક દાયકામાં કોઇપણ એક વર્ષમાં એકત્ર કરવામાં આવેલી રકમ કરતાં નોંધનીય પ્રમાણમાં આ રકમ વધારે છે
CPI-C ફુગાવો 2021-22 (એપ્રિલ- ડિસેમ્બર)માં ઘટીને 5.2 ટકા થયો
ખાદ્ય ફુગાવાની સરેરાશ 2021-22 (એપ્રિલ- ડિસેમ્બર)માં 2.9 ટકાના નીચા દરે નોંધાઇ
પુરવઠા બાજુના અસરકારક વ્યવસ્થાપનના કારણે મોટાભાગની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણમાં રહ્યા
કૃષિ: 202-22માંમાં GVAમાં 3.9%ની ઉત્સાહજનક વૃદ્ધિ નોંધાઇ
રેલવે: 2021-22માં મૂડી ખર્ચમાં નોંધનીય પ્રમાણમાં વધારો થઇને તેનો આંકડો રૂ. 155,181 કરોડ થયો; 2021-22માં હજુ વધારે વૃદ્ધિ થઇને રૂ. 215,058 કરોડ થવાનું બજેટ છે, 2014ના સ્તરની સરખામણીએ આ આંકડો પાંચ ગણો વધારો દર્શાવે છે
2020-21માં દૈનિક ધોરણે થતા માર્ગોનું નિર્માણ વધીને 36.5 કિમી સરેરાશ થયું - અગાઉના વર્ષની સરખામણીએ તે 3.04 ટકાનો વધારો દર્શાવે છે
SDG: નીતિ આયોગ ડૅશબોર્ડ પર 2020-21માં એકંદરે સ્કોર વધીને 66 થયો
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2021-22નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આ આર્થિક સર્વેના મુખ્ય અંશો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:
અર્થતંત્રની સ્થિતિ:
- ભારતનું અર્થતંત્ર 2021-22માં વાસ્તવિક અર્થમાં 9.2 ટકાના દરે વૃદ્ધિ કરશે (પ્રથમ આગોતરા અનુમાનો અનુસાર) તેવો અંદાજ છે જ્યારે 2020-21માં 7.3 ટકા સંકોચન થયું હતું.
- 2022-23માં GDP વાસ્તવિક અર્થમાં 8 -8.5 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
- અર્થતંત્રના પુનરુત્કર્ષ માટે સમર્થન પૂરું પાડવા માટે આવનારું વર્ષ નાણાકીય પ્રણાલીની વધુ સારી સ્થિતિ હોવાની સાથે ખાનગી ક્ષેત્રના રોકાણમાં વધારો કરવા માટે તૈયાર છે.
- વર્ષ 2022-23 માટે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા તાજેતરમાં વાસ્તવિક GDP વૃદ્ધિ માટે કરવામાં આવેલી અનુક્રમે 8.7 ટકા અને 7.5 ટકાની વૃદ્ધિ આગાહી સાથે તુલનાત્મક અનુમાન છે.
- IMPના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક અનુમાનો અનુસાર, ભારતનો વાસ્તવિક GDP 2021-22 અને વર્ષ 2022-23માં 9 ટકાના દરે અને વર્ષ 2023-24માં 7.1 ટકાના દરે રહેવાનું અનુમાન કવરામાં આવ્યું છે, જે ભારતને તમામ ત્રણ વર્ષ માટે દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું અર્થતંત્ર બનાવશે.
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 3.9 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે; 2021-22 દરમિયાન આ ઉદ્યોગમાં 11.8 ટકા અને સેવા ક્ષેત્રમાં 8.2 ટકા.
- માંગ તરફી વાત કરીએ તો, 2021-22માં વપરાશમાં 7.0 ટકા, સકલ અચલ મૂડી ફોર્મેશન (GFCF)માં 15 ટકા, નિકાસમાં 16.5 ટકા અને આયાતમાં 29.4 ટકા વૃદ્ધિ થવાનું અનુમાન છે.
- મેક્રો ઇકોનોમિક સ્થિરતા સૂચકાંકો એવું દર્શાવે છે કે, ભારતનું અર્થતંત્ર 2022-23 દરમિયાન આવનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.
- ઉચ્ચ વિદેશી હુંડિયામણની અનામત અને ટકાઉક્ષમ વિદેશી પ્રત્યક્ષ રોકાણની આવકના સંયોજન તેમજ નિકાસના કારણે કમાણીમાં થઇ રહેલી વૃદ્ધિ વર્ષ 2022-23માં સંભવિત વૈશ્વિક પ્રવાહિતા ઘટાડા સામે પૂરતા પ્રમાણમાં બફર ઉપલબ્ધ કરાવશે.
- મહામારીના “બીજા ચરણ”ના કારણે આર્થિક પ્રભાવ 2020-21 દરમિયાન લાગુ કરવામાં આવેલા સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન હતો તેની સરખામણીએ ઓછો રહ્યો છે, છતાં આરોગ્ય પર જોવા મળેલો પ્રભાવ ઘણો તીવ્ર હતો.
- ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા અનન્ય પ્રતિસાદમાં સમાજના નિઃસહાય વર્ગ અને વ્યવસાય ક્ષેત્ર પર થનારી અસરને આધાર આપવા માટે તૈયાર કરાયેલી સેફ્ટી-નેટ્સ, વિકાસને વેગવાન કરવા માટે મૂડી ખર્ચમાં નોંધનીય પ્રમાણમાં વૃદ્ધિ અને ટકાઉક્ષમ લાંબાગાળાના વિસ્તરણ માટે પુરવઠા બાજુએ કરવામાં આવેલા સુધારાઓ સામેલ છે.
- સરકારનો લવચિક અને બહુસ્તરિય પ્રતિસાદ આંશિક રૂપે અંશતઃ એક "એજીલ" માળખા પર આધારિત છે જેમાં પ્રતિસાદમાં રહેલી ત્રૂટીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને અત્યંત અનિશ્ચિતતાના માહોલમાં એંસી ઉચ્ચ આવર્તન સૂચકાંકો (HFI) નો ઉપયોગ કરવામાં આવે છે.
નાણાકીય વિકાસ:
- કેન્દ્ર સરકાર (એપ્રિલથી નવેમ્બર 2021) પાસેથી નાણાં પ્રાપ્તિમાં 2021-22માં 9.6 ટકાના અંદાજપત્રીય અનુમાનની સરખામણીએ 67.2 ટકાની (YoY)ની વૃદ્ધિ થઇ છે (2020-21 કામચલાઉ વાસ્તવિક આંકડાથી વધુ).
- એપ્રિલથી નવેમ્બર, 2021 દરમિયાન વાર્ષિક ધોરણે કુલ કરવેરા આવકમાં 50 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઇ છે. 2019-2020ના મહામારી પહેલાંના સ્તરની સરખામણીમાં પણ આ પ્રદર્શન ઘણું મજબૂત છે.
- એપ્રિલથી નવેમ્બર 2021 દરમિયાન, મૂડી ખર્ચમાં 13.5 ટકા (વાર્ષિક ધોરણે)ની વૃદ્ધિ થઇ છે જેમાં માળખાકીય સુવિધા સઘન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
- ટકાઉક્ષમ આવક કલેક્શન અને લક્ષિત ખર્ચ નીતિમાં એપ્રિલ થી નવેમ્બર 2021 સુધીના સમય માટે રાજકોષીય ખાધ અંદાજપત્ર અનુમાનના 46.2 ટકા છે.
- કોવિડ-19ના કારણે ઉધારી લેવામાં થયેલી વૃદ્ધિ સાથે, કેન્દ્ર સરકારનું દેવું 2019-20માં GDPના 49.1 ટકા હતું તે વધીને 2020-21માં GDPના 59.3 ટકા થઇ ગયું છે, પરંતુ અર્થતંત્રમાં રિકવરી નોંધાઇ રહી હોવાથી તેમાં ઘટાડો થવાનું ચાલુ રહેશે તેવી અપેક્ષા છે.
બાહ્ય ક્ષેત્રો:
- ભારતની વેપારી માલની નિકાસ અને આયાતમાં મજબૂતીથી વધારો થયો છે અને વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન તેનો આંકડો કોવિડ પહેલાંના સ્તરોને વટાવી ગયો છે.
- ચોખ્ખી સેવાઓ મેળવવામાં નોંધનીય ગતિ પકડાઇ છે જેમાં પર્યટન ક્ષેત્રમાં નબળી આવક થઇ હોવા છતાં, પ્રાપ્તિ અને ચૂકવણી બંને મહામારી પહેલાંના સ્તરને પાર કરી ગયા છે.
- એકધારા વિદેશી રોકાણના પ્રવાહ, ચોખ્ખા બાહ્ય વ્યાપારી ઉધારીના પુનરુત્થાન, ઉચ્ચ બેંકિંગ કેપિટલ અને વધારાની વિશેષ ઉપાડ અધિકારો (SDR)ની ફાળવણીના કારણે 2021-22ના પ્રથમ છ માસિક ગાળામાં ચોખ્ખો મૂડી પ્રવાહ US$ 65.6 અબજના ઉચ્ચ સ્તરે હતો.
- ભારતનું બાહ્ય દેવું સપ્ટેમ્બર 2021ના અંત સુધીમાં વધીને 593.1 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયું છે જે અગાઉના વર્ષમાં 556.8 અબજ અમેરિકી ડૉલર હતું, જે ઉચ્ચ વ્યાપારી ઉધારીની સાથે સાથે IMF દ્વારા વધારાના SRDની ફાળવણીને પ્રતિબિંબિત કરે છે.
- વિદેશી હુંડિયામણ અનામતો વર્ષ 2021-22ના પ્રથમ છ માસિક ગાળામાં 600 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગઇ છે અને 31 ડિસેમ્બર 2021 સુધીમાં આ આંકડો વધીને 633.6 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયો છે.
- નવેમ્બર 2021ના અંત સુધીમાં, ચીન, જાપન અને સ્વિટ્ઝર્લેન્ડ પછી ભારત સમગ્ર દુનિયામાં ચોથુ સૌથી મોટું વિદેશી હુંડિયામણ ધરાવતું રાષ્ટ્ર બન્યું છે.
નાણાંકીય વ્યવસ્થાપન અને આર્થિક મધ્યસ્થી:
- પ્રણાલીમાં પ્રવાહિતા સિલકમાં રહી.
- 2021-22માં રેપો રેટ 4 ટકાએ જળવાઇ રહ્યો.
- વધારે પ્રવાહિતા પ્રદાન કરવા માટે RBI દ્વારા જી-સેક હસ્તાંતરણ કાર્યક્રમ અને વિશેષ દીર્ઘકાલિન રેપો ઓપરેશન જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
- મહામારીના કારણે લાગેલો આર્થિક આંચકો કોમર્શિયલ બેંકિંગ પ્રણાલી દ્વારા સુધારાની સ્થિતિમાં આવી ગયો છે:
- વાર્ષિક ધોરણે બેંક ધીરાણમાં 2021-22 દરમિયાન તબક્કાવાર વધારો થયો છે જે એપ્રિલ 2021માં 5.3 ટકાથી વધીને 31 ડિસેમ્બર 2021 સુધીમાં 9.2 ટકા થયું છે.
- અનુસૂચિક વ્યાપારી બેંકો (SCB)ના સકલ નોન-પરફોર્મિંગ એડવાન્સ ગુણોત્તર 2017-18ના અંત સુધીમાં 11.2 ટકાથી ઘટીને સપ્ટેમ્બર 2021ના અંત સુધીમાં 6.9 ટકા થયો છે.
- ચોખ્ખો નોન-પરફોર્મિંગ એડવાન્સ ગુણોત્તર સમાન સમયગાળા દરમિયાન 6 ટકાથી ઘટીને 2.2 ટકા સુધી આવી ગયો છે.
- SCBનો મૂડીથી જોખમ-ભારીત મિલકત ગુણોત્તર 2013-14માં 13 ટકા હતો તે એકધારો વધીને સપ્ટેમ્બર 2021ના અંત સુધીમાં 16.54 ટકા થઇ ગયો છે.
- જાહેર ક્ષેત્રની બેંકોમાં મિલકતો પર વળતર અને ઇક્વિટી પર વળતર સપ્ટેમ્બર 2021ના અંત સુધીના સમયગાળા માટે એકધારું સકારાત્મક રીતે વધ્યું છે.
- મૂડી બજાર માટે અસામાન્ય વર્ષ:
- એપ્રિલ થી નવેમ્બર 2021 સુધીમાં કુલ 75 પ્રારંભિક જાહેર ઓફર (IPO) ઇશ્યુ દ્વારા રૂપિયા 89,066 કરોડ ઉભા કરવામાં આવ્યા છે જે છેલ્લા એક દાયકામાં કોઇપણ એક વર્ષમાં ઉભી કરવામાં આવેલી રકમ કરતાં નોંધનીય વધારે છે.
- સેન્સેક્સ અને નિફ્ટી 18 ઓક્ટોબર 2021ના રોજ અનુક્રમે 61,766 અને 18,477ના શિખર સુધી પહોંચી ગયા હતા.
- મુખ્ય ઉભરતા બજારોના અર્થતંત્રોમાં, ભારતીય બજારોએ એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન આઉટપરફોર્મ (ઉત્કૃષ્ટ પદર્શન) કર્યું છે.
ભાવો અને ફુગાવો:
- 2021-22 (એપ્રિલથી ડિસેમ્બર) દરમિયાન સરેરાશ હેડલાઇન CPI – સંયુક્ત ફુગાવો ઘટીને 5.2 થયો છે જે 2020-21ના અનુવર્તી સમયગાળા દરમિયાન 6.6 ટકા હતો.
- ખાદ્ય ફુગાવો હળવો થવાથી છુટક ફુગાવા (મોંઘવારી)માં ઘટાડો થયો છે.
- 2021-22 (એપ્રિલથી ડિસેમ્બર)માં ખાદ્ય ફુગાવો સરેરાશ 2.9 ટકાના દરે રહ્યો જ્યારે ગયા વર્ષે અનુવર્તી સમયગાળા દરમિયાન તે 9.1 ટકા હતો.
- અસરકારક પુરવઠા તરફી વ્યવસ્થાપનના કારણે મોટાભાગની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહ્યા છે.
- કઠોળ/દાળ અને ખાદ્ય તેલોના ભાવોની વૃદ્ધિને નિયંત્રણમાં રાખવા માટે અગાઉથી સક્રિયપણે પગલાં લેવામાં આવ્યા હતા.
- કેન્દ્રીય આબકારી જકાતમાં ઘટાડો કરવાથી તેના પરિણામે મોટાભાગના રાજ્યોના મૂલ્યવર્ધિત કરવેરામાં ઘટાડો થયો હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવો નીચે લાવવામાં મદદ મળી શકી છે.
- જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ના આધારે જથ્થાબંધ ફુગાવો 2021-22 (એપ્રિલથી ડિસેમ્બર) દરમિયાન વધીને 12.5 ટકા થયો છે
- ઉલ્લેખિત કારણો તેના માટે જવાબદાર છે:
- અગાઉના વર્ષમાં નીચો આધાર,
- આર્થિક પ્રવૃત્તિઓમાં પકડાયેલો વેગ,
- ક્રૂડ ઓઇલ અને અન્ય આયાતી ઇનપુટ્સના ભાવોમાં તીવ્ર વધારો અને
- હેરફેરનો ઉચ્ચ ખર્ચ.
- CPI-C અને WPI ફુગાવા વચ્ચે વિચલન:
- મે 2020માં વિચલન 9.6 ટકાના પોઇન્ટના શિખરે પહોંચ્યું હતું.
- જોકે, ડિસેમ્બર 2021માં છુટક ફુગાવો જથ્થાબંધ ફુગાવાથી 8.0 ટકાથી નીચે આવી જવાથી આ વર્ષે વિચલનમાં વળતો પ્રવાહ જોવા મળ્યો છે.
- આ વિચલનને કેટલાક પરિબળોના આધારે વર્ણવી શકાય જેમકે:
- આધારભૂત અસરના કારણે ભિન્નતા,
- બે સૂચકાંકોના અવકાશ અને કવરેજ વચ્ચે તફાવત,
- કિંમત એકત્રીકરણ,
- આવરી લેવામાં આવેલી વસ્તુઓ.
- કોમોડિટીના વજનમાં તફાવત અને
- WPI આયાતી ઇનપુટ્સના કારણે ખર્ચના કારણે થતા ફુગાવા માટે વધુ સંવેદનશીલ છે.
- WPIમાં આધારભૂત અસરમાં ધીમે ધીમે ઘટાડો થવાની સાથે સાથે, CPI-C અને WPIમાં વિચલન પણ ઓછું થવાની અપેક્ષા છે.
દીર્ઘકાલિન વિકાસ અને આબોહવા પરિવર્તન:
- નીતિ આયોગ SDG ભારત સૂચકાંક અને ડેશબોર્ડ પર એકંદરે ભારતનો સ્કોર 2020-21માં વધીને 66 થયો છે જે 2019-20માં 60 અને 2018-19માં 57 હતો.
- 2020-21 દરમિયાન અગ્ર મોરચે આગળ વધાનારા (જેમનો સ્કોર 65-99 હોય)ની સંખ્યા વધીને 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચી છે જ્યારે 2019-20માં આ આંકડો 10 હતો.
- નીતિ આયોગ પૂર્વોત્તર પ્રદેશ જિલ્લા SDG સૂચકાંક 2021-22માં પૂર્વોત્તર ભારતમાં, 64 જિલ્લા અગ્ર મોરચે આગળ વધનારા હતા અને 39 જિલ્લા પરફોર્મર્સ હતા.
- દુનિયામાં ભારત સૌથી મોટો દસમા ક્રમનો જંગલ વિસ્તાર ધરાવે છે.
- વર્ષ 2010થી 2020 સુધીના સમયગાળામાં ભારતે પોતાના જંગલ વિસ્તારમાં વધારો કરીને વર્ષ 2020માં ભારતે સમગ્ર દુનિયામાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.
- 2020માં ભારતની કુલ ભૌગોલિક જમીનમાંથી જંગલથી આવરિત વિસ્તાર 24% નોંધાયો છે જે દુનિયાના કુલ જંગલ વિસ્તારમાંથી 2% છે.
- ઑગસ્ટ 2021માં, પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપન સુધારા કાયદો, 2021 અધિસૂચિત કરવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ વર્ષ 2022 સુધીમાં એકલ વપરાશ પ્લાસ્ટિકને નાબૂદ કરવાનો છે.
- પ્લાસ્ટિક પેકેજિંગ માટે વિસ્તૃત ઉત્પાદક જવાબદારી અંગેના ડ્રાફ્ટ નિયમનની અધિસૂચના આપવામાં આવી છે.
- ગંગા નદીના મુખ્ય પ્રવાહ ક્ષેત્ર અને તેની પેટા નદીઓના ક્ષેત્રોમાં સ્થિત ચોખ્ખા પ્રદૂષક ઉદ્યોગો (GPI)ની અનુપાલન સ્થિતિ 2017 માં 39% હતી તે 2020 માં વધીને 81% થઇ ગઇ છે.
- પરિણામરૂપે વહેતા પાણીમાં ઠાલવવામાં આવતા કચરાનું પ્રમાણ 2017માં દૈનિક 349.13 મિલિયન લીટર હતું તે ઘટીને 2020માં દૈનિક 280.20 મિલિયન લીટર થઇ ગયું છે.
- પ્રધાનમંત્રીએ, નવેમ્બર 2021માં ગ્લાસગો ખાતે યોજાયેલી 26મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP 26)માં આપેલા રાષ્ટ્રીય નિવેદનના ભાગરૂપે, ઉત્સર્જનમાં વધુ ઘટાડો કરવા માટે 2030 સુધીમાં હાંસલ કરવા માટેના મહત્વાકાંક્ષી લક્ષ્યોની જાહેરાત કરી હતી.
- એક શબ્દ ચળવળ 'LIFE' (પર્યાવરણ માટે જીવનશૈલી) શરૂ કરવાની જરૂરિયાતમાં અવિચારી અને વિનાશક વપરાશને બદલે સમજીવિચારીને અને ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
કૃષિ અને ખાદ્ય વ્યવસ્થાપન:
- કૃષિ ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષમાં ઉત્સાહજનક વૃદ્ધિ નોંધાઇ છે, જે દેશમાં કુલ મૂલ્ય વર્ધન (GVA)ના 18.8% (2021-22) માટે જવાબદાર છે અને 2020-21માં 3.6% જ્યારે 2021-22માં 3.9%ની વૃદ્ધિ નોંધાવી છે.
- પાકમાં વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ની નીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- પાકના ઉત્પાદનમાંથી થયેલી ચોખ્ખી પ્રાપ્તિમાં 2014ના પરિસ્થિતિ મૂલ્યાંકન સર્વે (SAS) અહેવાલની સરખામણીએ તાજેતરના પરિસ્થિતિ મૂલ્યાંકન સર્વે (SAS)માં 22.6%ની વૃદ્ધિ નોંધાઇ છે.
- પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન સહિતના સંલગ્ન ક્ષેત્રો સતત ઉચ્ચ વૃદ્ધિના ક્ષેત્રો અને કૃષિ ક્ષેત્રમાં એકંદરે વૃદ્ધિના મુખ્ય પ્રેરક તરીકે ઉભરી રહ્યા છે.
- 2019-20 સુધીમાં પૂરા છતા છેલ્લા પાંચ વર્ષમાં પશુધન ક્ષેત્ર CAGRના 8.15% કરતાં વધારે દરે વૃદ્ધિ પામ્યું છે. તે ખેડૂત પરિવારોના સમૂહોમાં આવકના સ્થિર સ્રોત તરીકે છે જે તેમની સરેરાશ માસિક આવકના લગભગ 15% જેટલો હિસ્સો ધરાવે છે.
- સરકાર માળખાકીય સુવિધાઓ વિકાસના વિવિધ પગલાંઓ લઇને, સબસિડી સાથેના પરિવહન અને સૂક્ષ્મ ખાદ્ય સાહસોના ઔપચારીકરણ માટે સમર્થન દ્વારા ખાદ્ય પ્રસંસ્કરણની સુવિધા પૂરી પાડે છે.
- ભારતમાં સમગ્ર દુનિયાના સૌથી મોટા ખાદ્ય પ્રસંસ્કરણ કાર્યક્રમો ચાલી રહ્યા છે
- સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) જેવી યોજનાઓનો અમલ કરીને ખાદ્ય સુરક્ષા નેટવર્કના કવરેજને આગળ ધપાવ્યું છે.
ઉદ્યોગ અને માળખાકીય સુવિધા:
- એપ્રિલથી નવેમ્બર 2021 સુધીમાં ઉદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) 17.4 ટકા (વાર્ષિક ધોરણે) વધ્યો છે જ્યારે એપ્રિલથી નવેમ્બર 2020 સુધીમાં તે (-)15.3 ટકા હતો.
· ભારતીય રેલ્વે માટે વર્ષ 2020-21માં મૂડી ખર્ચ વધીને રૂ. 155,181 કરોડ થયો છે જે 2009-14 દરમિયાન સરેરાશ વાર્ષિક રૂ. 45,980 કરોડની સરખામણીએ ઘણો વધારે છે અને અને 2021-22માં વધુ રૂપિયા 215,058 કરોડ સુધી વધવાનું બજેટ છે જે 204ના સ્તરની સરખામણીએ પાંચ ગણો વધારો દર્શાવે છે.
· 2020-21માં દૈનિક ધોરણે થતા માર્ગોનું નિર્માણ ટકાઉક્ષમ રીતે વધીને 36.5 કિમી સરેરાશ થયું છે અગાઉના વર્ષમાં દૈનિક ધોરણે 28 કિમી હતું માટે તેની સરખામણીએ તે 3.04 ટકાનો વધારો દર્શાવે છે.
· મહામારીની સ્થિતિ હોવા છતાં 2021-22 ના જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રિમાસિક સમયમાં મોટી કંપનીઓનો ચોખ્ખો નફો અને વેચાણ ગુણોત્તર 10.6 ટકાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો (RBIનો અભ્યાસ).
- ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન (PLI) યોજનાઓ શરૂ કરવામાં આવી હોવાથી તે, માળખાકીય સુવિધાને ભૌતિક તેમજ ડિજિટલ બંને રીતે આપવામાં આવેલું મોટું પ્રોત્સાહન સાબિત થયું છે, જેમાં વ્યવહાર ખર્ચ ઘટાડવા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે હાથ ધરવામાં આવેલા પગલાં હોવા છે જેથી, અર્થતંત્રની રિકવરીની ગતિને તેનાથી સમર્થન મળશે.
સેવાઓ:
- સેવાઓના GAVનું સ્તર જુલાઇ- સપ્ટેમ્બર 2021-22ના ત્રિમાસિક ગાળામાં મહામારી પહેલાંના સ્તરે પહોંચી ગયું છે; જોકે, વેપાર, પરિવહન, વગેરે જેવા સંપર્ક સઘન ક્ષેત્રોના GVA હજુ પણ મહામારી પહેલાંના સ્તરની સરખામણીએ નીચે છે.
· 2021-22માં એકંદરે સેવા ક્ષેત્ર GVA 8.2 ટકા વધવાની અપેક્ષા છે.
· એપ્રિલથી ડિસેમ્બર 2021 દરમિયાન, રેલવે નૂર તેના મહામારી પહેલાંના સ્તરને વટાવી ગયું છે જ્યારે હવાઇ નૂર અને બંદર પરનો ટ્રાફિક લગભગ તેમના મહામારી પહેલાંના સ્તરે પહોંચી ગયો છે, સ્થાનિક હવાઇ અને રેલવે મુસાફર ટ્રાફિક ધીમે ધીમે વધી રહ્યો છે જે દર્શાવે છે કે પ્રથમ લહેરની સરખામણીમાં બીજી લહેરની અસર ઓછી વર્તાઇ હતી.
· વર્ષ 2021-22ના પ્રથમ છમાસિક સમય ગાળા દરમિયાન, સેવા ક્ષેત્રે US$ 16.7 બિલિયનથી વધુનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું - જે ભારતમાં કુલ FDI ના પ્રવાહના લગભગ 54 ટકા જેટલું છે.
· વર્ષ 2020-21માં IT-BPM સેવાઓની આવક US$ 194 બિલિયન સુધી પહોંચી ગઇ છે, આ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં વધુ 1.38 લાખ કર્મચારીઓનો ઉમેરો થયો છે.
· સરકાર દ્વારા કરવામાં આવેલા મુખ્ય સુધારાઓમાં IT-BPO સેક્ટરમાં ટેલિકોમ નિયમનો દૂર કરવા અને અવકાશ ક્ષેત્રને ચલાવવા માટે ખાનગી કંપનીઓ માટે દ્વારા ખુલ્લા કરવાનો સમાવેશ છે.
· વર્ષ 2020-21ના જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિક ગાળામાં સેવાઓની નિકાસ મહામારી પહેલાંના સ્તરને વટાવી ગઇ હતી અને 2021-22ના પ્રથમ છમાસિક ગાળામાં 21.6 ટકા વધી હતી - સોફ્ટવેર અને IT સેવાઓની નિકાસ માટેની વૈશ્વિક માંગને કારણે મજબૂતી આવી હતી.
· અમેરિકા અને ચીન પછી ભારત આખી દુનિયામાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. 2021-22માં નવા વધેલા સંગઠિત સ્ટાર્ટઅપની સંખ્યા 14000 કરતાં વધારે છે જ્યારે 2016-17માં આ આંકડો માત્ર 733 હતો.
· વર્ષ 2021માં 44 ભારતીય સ્ટાર્ટ-અપ્સે યુનિકોર્નનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે અને યુનિકોર્નની કુલ સંખ્યા 83 પર પહોંચી ગઇ છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ સેવા ક્ષેત્રમાં છે.
સામાજિક માળખાકીય સુવિધા અને રોજગારી:
- 16 જાન્યુઆરી 2022ના રોજ સુધીની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19 રસીના 157.94 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે; 91.39 કરોડને પ્રથમ ડોઝ અને 66.05 કરોડને બીજો ડોઝ આપ્યો છે.
· અર્થતંત્ર ફરી બેઠું થઇ રહ્યું હોવાથી, વર્ષ 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન રોજગાર સૂચકાંકો મહામારી પહેલાંના સ્તરે પાછા આવી ગયા છે.
· માર્ચ 2021 સુધીના ત્રિમાસિક સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (PFLS)ના ડેટા અનુસાર, મહામારીથી અસરગ્રસ્ત શહેરી ક્ષેત્રોમાં રોજગારીની સ્થિતિ લગભગ મહામારી પહેલાંના સ્તરે ફરી પાછી આવી ગઇ છે.
· કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના ડેટા અનુસાર, કોવિડ મહામારીની બીજા લહેર દરમિયાન નોકરીઓનું ઔપચારીકરણ ચાલુ રહ્યું હતું; નોકરીઓના ઔપચારીકરણ પર કોવિડના કારણે થયેલી પ્રતિકૂળ અસર પહેલાં ચરણની સરખામણીએ બીજા ચરણમાં ઓછી જોવા મળી હતી.
· GDPની સપ્રમાણતા તરીકે કેન્દ્ર અને રાજ્યો દ્વારા સામાજિક સેવાઓ (આરોગ્ય, શિક્ષણ અને અન્ય) પર કરવામાં આવતો ખર્ચ 2014-15માં 6.2% હતો તે વધીને વર્ષ 2021-22 માં 8.6% થયો છે (અંદાજપત્ર અનુમાન)
· રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે -5 અનુસાર:
-
- કુલ પ્રજોત્પતિ દર (TFR) 2015-16માં 2.2 તે ઘટીને વર્ષ 2019-21માં 2 થયો છે.
- વર્ષ 2015-16ની સરખામણીએ 2019-21માં શિશુ મૃત્યુદર (IMR), પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદર અને સંસ્થાકીય જન્મોમાં સુધારો થયો છે.
· જલ જીવન મિશન (JJM) હેઠળ 83 જિલ્લાઓ ‘હર ઘર જલ’ જિલ્લા બની ગયા છે.
- મહામારીના સમય દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં અસંગઠિત શ્રમિકો માટે બફર પ્રદાન કરવા માટે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી બાંયધારી યોજના (MNREGS) માટે ભંડોળની ફાળવણી વધારવામાં આવી છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1793928)
आगंतुक पटल : 10430
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
Malayalam
,
Kannada
,
English
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu